________________
ખંડ - ૬ : ઢાળ - ૯
૪૩
ઘણો હતો. એક દિવસ મહાધનના ઘરે મહાધનનો જૂનો મિત્ર ઘેર આવ્યો. મહેમાન મિત્રને માટે મહાધને વિવિધ ભોજન તૈયાર કર્યા. ॥૬॥
મહાધને પોતાના પુત્ર સુનંદને કહ્યું. દીકરા સુનંદ ! આપણે ઘેર મહેમાન આવ્યા છે. તો તેમને માટે કસાઈના ઘરેથી સારું અને તાજું માંસ લઈ આવ. IIII પિતાના કહેવાથી સુનંદ સાથે મહેમાનને લઈને માંસ ખરીદવા ગયો. માંસ ખરીદવા માટે દામ (ધન-પૈસા) લઈને નીકળ્યો હતો. તે દિવસે કસાઈના ઘરે માંસ માટે તપાસ કરી. પણ માંસ મળ્યું નહીં. બજારમાં તપાસ કરી. પણ ક્યાંયે તે દિવસે માંસ ન મળ્યું. તેથી ઘર તરફ પાછા ફર્યાં. ॥૮॥
મહેમાન માંસનો લોલુપી હતો. સુનંદે પાછું ફરવાનું કહ્યું છતાં તે ન માન્યો. માને તેમ જ ન હતો. ને સુનંદને આગ્રહ કર્યો કે “માછીમારના ઘેર આપણે જઈએ.” સુનંદે તો ના પાડી. છતાં તે ન માન્યો. મહેમાન હોવાથી સુનંદ લજ્જા થકી તેની સાથે મન ન હોવા છતાં માછીમારને ઘેર ગયા. તે માછીમા૨ના ઘેરથી જીવતાં પાંચ માછલાં પૈસા આપીને ખરીદ્યાં. ॥૯॥ હવે ત્યાંથી બંને ઘર તરફ ચાલ્યા. મિથ્યામતિ મંહેમાનને દયા ક્યાંથી હોય ? ચાલતાં ચાલતાં બંને નદીકિનારે આવ્યા. મહેમાનમિત્રે, સુનંદને પાંચ માછલાં પકડાવ્યાં અને કહ્યું કે “તું લઈને ઘેર જા. હું દેહ શુદ્ધિ કરીને પાછળ જ ઘેર આવું છું.” ॥૧૦॥
અતિથિ સુનંદને કહીને પોતે દેહ શુદ્ધિ માટે નદીએ ગયો. સુનંદે માછલાંને હાથમાં લીધાં. માછલાં તરફડતાં હતાં. તરફડતાં માછલાં જોઈ, હૃદયમાં દયાનું ઝરણું જાગૃત થયું. સુનંદે તે પાંચેય માછલાં નદીના પ્રવાહમાં મૂકી દીધાં રે ! અનુકંપાથી મસ્તક ધૂણાવતો મનમાં બોલવા લાગ્યો. “આ પાપી કેવો ? જીવતાં માછલાં પકડ્યાં. શું ક૨શે આ ? બબડતો ઘર તરફ ચાલવા લાગ્યો. ।।૧૧|| જતાં એવા સુનંદને પાછળથી આવતો અતિથિમિત્ર ભેગો થઈ ગયો અને તેના હાથમાં માછલાં ન જોયાં. એટલે પૂછ્યું. ક્યાં ગયા માછલાં ? સુનંદે કહ્યું. એ જયાંથી આવ્યાં હતાં ત્યાં ચાલ્યાં ગયાં. નદીનાં માછલાં નદીમાં ચાલ્યાં ગયાં. અર્થાત્ મેં નદીમાં મૂકી દીધાં. તે સાંભળી પિતાનો મિત્ર ખેદ ભર્યો કહેવા લાગ્યો. રે ! તેં આ શું કર્યુ ? ઘેર પહોંચીને મહેમાને સુનંદની બધી વાત મહાધનને કહી. ૧૨॥
તે સાંભળી મહાધને પુત્રને પૂછ્યું. “બેટા ! માછલાં પાણીમાં શા માટે મૂકી દીધાં !” સુનંદ કહે. “પિતાજી ! માછલાં મારા હાથમાં તરફડતાં હતાં. હું તે ન જોઈ શક્યો. મને દયા આવી. તેથી પાણીમાં મૂકી દીધાં. “પુત્રનાં વચનો સાંભળી પિતા ક્રોધે કકળ્યો. રે ! દુષ્ટ ! પાપી ! તું દયાની વાતો કરે છે ! ઘણા વખતે આવેલા મારા મિત્રને હવે હું શું જમાડીશ ? ઠીક ! માછલાંની જગ્યાએ હવે હું તારો વધ કરીશ. ને મારા મિત્રને જમાડીશ. ૧૩। નિર્દયી મહાધન હાથમાં લાકડી લઈને પુત્રને મારવા ધસ્યો. સ્વજનવર્ગે ઘણો વાર્યો. પણ ક્રોધના આવેશમાં પિતાએ પુત્રને કપાળમાં લાકડી ફટકારી. તત્ક્ષણે સુનંદ મરણતોલ થયો. થોડી વારમાં તેનું પ્રાણપંખેરું ઊડી ગયું. I॥૧૪॥
મધ્યમભાવે સરલ સ્વભાવ વાળો સુનંદ મનુષ્યનું આયુષ્ય બાંધીને ત્યાંથી મર્યો અને વિષમ વલગિરિ કંદરા ગુફાનો જે પલ્લિપતિનો મંદર નામે રાજા હતો. ॥૧૫॥ તેના જેવા જ ગુણવાળી તેની વનમાળા નામે રાણી હતી. બંને વચ્ચે અપાર પ્રીતિ હતી. સંસારનાં સુખ ભોગવતાં વનમાળાની કૂખે સુનંદનો જીવ ઉત્પન્ન થયો. સમય થતાં વનમાળાએ બાળકને જન્મ આપ્યો. ત્યાં પણ પુત્રપણે ઊપજ્યો. સ્વભાવથી સરળ એવા દીકરાનું નામ રાજાએ સરલ પાડ્યું. ॥૧૬॥