SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મિલકુમાર રાસ કુંવરને પકડવા પોતાની સૂંઢ હાથીએ ઊંચી કરી, તો કુમારે તે સૂંઢને લગામની જેમ પકડી રાખી. તો હાથી વધારે ખિજાણો. પણ કુમાર તો ગજશિક્ષામાં કુશળ હતો. વળી હાથીને ગોળગોળ ફેરવવા લાગ્યો. ।।૨૦। હાથી જ્યારે તદ્દન નિર્મદ (મદ વગરનો) થયો ત્યારે શાંત થઈને ઊભો રહ્યો. અને મસ્તક ધુણાવવા લાગ્યો. લાગ જોઈને કુંવરે હાથીને દોરડે બાંધીને મસ્તક ઉપર અંકુશ માર્યું. તેનાથી ઘાયલ થયેલો તે હાથી ચીસો પાડવા લાગ્યો. ।।૨૧।। ૩૩૨ કુંવરે મહાવતને બોલાવીને આજ્ઞા કરી કે હવે હાથીને લઈ જાઓ. એટલે મહાવત હાથી ઉપર ચડ્યો. કુમાર હાથી થકી નીચે ઊતરી ગયો. ઘેટાંની જેમ ધૂળમાં આળોટતો તે હાથીને મહાવત હાથીશાળામાં લઈ ગયો. આલાન (ખીલે) બાંધી દીધો. ।૨૨।। ધમ્મિલનું આવું મહાપરાક્રમ જોઈને નગરજનો ઘણું આશ્ચર્ય પામ્યા અને તેની સ્તુતિ (વખાણ) કરવા લાગ્યા. કપિલરાજા પણ વિસ્મય પામ્યો. રાજાએ જમાઇરાજાને આદરસહિત રાજદરબારે બોલાવ્યા. જમાઈનું પરાક્રમ સાંભળી રાણી (સાસુજી)નો પણ હરખ મા’તો નથી. ।।૨૩। હવે તો ચંપાનગરીમાં ઘે૨ ઘે૨ હર્ષનાં વધામણાં થવા લાગ્યાં. ઘેર ઘેર કુંવરના પરાક્રમની ગાથાઓ ગવાવા લાગી. રાજાએ ગુણિયલ જમાઈને પૂછવાથી કુંવરે પણ અશ્વહરણથી માંડીને સંક્ષેપથી પ્રાપ્ત થયેલી ઔષધિની વાતો કરી. સમય થતાં રાજાએ કુમારને વિદાય આપી. ।।૨૪।। હર્ષથી મલપતો કુમાર કેશરી સિંહની જેમ પોતાના ઘ૨ ભણી ચાલ્યો. સેવક વર્ગ સામો આવ્યો અને તે સૌ કુમારના ચરણે નમ્યા. ઘેર આવેલ ધમ્મિલને, માતા કમળસેનાએ માથેથી લૂણ ઉતારીને પછી પ્રવેશ કરાવ્યો. II૨૫॥ પોતાના આવાસમાં જતાં જ ધમ્મિલને વિમળસેના પ્રેમથી ભેટી પડી. તેની રોમરાજી ઘણી વિકસ્વર થઈ. આનંદના અતિરેકે વિમળાએ પહેરેલી કંચૂકી ફાટફાટ થવા લાગી. આ રીતે પાંચમાં ખંડની આ પાંચમી ઢાળ શ્રી શુભવી૨વીજયજી મહારાજે પૂર્ણ કરી. ૨૬ ખંડ – ૫ ની ઢાળ : ૫ સમાપ્ત - -: દોહા :પરણેવા કન્યકા, ઉજમાલ; સાગરદત્ત તે તેડું કરતાં તે કહે, વાન ચૂક્યો ફાળ. ॥૧॥ જંબુક પરે નાશી ગયો, સોંપી અમ જમરાય; ફરી જન્મી ઘર જનકને, ધમ્મિલ કુંવર પસાય. III વર કન્યા કરી ઢીંગલાં, રમીયાં ગેહ મોઝાર, રમત બની તે નગરમાં, ફોગટ બાળ વિચાર In અમે ન૨ ઉત્તમ બાલિકા, તું પશુ જંબુક જાત; ચિત્રક પીંછી રંગની, શંખ ન ફરશે ભાત ॥૪॥ ગજ ભયને સુંદરગણું, રાંકથી છૂટાં જેણ; શૂળીનું શુચિએ ગયું, જનમની ભીત ખિણેણ. ॥૫॥ આશા અમચી પરિહરી, રહો નિજ ઘે૨ મોઝાર, ભય કંપન ઔષધ કરી, પછે નીકળજો બાર ।।૬।।
SR No.005785
Book TitleDhammilkumar Ras
Original Sutra AuthorN/A
AuthorJitkalpashreeji
PublisherDevi Kamal Swadhyay Mandir
Publication Year2009
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy