________________
અથ દ્વિતીય ખંડ પ્રારંભ -: દોહા :
શુભગુરૂ ચરણ કમલ નમી, કહીશું આગલ વાત; ધમ્મિલ આગે મુનિવરે, ભાંખ્યા નિજ અવદાત. ॥૧॥ પ્રથમખંડ અખંડ રસ, પૂર્ણ હુઓ સુપ્રમાણ; બીજો ખંડ કહું હવે, સુણજો વિકસિત જાણ ॥૨॥ ધાર્મિક પંડિત કૌતુકી, વૈરાગી નર નાર; ઐસી કથા આગલ કહું, તસ ચિત્ત રંજનહાર. ઘણા એક દિન ૨મવા નીકલ્યો, અગડદત્ત સવિવેક; પગ પગ દેખણ કારણે, મળિયા લોક અનેક. ॥૪॥ મુખ સોહે પૂરણ શશી, અર્ધચંદ્ર સમભાલ; તપનોપમ તેજે કરી, અધર અરૂણ પરવાલ. ॥૫॥ મદનમંજરી દેખતી, કામદેવ અવતાર, કમલસેનાયે વશ કિયો, ચિંતે મુજ ભરતાર. ॥૬॥ લેખ લખી ચતુરાઇશું, લલિત વચન નિજ હાથ; ઉપ૨ મુદ્રા દેઇને, મોકલતી સખી સાથ. Ill માલતી ફૂલ ૨કેબીમાં, અક્ષત લેખ સમેત; એકાંતે જઈ કુંવરને, વધાવતી ધરી હેત ॥૮॥ લેખ દીયે તસ હાથમાં, વૃદ્ધ સખી સુવિનીતવાંચે કુંવર ઉખેલીને, પૂરણ ધરતો પ્રીત. શાણા
શ્રી શુભવિજયગુરુ ભગવંતનાં ચરણકમળમાં નમસ્કાર કરીને આગળ શું શું બન્યું ? તે વાત હવે કહીશું. ધમ્મિલકુમારની આગળ (જંગલમાં વૃક્ષ નીચે બેઠેલા) અગડદત્ત મુનિએ અહીં સુધીનો વૃત્તાંત કહ્યો. ।।૧।। આ પ્રમાણે પ્રથમ ખંડ સુયુક્તિઓથી અખંડ રસવાળો પૂર્ણ થયો. રાસકર્તા હવે બીજા ખંડમાં કહે છે કે “હે બુદ્ધિશાળી ! તમે સૌ પ્રફુલ્લિત હૃદયવાળા થઈને આ કથાને આગળ સાંભળો. ॥૨॥
ધાર્મિક પંડિત-કૌતુકી, વૈરાગી જે નરનારીઓ છે. તેમને એવા પ્રકારની કથા આગળ કહું છું કે જે તેઓના ચિત્તને આનંદ આપનારી થશે. IIII હવે કમલસેના સાથે મહેલમાં આનંદ કરતો અગડદત્ત વિવેકપૂર્વક એક દિવસ રમવા મહેલમાંથી નીકળીને ચૌટામાં જઈ રહ્યો છે. તેનું એક એક પગલું જોવાને માટે અનેક લોકો ભેગા થયાં છે. ।।૪।।
પૂર્ણિમાના ચંદ્ર સરખું તેનું મુખ, અર્ધ ચંદ્રાકારે કપાળ, શોભી રહ્યું હતું. તેજથી તે-સૂર્યની ઉપમાને