________________
૨૨
ધમિલકુમાર રાસ
ધમિલ નારી જશોમતી રે, ઘરભૂષણ ભરીયાં તાસ; સ્નાન કરી સાસરીયાં તણાં રે, ગઈ પિયર માયની પાસ. ના./૧ણી એમ નિસણી ક્ષીણ વજાહિત રે, લહી મૂચ્છ અંતરઝાલ; ચેતના વલે નયરથી નીકળ્યો રે, જઈ બેઠો સરોવર પાળ. ના.૧૮ સ્નાન કરી માતપિતા તણું રે, નિર્મલ શીતલ જલ પીધ; કાલ સમા વડપાદપ તલે રે, સૂતો ક્ષણ નિદ્રા લીધ. ના./૧લી ધમ્મિલ રાસે એ પાંચમી રે, નીચ સંગતિ ફલની ઢાળ,
વીર કહે ઉંચ સંગતિ રે, પામે સુખ ઋદ્ધિ રસાલ. ના..૨વા. હે ભવ્યો ! જેની અંદર મધુબિંદુ સરખું જ અંશમાત્ર સુખ છે એવી આ દુનિયાનાં નાટકો હવે જુઓ.
અક્કા (વેશ્યાની માતા)એ હવે દેવતાની માનતા (બાધા)ના ઉદેશથી ઓચ્છવ માંડ્યો. અને એમાં બાલકુંવારી એકસો આઠ કન્યાને જમવા માટે બોલાવી છે. [૧] આ મહોત્સવમાં પોતાની જાતનાં માણસોને પણ નોતર્યા છે. સહુને પ્રીતિ વધે તે માટે મિષ્ટ ભોજન પીરસ્યાં. ઉપર સહુને તંબોલ આપ્યાં. એકસો આઠ કુમારિકાને પણ મીઠાઈનું ભોજન કરાવ્યું. અને તે બાલિકાઓને શ્રીફળ-તંબોલ આપીને સહુને વિદાય કર્યો. જરા હવે તે સાંજે પોતાની પુત્રી અને કુમારને કેફી મદિરાપાન (ચંદ્રહાસ મદિરા)નું પાન કરાવ્યું. કેફી મદિરાના કારણે બંને જણાં અચેતન અવસ્થામાં પડ્યાં એવાં ઉંઘી ગયાં છે. all આવા અવસરે પાછલી રાત્રીએ વિશ્વાસુ દાસીને સાથે લઈ અક્કાએ કુમારને ઉપાડ્યો અને રથમાં નાંખ્યો. દાસીને નગરની બહાર મોકલીને વનાંતરે મુકાવી દીધો. ૪
વનમાં મૂકી આવ્યા બાદ દાસીએ, સઘળી વાત અક્કાને આવીને કહી. રાત તો બધાની સુખભર વીતી. પ્રભાત પ્રગટ્ય. //પા વસંતતિલકા જાગી અને જોયું તો ધમ્મિલકુમારને જોયો નહીં. તેથી માતાને કહેવા લાગી. “મા ! મારો સ્વામી ક્યાં?” અક્કા કહે - નિર્ધન નાશી ગયો લાગે છે. બેટી ! સૂકા વૃક્ષની છાયા કેવી હોય ! અર્થાતુ સૂકાયેલા વૃક્ષની છાયાની જેમ તે ભલે ચાલ્યો ગયો. //દી
આ સાંભળતાં જ તેણી નિરાશ થઈને મૂચ્છ આવતાં ધરણી ઉપર ઢળી પડી. અક્કા અને દાસીઓ ભેગી થઈ ગઈ અને નાક જોવા લાગી કે શ્વાસોશ્વાસ ચાલે છે કેમ? IIણી શીતલ પવન નાખતાં ચંદનજળ છાંટતાં જ્યારે ચેતના આવી, ત્યારે વસંતતિલકા રડતી રડતી બોલવા લાગી કે આ મહેલના સુખથી સર્યું. જો પતિ પરદેશ ચાલ્યો ગયો તો આ ઘર હવે રણમાં રહેલા વન જેવું લાગે છે. આંટા
મારી માતાએ મારા કંતને કાઢવા માટે જ આ ઓચ્છવનું કપટ (કાવતરું) કર્યું. ને મારા સ્વામીને કાઢી મૂક્યો. તો હું પણ આજથી મારા તે મોહનને મળવા માટે નિયમ કરું છું કે. llો જ્યાં સુધી તે નરપુરુષ ન મળે ત્યાં સુધી, મેળામાં કે રમતગમતમાં જઈશ નહિ. હીંચકે હીંચીશ નહીં, રસવાળાં ભોજન કરીશ નહીં. સ્નાન અને શણગારનો ત્યાગ કરીશ. આ શરીરને ઢાંકવા જીર્ણ વસ્ત્ર જ પહેરીશ. (નવાં વસ્ત્રો પહેરીશ નહીં) આ રીતે વસંતતિલકા પોતાના ઘરે સાદાઈથી રહેવા લાગી. તો હવે આ બાજુ ધર્મિલકુમારનું શું થયું? તે જુઓ. જેમ વનમાં જન્મેલું પશુબાળ ભૂમિ ઉપર પડ્યું હોય તેમ ધમિલકુમાર વનની ભૂમિ ઉપર પડેલો છે. ૧૧૫