________________
ખંડ - ૨ : ઢાળ - ૪
પરણે તે) બીજી રાણીઓ(શોક્ય)ને સગી બહેન સરખી જાણજો. નણંદ-દેવર-દેરાણીનાં મનને સાચવજો. ગુરુનો (વડીલનો) વિનય કરજો . સમતા ધારણ કરજો. ઉતાવળા ન થશો. દાનપુણે કરીને આપણા કુળની શોભાને વધારજો.” I૧૩.
અગડદર કુમારનું દેશ તરફ પ્રયાણ:- ઘણી શિખામણ આપીને, આંસુભરી આંખે હૈયે હૈયું મિલાવી, દીકરીને ભેટ્યાં. છેવટે છૂટાં પડ્યાં. ભારે હૈયે અશ્રુભરી આંખે નગર તરફ પાછા ફર્યા. કમલસેના સખીવૃંદ સાથે રથમાં બેઠી. કુમાર પણ રથમાં બેઠો. કુમારની આજ્ઞાથી સારથિએ રથને ગતિમાન કર્યો. સૈન્ય પણ પ્રયાણ કર્યું II૧૪ કુમારની આજ્ઞાથી માર્ગમાં સૌ ચાલી રહ્યા છે. દિવસ પૂરો થવા આવવા લાગ્યો. કુમારના વિચારોને જાણતો સૂર્ય પણ પશ્ચિમ દિશામાં ઢળી ગયો. નગરની બહાર પડાવ નાંખ્યો. અંધારું થતાં, રથના પડદા પાડી દીધા. સૌના રક્ષણની ચિંતા કરતો કુમાર, ઘણા સુભટોને નગર બહાર મૂકીને કુંવર એકલો જ સમય જોઈને, નગરીમાં પહોંચી ગયો. ૧પો.
મદનમંજરીનું અપહરણ :- કુમાર એકલો જ રાતે નગરમાં પહોંચી ગયો. જે માલણ દૂતીનું કામ કરતી હતી. ફૂલો આપવા જતી હતી તે માલણને ત્યાં પહોંચ્યો. ત્યાં માલણને જગાડી, સઘળી વાત કહી સંભળાવી. સંકેત કરીને માલણ પણ તે મદનમંજરીને સમજાવીને પોતાને ત્યાં લઈ આવી. અને કુમારની સાથે મિલન કરાવ્યું. ૧દી બંનેનો ઘણા સમયનો વિયોગ દૂર થયો. ઘણા પ્રેમથી બંને મળ્યાં. પછી ત્યાંથી મદનમંજરી અને માલણને લઈને નગર બહાર પોતાનો પડાવ હતો ત્યાં આવ્યા.
માલણને પણ ઘણી દક્ષિણા-બક્ષિસ આપીને વિદાય કરી. મંજરીને રથમાં બેસાડી દીધી. સવાર થતાંની : સાથે કુમારે આજ્ઞા કરી. સારથિ અને રસાલાએ શૂન્ય માર્ગે આગળ પ્રયાણ શરૂ કરી દીધું. ૧ી.
જગતમાં સામાન્ય નિયમ છે કે “જે સોમલ (ઝેર) ખાઈ શકતો હોય, વળી વચ્છનાગ (ઝેરી વનસ્પતિ)ને ચાવી શકતો હોય તે ધતૂરાનાં ફળને ચાવવામાં ડરે નહીં. જે પર્વતને ઓળંગે, સમુદ્રનાં જળને તરી શકતો હોય, તેને છિલ્લર જળ અને ટેકરીઓની કાંકરી તો શું હિસાબમાં હોય ?” ૧૮
જેણે સર્પ ખેલાવ્યો હોય, વાઘનાં ટોળાંને રમાડ્યાં હોય, તે માણસ વીંછીનો ડરાવ્યો ડરે ખરો ! ના જ ડરે. જેને જેમાં ચિત્ત લાગ્યું હોય તે તેના વિના રહી શકે ખરો ? પ્રેમીઓના પ્રેમથી અજાણ, એવા મૂઢ લોકો મનની અંદર ભલેને વહેમ ધરે પણ તેઓને દુનિયાનો ડર તેમને હોતો નથી. ૧લા (કુંવર અને મદનમંજરી તે રીતે જઈ રહ્યાં છે.) માર્ગમાં આગળ ચાલતાં તેઓ સૈન્યને ભેગાં થઈ ગયાં. કુમારે મોટા સૈન્યને આગળ રવાના કર્યું હતું. તે સૈન્ય સાથે ભેગાં મળી ગયાં. બંને નારીઓની સાથે કુમાર શોભી રહ્યો છે. શ્રી શુભવીરવિજયજી કહે છે કે બંને સ્ત્રીઓનાં મનને અનુસરતાં કુમારે સુંદર ભોગોને મેળવ્યા. આ રીતે બીજા ખંડની સોહામણી આ ત્રીજી ઢાળ કહી. ૨૦.
દ્વિતીય ખંડની ત્રીજી ઢાળ સમાપ્ત
-: દોહા :અગડદત્ત નિજ સૈન્યશું, ગામ ગામ વિશરામ; કેતે દિવસે પામીયા, વિંધ્યાચલ રાઠામ. ll૧ મદભર હસ્તિઘટા ચરે, મહિષ તણો નહિ પાર; શાર્દૂલ ચિત્રક ભયંકરા, શબરા શબરી અપાર. રા