________________
ધર્મિલકુમાર રાસ
એક જલ ભરિ સરોવરે; સૈન્ય કિયો વિશ્રામ; ડેરા તંબુ તાણીને; કુંવર રહે એક ઠામ. Hall. સુભટ લોક ભોજન કરી, બેઠા કરવા વાત;
જગત વિશામેં આથમ્યો રવિ, પ્રગટી તવ રાત. ધમ્પિલકુમારની આગળ મુનિભગવંત પોતાની કહાની કહી રહ્યા છે. અગડદત્તમુનિ આગળ વાત કરતાં કહે છે... અગડદત્ત કુમાર પોતાના સૈન્ય સાથે ગામેગામ વટાવતાં અને વિશ્રામને લેતાં આગળ વધી રહ્યો છે. કેટલાક દિવસો બાદ તેણે મોટી અટવીમાં પ્રવેશ કર્યો. અટવીમાં આગળ જતાં વિંધ્યાચલ પર્વત આવ્યો. તેની તળેટીમાં સૈન્ય પડાવ નાંખ્યો. ||૧||
ભયાનક અટવી મધ્યે :- નજીકમાં મદઝરતા હાથીઓ ફરી રહ્યા હતા. વળી આજુબાજુ પાડાઓનો પાર નહોતો. ઘણા પાડાઓ પણ ચરી રહ્યા હતા. સિંહ-ચિત્તા, આદિ હિંસક પશુઓ ભયંકર અવાજ કરતાં હતાં. ભીલ-ભીલડીઓ હજારોની સંખ્યામાં ગમે ત્યાં ફરતાં હતાં. રા .
એવી ભયંકર અટવીના વિધ્યાચલ પર્વતની તળેટીની નજીક નિર્મળ નીરથી ભરેલું મોટું સરોવર હતું. ત્યાં ડેરા-તંબુ તાણીને સૈન્ય રહ્યું હતું. મોટો સૈન્યકાફલો પાણીની સુવિધા હોય ત્યાં નજીક જ ડેરા તાણીને રહે. કોઈ આરામ કરતા હતા. તો કોઈ ફરતા હરતા હતા. કોઈ વળી પોતાનું કામ સંભાળતા હતા. આ રીતે પોતપોતાનો સમય વ્યતીત કરતા હતા. કુંવર પણ મધ્યમાં નાંખેલા પોતાના ડેરામાં રહેલો હતો. બંને સ્ત્રીઓ સાથે હતી. II અનેક કોલાહલથી દિવસ પસાર થયો. સુભટો-નોકરો દાસવર્ગ સૌ નિવૃત્ત થઈને બેઠા હતા. વાતો કરતા હતા. જગતને આરામ આપવા સૂર્યદેવ પણ પોતાના સ્થાને જઈ રહ્યા હતા. સંધ્યા ઢળવા આવી હતી. ધીરે ધીરે અંધકારે જગત ઉપર કબજો લીધો. રાત્રિ પડી. સૌ પોતપોતાના શયનની તૈયારી કરવા લાગ્યા. રાતભર ચોકીદારો સાવધ થઈને ડેરાને ફરતા આંટા લગાવી રહ્યા છે. જો
ઢાળ ચોથી.
(કડખાની – એ દેશી) જાગતી જસરતિ દેવગતિ દુર્બલી, તદપિ તસ દૈવ બત છિદ્ર જોવે; ચંદ્રગુરુ લગન બલ શુકન માલણ મલે, તહેવી પાછો વલે ખર વિરાવે. જા. ૧૫ વિશ્વહિતકારિ તિમિરારિતિરસ્કૃત, ભય લહી વિંધ્ય ગંધુર વસંતો; તિમિરભર રજનીચર શબર પક્ષે ભલે, રિષ્ટ રવિ દષ્ટ જોતાં હસતો. જા. સરો ઘુપતિ નૃપ ગોપતિ નામ વિદુષા વદે, સુણત તમ શત્રુ બાંધવ નડેવા; શબરસંકેત કરી તિમિર રજનીભરી, ઘૂંકર બહુક ઘૂ ઘૂ કરવા. જા. lla ભટનિટ મધ્યનિશિ વિકટ નિદ્રા ભરી, ઝટિતિ જાગર્તિ સૈન્ય ન કોપિ; અક્ષવૃક્ષ સમલક્ષ તમાક્ષગા, ધ્વાંત સંકેતિકા શિર ન ટોપી. જા. ૪ો. વાલ વિકરાલ કરવાલ કરપ્રેત જયું, હકરવ કીક કપિમત્ત દંતા; બાણ તનું તાણી કર સૌપ્તિકા ભટ પરી, ગૌપ્તિકા ભીલ ઘાટી પીતા. જા. પા.