________________
ખંડ - ૫: ઢાળ - ૫
૩૩૧
" પિતાએ પુત્રને પરણાવવા મોટા મોટા શ્રેષ્ઠીઓની આઠ કન્યા, ઘણા મનોરથ થકી મેળવી છે. પુત્રના લગ્ન લીધાં છે. લગ્ન હોવાથી હમણાં તે આઠ દિશાની આઠ કુમારિકાની જેમ તે ભેગી થઈને સ્નાત્ર-મહોત્સવ ઉજવવા આઠે કન્યા અને તેમનો ભાવિ પતિ સાગરદત્ત સાજન માજન સાથે જઈ રહ્યા છે. તે કન્યાનાં નામ આ પ્રમાણે છે તે સાંભળો. IIટા દેવકી આદિ ધનશ્રી, કુમુદાનંદા, પદ્મશ્રી, કમળશ્રી, ચંદ્રશ્રી, વિમળા અને વસુમતી. આ આઠેય કન્યા, પોતાના પતિ સાથે રથમાં બેસીને જઈ રહી છે. આ આઠ કન્યારત્ન ઘણી લક્ષણવંતી છે. આ રાંકડાના (સમુદ્રદત્તના) હાથમાં ભાગ્યયોગે આવી ગઈ છે. ૯+૧૦ગા. ન કહેવાય છે કે, વિધાતાએ સર્વ જગ્યાએ કંઈને કંઈ દૂષણ મૂકેલાં છે. ચંદ્રને કલંકિત કર્યો. રૂપમાં દૌભગ્ય મૂક્યું. દંપતીના રાગમાં વિયોગ મૂક્યો. કમળની નાળમાં કાંટા મૂક્યા./૧૧// સમુદ્રના જળમાં ખારાશ, પંડિતજનને નિર્ધન કર્યા, ધનવાનોમાં પણતા વળી રત્નમાં દૂષણ મૂક્યું છે. ૧૨
સમુદ્રદત્ત પલાયન :- ધમિલ અને આ માણસ વાતો કરતા હતા. તો તેવામાં મદે ચડેલો હાથી જમરાજાની જેમ ચૌટામાં આવી ગયો. નાસભાગ થવા લાગી. અને કારમો કોલાહલ થવા લાગ્યો. “સાપ નોળિયા જાયે” એકબીજાની પાછળ સૌ દોડવા લાગ્યા. સાગરદત્તના વરઘોડામાં વાણિયાઓ વેગળા નાસી ગયા..જે સુભટો સાથે હતા તે પણ જીવ લઈને નાસી ગયા. ગાંડો હાથી આવ્યો. કોણ ઊભું રહે? વરરાજા (કુંવારો) સાગરદત્ત પણ તે વખતે પોતાનો જીવ બચાવવા આઠેય કન્યાઓને તરછોડી ચીવર(વસ્ત્ર) જે બાંધ્યા હતા તે ફેંકીને જ નાસી ગયો. ૧૩+૧૪ો જીવિતથી નિરાશ થયેલી રથમાં રહેલી આઠેય કન્યાઓ “કિં કર્તવ્ય મૂઢ થયેલી, મૃગલાની પેઠે ભય પામવા લાગી. અને દશે દિશામાં જોતી રોતી. ચિત્તમાં મૂંઝાતી, વૃક્ષના પાંદડાની જેમ ધ્રૂજતી કન્યાઓ ત્યાં જ ઊભી રહી સ્થિર થઈ ગઈ. //૧પો
જયારે સૂંઢ ઉછાળતો તે હાથી કમલિની સમાન તે કન્યાઓ ઉપર ધસવા આવ્યો. તે જોઈને દયાળુ ધમિલ કન્યાઓ પાસે પહોંચી ગયો અને બોલ્યો. તે બાળાઓ ! તમે ભય ન પામો. ૧૬ll રથથી નીચે ઊતરેલી તે આઠે કન્યાઓને રથમાં પાછી બેસાડી દીધી. અને રથને નદીકિનારે લઈ ગયો. જ્યાં તે કન્યાનાં માતાપિતા રોતાં હતાં ત્યાં તેમની પાસે મૂકી દીધી. માતાપિતાના કંઠે વળગીને આઠે કન્યાઓ ઘણી રડવા લાગી. ||૧૭ll
ધમ્મિલ તે કન્યાઓને ત્યાં મૂકી ત્વરિત ગતિએ ચૌટામાં આવી ગયો. યોગી પાસેથી મળેલી ગજશતબલ ઔષધી જડીબુટ્ટી હાથમાં લીધી અને પોતાની ભુજાએ બાંધી દીધી. તરત જ હાથીની સન્મુખ દોડ્યો. હાથી સામે જઈ જોરદાર મોટેથી હાકોટો કર્યો. હાથીને પડકાર ફેંક્યો. હાકોટો સાંભળી હાથી ઘણો ખિજાયો. ૧૮.
ધમ્મિલનું પરાક્રમ - ખિજાયેલો હાથી સર્વને છોડીને ધમ્મિલની સામે ધસ્યો. ધમ્મિલને મારવા દોડ્યો. કુંવર પણ આંટી ઘૂટી કરતો આમતેમ દોડતો હતો. પણ હાથીના પંજામાં આવતો ન હતો. હાથી ધમિલની પાછળ દોડે જતો હતો. ચૌટામાં મોટું ધમસાણ મચી ગયું. દૂર દૂર લોકોનાં ટોળાં ઘણા ભેગા થવા લાગ્યાં. ઘણો વખત કુંવરે હાથીને દોડાવ્ય જ રાખ્યો. તેથી હાથી ઘણો થાક્યો. ને ત્રાસ પણ પામ્યો. હાથીનો સર્વમદ ઊતરી ગયો એટલે તરત જ દંતશૂળ પકડીને ધમ્મિલ બળપૂર્વક હાથીના શિરપર ચડી ગયો. ૧૯