________________
૮૮
ધર્મિલકુમાર રાસ પરદેશીની પ્રીત શી? - વળી વિચારે છે કે દીકરી જન્મી ત્યારથી અંતે તો પરાઇ જ છે. પારકા ઘરની વસ્તીની બડાઈ શી કરવી? બદામનું નાણું એ નાણું ન ગણાય. ઘેંસનું ખાણું (શીરામણમાં હોય તો કેટલીવાર પેટમાં રહે?) એ ખાણું ન કહેવાય. કાંસાનું ભાણું એ કંઈ ધન કહેવાતું નથી. /all તમરાનો અવાજ-ગણગણાટ એ કંઈ ગાણું કહેવાતું નથી. બકરી ભલે દૂધ આપે પણ તે દૂઝણું કહેવાતું નથી. પારકા ઘરનું ઘરેણું લાવીને પહેરેલું ઘડીક સુખ આપે, પણ તે કાયમી સુખ આપતું નથી. ત્રણ સંધ્યાનો સમય એ સમય કહેવાય છે. પણ અભ્યાસ કરવાના કામમાં આવતો નથી. ચણોઠીનું બનાવેલું ઘરેણું તે માત્ર કહેવા માટે જ હોય છે. એ જ રીતે બોરકૂટનું અથાણું, ખરેખર ભોજનમાં કામ આપતું નથી. (કેમ કે...તે તુચ્છ અને વાસી કહેવાય છે.) તો શા કામનું? Ill
- વાદળની છાયા, દંભી જનની માયા, નકામી છે. ઝાંઝવાનાં (રણમાં) નીર મળતાં નથી. પરદેશી સાથે પ્રીત, બળેલી ભૂમિમાં કરેલી ખેતી અને મહેમાનોથી ઘરની વસ્તી કેવી રીતે મનાય? કારણ કે આ બધું લાંબો સમય ટકતું નથી. //પી એમ વિચારી રાજાએ, અંતઃપુરમાં જઈને રાણીને સર્વ હકીકત નિવેદન કરી. કુંવર જવા માટે રજા માંગી રહ્યા છે. હવે રાજારાણી પોતાની દીકરી અને જમાઈરાજને વોળાવાની તૈયારી કરવા લાગ્યાં. રથ-ઘોડા અને તેની ઉપર બેસવા નવા નવા પ્રકારનાં આસનો ગોઠવ્યાં. |૬|ી.
કુમારને વિદાય - વસ્ત્ર-આભૂષણ - સેવા કરનાર ઘણા દાસદાસી વગેરે દાયજામાં આપ્યાં. હવે કુંવરને પાસે બેસાડી, આ પ્રમાણે વિનંતી કરે છે. “આ અમારી દીકરી અમારા ખોળામાં ધણા લાડથી ઉછરી છે. આ અમારી લાડકીને હે ગુણવંતા! હવે તમને સોંપીએ છીએ.” IIછા ભવિષ્યમાં નવી નવી નારીઓ પરણો તો પણ આ મારી દીકરીને વીસરશો નહિ. તેનું દિલ દુભાવશો નહીં. રાજાએ પુત્રી માટે ભલામણ ઘણી કરી. કુમારે સઘળી વાત સાંભળીને માથે ચઢાવી. મધ્યાહ્ન સમય થતાં ગુરુમાતા રત્નાવતીએ સઘળાંયે સ્વજનોને ભોજનને માટે આમંત્રણ આપ્યું. સૌ કોઈને પૂરા પ્રેમથી ગુરુમાતાએ જમાડ્યાં. ૮
પુત્ર સમાન માનતા કુમારને, પૂરી ભક્તિએ, જમાડ્યો, સંતોષ્યો, ધૂપને ઉવેખીને સુગંધ પ્રસરાવી, પુત્રને કપાળમાં કુમકુમ તિલક કર્યું. વળી શણગાર સજાવીને અક્ષતથી વધાવ્યા. ઓવારણાં (દુઃખડાં) લીધાં. અને ગુરુમાતા કહે છે “વત્સ ! હે બેટા ! વળી વહેલા આવજો . Iલાં માતાને જઈને જલદી મળો. કુશળ રહેજો. કોઈક દિવસે કોઈક વેળાએ અમને સંભારજો .” કુંવર પણ ઉપકારબુદ્ધિથી પાઠકની ગુરુમાતાની મીઠાં વચનોથી પ્રશંસા કરે છે. ઉપકારી ગુરુને વળી ઘણું દ્રવ્ય આપ્યું. l/૧૦ના
શુભવેળાએ, બધાની રજા મેળવી, કુંવર પરિવારયુક્ત રસાલા સહિત તે નગરથી નીકળ્યો. રાજારાણીએ પણ દુભાતા દિલે દીકરીને વળાવી. નગર બહાર સર્વ સ્વજનો વળાવવા માટે ભેટણાં સાથે લઈને આવ્યાં.” કુંવરે પણ ભેટણાં સ્વીકારી, સહુને હેતથી બોલાવ્યાં અને સૌની પાસેથી રજા લીધી. ll૧૧ સૈન્યસુભટો સહિત રાજા-રાણી પણ નગરની બહાર આવ્યાં. વહાલી દીકરી કમલસેનાને બોલાવીને ઘણી હિતશિક્ષા આપી. “બેટા! પતિની આજ્ઞામાં રહેજો . લજજા એ સ્ત્રીનું આભૂષણ છે. હંમેશાં મર્યાદામાં રહેજો. માતપિતાની જેમ સાસુ સસરાની સેવા સારી કરજો . /૧૨
“વળી રાજાએ જેને માનીતી માની હોય તે રાણી માનજો. રાજાની (એટલે કે રાજા કોઈ કન્યા