________________
ખંડ - ૫ : ઢાળ - ૬
૩૩૩
સવૈયા હુન્નરીકા હુન્નર અજબહૈ પ્યારે, લોહકારણ ધનસહસ દિયા, તવ છોટી નિકી શમશેર બનાઈ, ગુનીજન જાને ફેર કીયાના ઉસકા ઐસાન દુરસ કરનેકું, અહિરનકા દો ટુક કિયા, તવ ચૂંપ લગી કહે ફિર કર દેબે, વેંઠ પાની મુલતાન ગયાારા
-- દોહા ચાલુ :સાગરદત્ત સુણી કોપીયો, ચિતે ચિત્ત મોઝાર, જે ઉ બળીયો જગતમાં, કોણ પરણે મુઝ નાર.ll તાસ જનક સાથે થયો, તેહને ક્લેશ અપાર, પણ કન્યા માને નહિ, ચઢિયાં રાજદ્વારા
સાગરદત્તન તિરસ્કાર :- હવે આ બાજુ હાથીના ભયથી જે સાગરદત્ત આઠે કન્યાઓને મૂકીને ભાગી ગયો હતો. તે હવે તે આઠે કન્યાને પરણવા તત્પર થયો. તે કારણે આઠે કન્યાઓને તેડું મોકલ્યું ત્યારે તે કન્યાઓએ કહેવરાવી દીધું કે અમારી આશા રાખશો નહીં. વાનર (ડાળની) ફાળ ચૂકી ગયો. ૧|તું તો અમને યમરાજાના હાથમાં સોંપી, શિયાળિયાની પેઠે નાસી ગયો હતો. તે શું ભૂલી ગયો? કે જેથી તેડું મોકલતાં શરમ ન આવી. પરાક્રમી ધમિલની સહાયથી અમે ફરી જીવિતને મેળવ્યું અને અમે આ બીજો જન્મ ધારણ કર્યો હોય તેમ જ માતપિતાને ઘેર પાછાં આવ્યાં. //રા ,
જેમ નાનપણમાં ઢીંગલા-ઢીંગલીને પરણાવવાની રમત રમાય છે, તે રીતે નગરમાં વર-કન્યાને પરણાવવાની અમારી એક રમત બની ગઈ છે એમ માની લેજો, બાળકોના વિચારો જેમ ક્ષણમાત્રનાં (ફોગટ) હોય છે તેમ સમજી લેજો. અમારી આશા રાખશો નહીં. આવા અમે ઉત્તમકુળના શ્રેષ્ઠીની કન્યાઓ છીએ. જયારે તું તો પશુ સરખો શિયાળિયાની જાતિનો છે. રે રાંક ! પશુ પણ પોતાની સ્ત્રીનું - રક્ષણ કરે છે. સાંભળ! ચિત્રકારની પીંછીનાં રંગોની ભાત શંખલાઓને (શંખોને) ક્યારે સ્પર્શતી નથી. તેમ તારી આજીજી કાકલૂદીની અમને અસર થવાની નથી. //૪ો.
જે ઉત્પાત થયો તે અમારે માટે સારો થયો. જે કારણે તારા જેવા નિર્બળ રાંકડાના પંજામાંથી અમે છૂટાં થયાં. શૂળીનું વિપ્ન સોયથી ટળી ગયું. સારાયે જનમની રીબામણ ક્ષણમાત્રમાં ટળી ગઈ. //પા માટે આ ભવ થકી તો તું અમારી આશા છોડી દેજે અને હવે ઘરભેળો થઈ જજે. હાથીના ભય થકી તને જે ધ્રુજારી છૂટી છે ને? તેનું ઔષધ બરાબર કરી, પછી ઘર બહાર નીકળજે. દી.
-: સવૈયા :- . કળાવાનની કળાઓ કંઈ અજબ ગજબની હોય છે. કોઈક માણસે લોઢું ખરીદવા માટે એક હજાર મુદ્રા કળાવાનને આપ્યા. અને કહ્યું કે લોખંડ લાવીને, કંઈક મજાનું સુંદર બનાવજે. કળાકારે પણ એક નાની મજાની નકશીદાર તલવાર બનાવી. તલવાર નાની જોઈને (પૈસા આપનાર) તે બોલ્યો. અહોહો ? તલવાર આટલી નાની બનાવી? કળા ન જાણતો તે માણસ તલવારમાં કરેલું નકશીકામ. રત્નો વગેરેથી થયેલી સજાવટ તે કંઈ ન સમજી શક્યો. તેથી તે સાંભળી કલાકાર કારીગરને રીસ ચડી.