________________
ધર્મિલકુમાર રાસ
મંદર રાજા વનમાલાનો પુત્ર સરલ, લાડકોડથી ઉછરી રહ્યો છે. યૌવનવયમાં પ્રવેશ્યો. હજુ પિતા પરણાવે ન પરણાવે, ત્યાં પિતાનું જ આયખું પૂરું થતાં તેઓ પરલોક પ્રયાણ કરી ગયાં. પલ્લીના સાથીદારોએ સર્વ મળીને સરલને પિતાને સ્થાને સ્થાપ્યો. અર્થાત્ પલ્લીનો રાજા પલ્લીપતિ થયો. સ્વભાવથી સરલ સરલ૨ાજા પોતાની પલ્લીમાં સર્વજનોને સારી રીતે રાખતો. તેથી તે સૌને પ્રિય થયો. મંદકષાયવાળો પિતાના સ્વભાવથી જુદો જ હતો. ॥૧૭॥ હવે એકદા શસ્ત્ર ધારણ કરીને સરલ, પોતાના સુભટો સાથે પલ્લીની નજીક જંગલમાં આમતેમ ભમતો હતો. એટલામાં માર્ગથી ભૂલેલા મનુષ્યોનું ટોળું. દૂરથી આવતું નજરે જોયું, જોતાં જ સહસા બોલી ઊઠ્યો. “ઓ હો ! આ કોણ હશે ? ક્યાં જતા હશે ? સફેદ કપડામાં આ બધા શરીરે કેવા દૂબળા છે ? પણ મુખ તો કેવાં તેજસ્વી છે ?” વિચારતો વિચારતો તેમની નજીક જવા લાગ્યો. ૧૮।।
૪૪
શસ્ત્ર વગરના, આ પુરુષો જમીન ઉપર દૃષ્ટિ રાખીને જોતાં, આમતેમ ફરી રહ્યા છે. કેમ ફરતા હશે ? પૂછું તો ખરો. ત્યાં તો તે ટોળું જ પોતાની સન્મુખ આવતું દેખ્યું. જુઓ તો, આપણા કરતાં તેમનો વેશ પણ જુદો છે ? વિચારતો સરલ તેમની પાસે પહોંચી ગયો. બે હાથ જોડી સાષ્ટાંગ પ્રણામ કર્યા. રસ્તો ભૂલેલા તેઓ ‘ધર્મલાભ’ એવો શબ્દ બોલ્યા. સરલ આશ્ચર્યમાં પડ્યો. II૧૯II સરલ હાથ જોડીને બોલ્યો. “આપ કોણ છો ? કયા દેશમાં જવું છે ?’ ત્યારે તેમાંથી એક પુરુષ મધુરવાણી બોલ્યા. “હે મહાનુભાવ ! અમે બધા અણગાર સંત-સંન્યાસી છીએ. અમારું સ્થાન, જ્યાં ધર્મ વધારે થતો હોય તે છે. અર્થાત્ અણગાર હોવાથી અમારે કોઈ સ્થાન હોય નહીં. ધર્મને જાણનારા ને જણાવનારા અને તે માર્ગે અનુસરનારા છીએ. ।।૨૦।
હે ભાગ્યશાળી ! સોરઠ દેશમાં તીર્થની યાત્રા કરવા અમે નીકળ્યા છીએ. સાથે સાથે જઈ રહ્યા હતા. અટવીનો માર્ગ નહીં જાણતાં અમે ભૂલા પડ્યા છીએ. તેથી અહીંતહીં ભટકીએ છીએ,” આવી મીઠી વાણી સાંભળી સરલને ઘણો હર્ષ થયો. અને બોલ્યો. “હે સંત-મહારાજ ! આવો ! આ માર્ગે ચાલ્યા આવો. આ માર્ગ સીધો જાય છે. આ કેડીએ સુખે સુખે પધારો. મહારાજ ! આગળ જતાં તમો હવે ભૂલાં નહીં
પડો.” ॥૨૧॥ માર્ગ બતાવતો સરલરાજા મહારાજની સાથે સાથે ચાલ્યો. હે ભગવંત ! તમે તો ભગવાન કહેવાઓ. તમારે તો પાપ કરવાનું ન હોય. અમે તો કેવા ? મુનિ ! મને તો કંઈક ધર્મ બતાવો ? જેથી પાપ ન બંધાય. મુનિ બોલ્યા. “હે વત્સ ! તું નિર્મળ બુદ્ધિવાળો લાગે છે. નહિ તો ક્યાં આ પલ્લી ? તમે સૌ પલ્લીમાં રહેનારા ! તમારો ધંધો કેવો ! પણ તું ભાગ્યશાળી તને ધર્મ સાંભળવાની ઇચ્છા થઈ. તો સાંભળ ! ધર્મ કોને કહેવાય ! કુમાર ! બીજા કોઈપણ નાના કે મોટા જીવને દુઃખ ન આપીએ. કષ્ટ ન આપીએ. કોઈને ઠગીએ નહીં. હૈયામાં દયા રાખવી. ધર્મ વિનાના માણસો અહીં પણ ઘણા દુઃખી થાય છે. અને અહીંથી મરીને પણ જયાં જાય ત્યાં પણ ઘણાં દુઃખ મેળવે છે. વળી જે લોકો જાળ વડે નદી તળાવમાં રમતાં માછલાંને પકડે છે. ને બહાર કાઢેલાં તે માછલાં પાણી વિના તરફડીને મરી જાય છે. જંગલમાં રમતાં પશુઓનો શિકાર કરે છે. આવા માણસો મરીને નરકમાં જાય છે. જે માણસો હિંસા કરતા નથી. જીવોને મારતાં નથી તે અહીં પણ સુખી થાય છે. અને જ્યાં જાય ત્યાં પણ સુખી થાય છે. આ રીતે ધર્મની ઘણી ઘણી વાતો કરીને, ધર્મ સમજાવીને સરલરાજાના ચિત્તને હળવું-કોમળ કર્યું. સરલ ઘણો ગદ્ગદિત થયો. મુનિભગવંતો પછી આગળ વિહાર કરી ગયા. સરલ પણ સુભટો સાથે પાછો ફર્યો. પણ આ પછી સરલનું મન આ ધંધામાં ઘણું ઉદ્વિગ્ન થયું. I॥૨૨॥