________________
૩૩૪
ધમિલકુમાર રાસ
તેનું અહેસાન દૂર કરવા તલવારના બે ટુકડા કરી નાંખ્યાં ! ત્યારે પેલા માણસને (પછી) આંચકો લાગ્યો. પછી બુદ્ધિ ચલાવી. રે ભલા ! આની ઉપર તો આટલી સરસ ડિઝાઇનને વળી રત્નો લગાવેલાં હતાં. કેટલી સરસ કારીગરી હતી ! પસ્તાવો થયો. વળી કહેવા લાગ્યો કે રે ! કલાકાર ! મને આવી જ તલવાર ફરીથી બનાવી દે. કલાકાર બોલ્યો. તે પાણી મુલતાનમાં વહી ગયું. તેથી હવે ફરીથી પાછું વળે નહીં. તેમ તલવાર હવે બને નહીં. તેવી રીતે હે રાંકડા ! તારો પરાક્રમ બતાવવાનો સમય વહી ગયો છે તેમ સમજ. ||૧+રા. - સાગરદત્ત આ વાત સાંભળીને એકદમ કોપાયવાન થયો. મનમાં વિચારે છે કે “જોઉં તો ખરો. આ જગતમાં મારી આ આઠેય સ્ત્રીઓને કોણ પરણે છે? કોણ બળિયો છે ? Iણા મનમાં અકળાયેલો તે સાગરદત્ત કન્યાઓના પિતા પાસે પહોંચી ગયો. ઘણો ઝઘડો કર્યો. “તમારી કન્યાઓને હું પરણી ગયો છું. માટે મને સોંપી દો. માતપિતાએ ઘણી સમજાવી. પણ તે કન્યાઓ કોઈ રીતે સાગરદત્ત સાથે જવા તૈયાર ન થઈ. સાફસાફ ના પાડી દીધી. જયારે તે કન્યાઓ ન માની. ત્યારે છેવટે સાગરદત્તની ફરિયાદ રાજસભામાં ગઈ. l૮
ઢાળ છઠ્ઠી (તમે વસુદેવ દેવકીના જાયાજી, લાલજી લાડકડા | એ દેશી) બાલિકાને બોલાવી રાયજી, ચતુરા કેમ ચૂકે, કહે આઠકની સમુદાયેજી, અવસર નવિ મૂકે; સુણો તાતજી દીનદયાળજી, ચતુર દેવલોકે ચઉ લોકપાલજી...અવસર..In નવિ કરતાં નર રખવાલજી, ચતુર. તેણે રૂડા પંચમ લોકપાલજી, - મરૂધરમાં એક સહકારજી, ચતુર. પુરપંથીજન ઉપગારજી..અવસર...રા. ફળદાયક રૂડાં જાણેજી, ચ. ઓર નિર્ગુણ હું ન વખાણુંજી; સુરગિરિશિર સુરતરૂ ઠાવેજી, ચ. ફળછાયા કામ ન આવેજી..અવસર...iall નર દુર્બળ નાથવિહિનાજી, ચ. બાલવૃદ્ધ તપસ્વી દીનાજી, અન્યાય પરાભવ પામે છે, તે જીવે નુપ વિશરામેજી..અવસર.... અમે નાગર સાગર ભીતજી, તુમ શરણ લીયો એક ચિત્તેજી અમને જમરાયને દેઈજી, ચ. જે નાઠો જીવિત લેઈજી.અવસર../પા. દવ લાગે નારી રિસાવેજી, ચ. પંખી પણ દૂર ન જાવેજી; પાણીશું કણક ન ખાંપીજી, ચ. ચરૂ જોયો દાણો ચાંપીજી..અવસર..lell, ના કહેતા નિર્લજજ નાઠોજી, ચ. શીયાળ જવું બોટમાં પેઠોજી; તજી શૂરવીર ભરતારજી, ચ. એ રાંકને નહી વરનારજી...અવસર...lણી ભરલોકે રોતો ભાગોજી, ચ. એમનો અંગ ફરસ નહી લાગોજી; અમે આઠ સતી અણિઆખીજી ચ. માતતાતને જ્ઞાની સાખીજી અવસર..૮