________________
ખંડ - ૨ : ઢાળ - ૩
મલો જઈ માતાથું રે, રહેજો શાતાનું રે, કોઈ દિન વેલાશું, મુજ સંભારજો રે; ઉપકાર વખાણી રે, મુખ મધુરી વાણી રે, ધન બહોલું આણી, દીએ ઉવજ્ઝાયને રે. ॥૧॥ હવે કુંવર સધાવે રે, નૃપ પુત્રી વોલાવે રે, સજ્જનને મેલાવે, શુભ શુકને કરી રે; પુર બાહિર આવ્યાં રે, મિલણાં સહુ લાવ્યા રે, કુંવરે બોલાવીયા સહુને હિત ધરી રે. ॥૧૧॥ સૈન્ય સુભટ મિલાવી રે, રાયરાણી આવી રે, કમલસેના બોલાવી, હિતશિક્ષા દીયે રે; પતિઆજ્ઞાએ રેહેજો રે, લજ્જા નિર્વહેજો રે સાસુ સસરાની સેવા; કરજો પરે રે. ૧૨ રાએ માની તે રાણી રે, બહેન સરખી જાણી રે, નણંદી દેરાણીનાં મન સાચવો રે; ગુરુવિનય કરજો રે, સમતામાં રહેજો રે, દાનગુણે દીપાવજો. અમ કુલ વંશને. ।।૧૩। એમ કહી નિજ બેટી રે, હઇડાભર ભેટી રે, થઈ છેટી વળ્યાં, નિજધર આંસુ ભર્યાં રે; રથ બેઠી નારી રે, સખીવૃંદ વિહારી રે, કરી સેના સારી, પંથ શિરે તદા રે. ॥૧૪॥ કુંવર ચિંતાએ રે, રવિ પશ્ચિમ જાવે રે. અંધકાર તે થાયે, અવસર પામીને રે; કુંવર એકાકી રે, રહ્યા સુભટ તે બાકી રે, પુર બાહેર મૂકી, રથ પડદા ધરી રે. ।।૧૫।। આપે એકેલા રે, નગરે નિશિવેલારે, દૂતીઘર મેલા, કા૨ણ જઈ વસ્યા રે;
તે માલણ જાતે રે, સમૃજાવી વાતે રે, મદનમંજરી રાતે, તેડી મિલાવતી રે. ॥૧૬॥ રસપ્રેમે મલીયા રે, વિજોગ તે ટળિયા રે, જઈ સુભટશું ભલીયા, દૂતી વિસર્જીને રે; મદનમંજરી નારી રે, રથમાં બેસારી રે, શૂન્ય માર્ગે સુભટ, હંકારી ચાલીયા રે. ।।૧૭। જે સોમલ ખાવે રે, વચ્છનાગ જે ચાવે રે, ન બીઅે ફૂલ, ધંતુર ચાવે રે તે ઘણી રે;
જે ગિરિ ઓલંઘે રે, જલધિજલ લંઘે રે, છિલ્લર જલ, ટેકરી, કાંકરી કેમ ગણે રે. ॥૧૮॥ જેણે સાપ ખેલાયા રે, વાઘવૃંદ રમાયા રે, વિંછુસે ડરાયા, તે નર કેમ ડરે રે; જેહને જેહસું પ્રેમ રે, રહે તે વિના કેમ રે, મૂઢલોક અજાણ્યો, વહેમ મન ધરે રે. ॥૧૯॥ મારગ શિર જાતાં રે, સૈન્ય ભેલાં થાતાં રે, બેહુ નારી સોહાતાં, મનમેલો કરી રે; શુભવીર કુમાર રે, લહ્યા ભોગ રસાલ રે, ખંડ બીજે ત્રીજી ઢાલ સોહામણી રે. ॥૨૦॥
८७
રાજાની અનુજ્ઞા ઃ
ગુરુમાતાની રજા મેળવીને, કુમાર રાજાની પાસે આવ્યો. રાજાને પ્રણામ કર્યા. હાથ જોડી અરજ કરી કહે છે “મહારાજ ! આ સમયે મારા પિતાનું તેડું આવ્યું છે. રાજન્ ! મને પણ મારા માપિતાને મળવાની તાલાવેલી જાગી છે. મારું દિલ ઊભરાણું છે.” કુમાર ગગદિત થયો. ગદ્દ્ગદિત સ્વરે રાજાને વાત કરે છે. ।।૧।। ‘મહારાજા ! તો હવે અમને જવાની રજા આપો. ઘણીવાર હવે ન કરશો. કેમ કે શંખપુરી...મારા ગામનો માર્ગ અહીંથી ઘણો જ દૂર છે.’ કુંવરે જવાની રજા માંગી. તે સાંભળી રાજા મનની અંદર વિચારે છે કે, હંમેશાં અનેક પ્રકારનાં કૌતુક કરતાં કુંવર ઘણા દિવસથી આનંદમાં અહીં રહ્યા છતાં પણ હજુ એક ઘડી જ થઈ હોય તેવું લાગે છે. ૨