________________
ખંડ - ૩: ઢાળ - ૧૦
૧૯૩
ફરતો રહેતો હતો. એકવાર ધનશ્રી સહિયરની સાથે ગવાક્ષ-ગોખમાં બેઠી નગરને જોતી હતી. ત્યાં વિનયંધરે આવીને તંબોલ આપ્યું. નિયમિત તંબોલ વિનયંધર લઈ આવતો. અને ધનશ્રીને આપતો. જે હંમેશાં તે તંબોળ (પાન)ને ખાતી હતી. આ વખતે પણ તે તંબોળ લઈને ધનશ્રી મુખમાં લઈને ચાવતી હતી. IIો તંબોલ ચાવતાં મુખમાં તેનો રસ એકઠો થવાથી તે ગવાક્ષ થકી નીચે માર્ગમાં પિચકારી મારી, તે જ વખતે તે ડિડિર કોટવાળ ત્યાંથી પસાર થયો. જે રસભરી પિચકારી તેના ઉપર પડી. તે પડતી પિચકારી જોતાં ધનશ્રી લજ્જાને પામી. કોટવાળે ઊંચું જોયું. તો રૂપવાન સુંદરી જોઈ. તેના અંતરમાં ધનશ્રી પ્રત્યે પ્રેમનો ઘા લાગ્યો. બે ઘડી સ્તબ્ધ થઈને ત્યાં ઊંચું જોતાં જોતાં ઊભો જ રહી ગયો. //૧૦ની - ધનશ્રીની કસોટી - કોટવાળ પછી બોલ્યો. “સુંદરી !” “પિયુ વિના તું શા માટે રહે છે.” આ તારું યૌવન વનના ફૂલ જેવું રહેલું છે. તો વિયોગની અંદર શા માટે બાળે છે. તારાં મુખમાં રહેલ તંબોલનો રસ તો મારા હૃદયનો પ્રેમરસ છે. તેનાથી હું ભીંજાયો છું. આ તારા લોચનના લટકાથી મારું દિલ રીઝયું છે. ||૧૧|| હે સુંદરી ! એકવાર તો મારા ખોળામાં તું રંગથી રમ ! તને પણ મઝા આવશે. એકવાર મારી સાથે તું જો સંગ કરીશ, તો તને કોઈ હેરાન કરનાર નથી. કેમ કે નગરમાં મારી આજ્ઞામાં લોક રહેલા છે. વળી સાંભળ! “જેણે સાપ ખેલાવ્યો હોય, એટલે જે સાપની સાથે રમ્યા હોય તે કોઈ દિ વીંછીથી ડરે. ખરા ! વળી જેણે વચ્છનાગ (આ નામનું ઝેર રહેલું છે) ને ખાઈ જાણ્યું હોય તે કદી ધતૂરાથી મરે ખરું? ન જ મરે. /૧રા
વળી તે જે રાંકડાની સાથે પ્રીત કરી હતી, તે તો કેવો નમાલો! તને છોડીને તે જ રાત્રિએ ભાગી : ગયો અને મારો જીવ તારી સાથે લાગ્યો છે. તેને મેળવવા તલપાપડ છે. તેથી તું મારો સંગ કર. હું
તારા સંગને ચાહું છું. મારા સંગે તું નિરાંતે રહીશ. આવળનાં હજારો ફલ સામે ચંપાની એક કળીની જેમ મૂખની સાથેનો સંગ આખો જન્મારો કાઢવા કરતાં ચતુરની સાથે એક ઘડી પસાર કરેલી ચડી જાય છે. તને છોડી જનારો તે આવળના ફૂલ સરખો છે. જયારે હું ચંપાની કળી જેવો છે. ll૧all
કોટવાળની મેલી મુરાદની વાત સાંભળી, સતી બોલી. રે ! મૂર્ખના સરદાર સાંભળ ! અરે કોટવાળિયા શહેરના જરા સાંભળ ! વનવગડાની અંદર ઢોરો ચરાવતા ગોવાળિયાની જેમ ઉન્મત્ત થઈને 'તું શું બોલે છે. મારો પ્રીતમ...પરદેશ ભલેને ગયો...પણ તે મારા દિલથી જરાયે વેગળો નથી. “પતિ વિના એકલી કેવી રીતે રહે છે ?” તું એ મને પૂછે છે. જા ! જા ! ઘેર જઈને તારી માને પૂછે !” મને નહીં પૂછતો. ૧૪ જેણે તને બાળપણમાં ખોળામાં રમાડ્યો. વળી જીવાડવા માટે ધાવણ આપ્યું. એવી તારી માતાને પૂછ. વળી તારાં બાપના વિયોગે બળતી તારી માને ખોળામાં બેસાડીને ખેલાવજે. સિંહ જેવા મારા પતિની આગળ તો તું હરણિયા જેવો છે. રે ! તારા જેવા ગુલામ તો મારા ઘરે કેટલાયે નોકરો નોકરી કરે છે. //૧૫ll
સતીની વાત સાંભળી કોટવાળ બોલ્યો. રે છોકરી ! આવું કર્ક, કડવાં, કોયાં જેવાં વચનો બોલીશ મા ! જો બોલીશ તો મરીશ. ત્યારે તેણીએ કહ્યું કે સતીની આગળ તો રાજા કે સિંહ બધા બોકડા જેવા છે. વાત સાંભળતાં સાંભળતાં કોટવાળ ત્યાંથી ચાલ્યો ગયો. ઘેર પહોંચ્યો. વિચારે છે. “રે ! આ છોકરીની સાથે સ્નેહ કરીને હું તેને શીલથી ચૂકવીશ. શીલભ્રષ્ટ કરાવીશ.” ૧૬વિનયંધરને જ સાધુ વિચારીને કોટવાળે પોતાના ઘેર તેને બોલાવ્યો. સારી સારી આગતા સ્વાગતા કરીને મિત્રતા બાંધી. * દરરોજ ભેગા થાય. તેથી મિત્રતા વધી. એક વખત કોટવાળ વિનયંધરને ઘેર બોલાવી લાવ્યો. હાથ