________________
ખંડ - ૨ : ઢાળ - ૧૦
૧૨૫
છીએ. (આમ તો ક્ષાયિક શક્તિને પ્રભુ ! આપે તો પ્રગટ કરી છે.) લોકના અગ્રભાગે રહેલા આપને અહીં સુધી લાવવા તે તો મુશ્કેલ કાર્ય છે. છતાં ભક્તિથી ખેંચીને લાવ્યાં. તેટલો સમય તે શક્તિ વેગળી હશે ? ।।૨૦। આવી અનેક પ્રકારની ભક્તિથી ભાવનારૂપી સાંકળને રચતો કુંવર પ્રાસાદથી બહાર નીકળ્યો. આજુબાજુ જોતાં જોતાં જતાં તેણે એક સુંદર એવું અશોકવૃક્ષ જોયું. ॥૨૧॥
મુક્તિનો મેળાપ :- તે જ વનમાં જાણે કોઈ આવવાનો સંકેત થયો હોય તેમ કુમાર આમ તેમ જુએ છે. ત્યારે ગગનમંડળમાંથી ચાર જ્ઞાનના ધણી એવા મુનિભગવંત પરિવાર સહિત ઊતર્યા. ॥૨૨॥
જંગમતીર્થ અને કલ્પવૃક્ષ સમાન, શાંતરસરૂપી અમૃતના સાગર જેવા અને જેનું નામ છે તેવા જ જેમના પરિણામ છે એવા સાહસગતિ સૂરીશ્વરજી તે અશોકવૃક્ષ નીચે બિરાજમાન થયા છે. I॥૨૩॥ સંસારનાં દુઃખરૂપી દાવાનળની ઝાળમાં બળતાં પ્રાણીઓને શીતળછાયા સરખાં અર્થાત્ સંસારમાં ભલે સ્ત્રી-પુત્ર વગેરે હોય પણ, છતાં ખરા દુઃખમાં વિસામા સરખા આ મુનિવરો છે. ૨૪ રોહણગિરિની અંદર જેમ રત્નોની પ્રાપ્તિ થાય, તેમ આ અટવીમાં મેઘધ્વનિ સરખી વાણીને સંભળાવતા મુનિવરને દેખી કુંવર આનંદ પામ્યો અને તરત જ ત્યાં આગળ આવીને સૂરિજીને વંદન કર્યાં. ॥૨૫॥
ભૂખ-તૃષ્ણા આદિ અંત૨વેદનાને ત્યજીને વિનયપૂર્વક તે દેશના સાંભળવા બેઠો. ત્યાં ગુરુમહારાજ દેશના આપે છે. કહે છે કે “હે ભવ્યો ! દશ દષ્ટાંતે દોહીલો મળેલો માનવભવ ધર્મ કર્યા વિના આ જીવ બધું હારી જાય છે. માનવભવમાં સદ્ગુરુનાં વચનને અનુસરી યથાશક્તિ વ્રતને ધારણ કરે છે તે આત્મા સંસારરૂપી ગહનવનને ઓળંગી કર્મના મર્મને ભેદીને શિવવધૂનાં સુખને જીવાત્મા મેળવે છે.॥૨૬॥ આ રીતે બીજાખંડને વિશે મુક્તિનો મેળાપ કરાવનારી દશમી ઢાળ સમાપ્ત કરતાં વીરવિજયજી મહારાજ કહે છે કે કુંવરને જંગલમાં મંગલ થયું અને બીજો ખંડ પણ પૂરો થયો. ।।૨૭।
ચોપાઇ
ખંડે ખંડે મધુરતા ઘણી, ધમ્મિલકુંવર ચરિત્રે ભણી;
કહે મુનિ વિતક ધમ્મિલ સુણો, શ્રી શુભવીર વચન રસ ઘણો. ॥૧॥
આ રીતે ધમ્મિલકુમાર ચરિત્રમાં એક ખંડ કરતાં બીજા ખંડમાં ઘણી મધુરતા રહેલી છે. શ્રી શુભવીરનાં વચનમાં ઘણો રસ રહેલો છે. હવે (અગડદત્ત) મુનિ આગળ કહી રહ્યા છે. હે ધમ્મિલ ! આગળ શું વીતક બની તે તું સાંભળ ! ॥૧॥
તપોગચ્છાધિરાજ ભટ્ટારકથી વિજયસિંહસૂરીશ્વરજીશિષ્ય, સંવિજ્ઞ પંડિત શ્રી સત્યવિજયગણિ, શિષ્યપંડિત કપૂરવિજયગણિ, શિષ્ય પંડિત ક્ષમાવિજય ગણિ, શિષ્ય પંડિત યશોવિજયગણિ, શિષ્ય પંડિત શિરોરત્નશ્રી શુભવિજયગણિ, શિષ્ય પંડિતશ્રી વીરવિજયગણિ, વિરચિત શ્રી ધમ્મિલકુમાર ચરિત્રે પ્રાકૃત પ્રબંધે દ્વિતીયખંડ સંપૂર્ણ. Iસર્વગાથા।।૩૩૯।।
-
આ ખંડમાં, મદનમંજરીનો પત્ર – કુમારનો જવાબ, પિતાનો સંદેશ, અગડદત્તનું પ્રયાણ, રસ્તામાં ભિલ્લુ સાથે યુદ્ધ, દુર્યોધન ચોરનું મૃત્યુ, હાથી-સિંહ-સર્પ આદિનું દમન, નગરપ્રવેશ, વસંતોત્સવ, સોદાગરનું આવવું, વક્રગતિ ઘોડા દ્વારા અગડદત્તનું અટવીમાં ઊતરવું, મંદિર જોવું અને મુનિનાં દર્શન વગેરે હકીકત બીજા ખંડમાં જોઈ.
ખંડ – ૨ પૂર્ણ દ્વિતીય ખંડની ઢાળ : ૧૦ સમાપ્ત