________________
ખંડ - : ઢાળ - ૧
૦૫
ધારણ કરતો હતો. વળી હોઠ તો પરવાળાના રંગ જેવા લાલ શોભી રહ્યા હતા. //પા કુંવર ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. ત્યાં શેઠની હવેલી પાસેથી નીકળ્યો. કામદેવના અવતાર સરખા કુમારને મદનમંજરીએ જોયો અને મનમાં ચિંતવવા લાગી. રે ! આ તો મારો પ્રિયતમ ! મારા પ્રિયતમને કમલસેનાએ વશ કર્યો ? કેટલા દિવસે દર્શન થયાં ? ll
લાવ ! એમને કંઈક અણસાર તો આપું. એમ વિચારી ચતુરાઈપૂર્વક, અલંકારિક લાલિત્યપૂર્ણ વચનો વડે સુંદર એવો લેખ સ્વહસ્તે લખીને ઉપરથી સીલ લગાવીને સખીની સાથે મોકલ્યો. llણા.
મદનમંજરીનો લેખ (પત્ર) - ચતુર ને વળી સ્વામીના કામને શોભાવનારી એવી સખી, કેબીમાં માલતીનાં ફૂલો અને અક્ષત લઈ લેખ આપવા ગઈ. એકાંતમાં જઈ કુંવરને અક્ષત અને ફૂલથી પ્રેમપૂર્વક વધાવ્યા. IIટા અને પછી કાર્યમાં પરિપક્વ એવી ચતુર દાસીએ વિનયપૂર્વક કુમારના હાથમાં લેખ (પત્ર) આપ્યો. હૃદયમાં પૂર્ણ પ્રીતને ધારણ કરતો કુમાર સીલ ઉખેડીને લેખ વાંચવા લાગ્યો. લા.
ઢાળ પહેલી
(તોરણથી રથ ફેરીયો રે હાં...એ દેશી) નંદસુતા નમી નાથને હો રાજ, નયણે ભરીયાં નીર; મેરે૦ અરજ કરૂં અવનીપતિ હો રાજ, ભીંજ્યાં લખતાં ચીર. મેરે વાલા. ૩/૧ પટ્ટરાણી પદ પાઠવી હો રાજ, પિયુડે કરી પરિહાર, મેરે સાખી વનતરૂ વ્યંતરા હો રાજ, કંતકોલ કરનાર, મેરે વાલા. //રા વાત રહી તે વેગલી હો રાજ, કિણ દિશિ વાયો સમીર; મેરે પણ છિલ્લર જલ કોણ પીવે હો રાજ, પામી ગંગા નીર.મેરે વાલા. ૩ સૂર્ય વિભાત પૂરવ દિશે હો રાજ, પશ્ચિમ રાત્રિ રહાય, મેરે૦ મહિલા દો મન સાચવે હો રાજ, દિનમણિ જગતનો રાય. મેરે વાલા./૪ કેતકી માલતી મોહી રહ્યો હો રાજ, ભમરો વન ભટકાય; મેરે). જાઈ ચમેલી ફૂલની હો રાજ, સુગંધ લેતી જાય. મેરે વાલા.//પા પ્રેમ ભરી પૂરવ પ્રિયા હો રાજ, સમરી તિહાં આવત; મેરે દેખી દવ બલી કેતકી હો રાજ, તસ રક્ષાએ લૂટંત. મેરે વાલા. Ill દેખી હંસ વિયોગીઓ હો રાજ, પૂછે કિમ લોટાય; મેરે.. ભમર કહે વિરહ દહે હો રાજ, તનુ રક્ષાએ ઠહરાય, મેરે વાલા. શા મરૂઓ ડમરો નહી રૂચે હો રાજ, કેતકી લાગ્યો પ્રેમ; મેરે.. વેધકગતિ વેધક લહે હો રાજ, મૂરખ જાણે કેમ. મેરે વાલા. IIટા હંસ કહે હું વેધકી હો રાજ, પૂછું તુજને એમ; મેરે કાલુ તુજ સવિ અંગ છે હો રાજ, પૂંઠે પીળો કેમ. મેરે વાલહા..લા