________________
ખંડ - ૧ : ઢાળ - ૫
તવ પુત્રી સાથે કુમારને રે, પાય કેફી મદિરાજાત; સૂતાં થઈ અચેતન બેઠું જણા રે, જ્યારે રહી પાછલી રાત. ના. IIII કુંઅર ઉપાડી ગાડી ઠવ્યા રે, વિશ્વાસી દાસી સાથ;
પુર બાહિર દૂર વનાંતરે , ભોંયે નાખ્યો ઝાલી હાથ. ના. II૪l દાસી પાછી ગઈ મંદિરે રે, અક્કા આગલ કહી વાત, રાત ગઈ સહુ નિંદ્રા ભરેં રે, રવિ ઉદય થયો પ્રભાત. ના. પા જાગી વસંતતિલકા કહે રે, માતા મુજ સ્વામી ક્યાંહી,
સા કહે નિર્ધન નાશી ગયો રે, શી સૂકી તરૂવર છાંહિ. ના. ॥૬॥ સાંભળી સા ધરણી ઢળી રે, લહી મૂર્છા થઈ નિરાશ;
“અક્કા દાસી ટોળે મળી રે, જોઈ નાકેં શ્વાસોશ્વાસ. ના. IIII શીતલ વાયુ ચંદન જલે હૈં, વલી ચેતના રોતી તેહ; બોલે પતિ પરદેશી થયો રે, હવે રણવન સરખું ગેહ. ના.॥૮॥ ઓચ્છવ કીધો કપટે કરી રે, મુજ કંતને કાઢણહેત;
તો મેં નિયમ લીયો હવે આજથી રે, મલવા મોહન સંકેત ના. IIII મેલે ખેલે હીંચોલે ન હીંચીએ રે, નવિ કરશું સરસ આહાર;
જીરણ વસ્ત્ર તનુ ઢાંકશું રે, તજીયાં સ્નાન અને શણગાર. ના. ।।૧૦। ઘેર વસંતતિલકા રહે રે, હવે ધમ્મિલનો અધિકાર;
કર્મે નડ્યો ને ભંયે પડ્યો રે, વનખંડે પશુ અવતાર. ના.॥૧૧॥ ઉતરી કેફ તવ ઉઠીયો રે, ચિત્રભાનુ ચઢ્યો ઘડી ચાર;
કાયા દીઠી કચરે ભરી રે, ઉતારી લીયો અલંકાર. ના.૧૨/ અક્કાએ મુજ કાઢિયો રે, ચિંતે ધિક્ વેશ્યાવિલાસ; પૂરણ દ્રવ્યે પાએ પડે રે, નવી બેસે નિર્ધન પાસ. ના.॥૧૩॥ વેશ્યા વાઘ અગ્નિ રૃપ ને અહિ રે, એ ન ધરે કિણથ્થું પ્રેમ; તાતે દ્રવ્ય ન તોલીયું રે, તેણે કીધું કારજ એમ. ના.॥૧૪॥ ચિંતવતો નિજ ગેહે ગયો રે, નવ દીઠાં માત ને તાત;
પૂછતાં એક વિપ્ર તે બોલીયો રે, સુણ સુંદર શેઠની વાત. ના, ॥૧૫॥ શેઠનો પુત્ર વેશ્યાઘરે રે, ખાતાં ધન નીઠુ જામ; માતપિતા સુત દાહથી રે,પોહોતાં પરલોકે, તામ. ના. I॥૧૬॥
૨૧