________________
૪૧
ધમ્પિલકુમાર રાસા સુત વિનયી તસ દોય છે. બહુલ કરે વ્યાપાર રે; દાનદયા તસ ચિત્ત વસી; દ્રવ્યતણો નહીં પાર રે...પા./૧૨ લાભે લોભ વધે ઘણો, ઇંધણથી જેમ આગ્ય રે; તૃષ્ણાદાહ સમાવવા, જલસમ જ્ઞાન વૈરાગ્ય રે...પા../૧૩ ગુરૂ વિણ જ્ઞાન ન સંપજે. તેણે અતિલોભ જમાવે રે માલ બહુલ વોરી કરી. સુંદર જાઝ ચઢાવે રે...પા./૧૪ માતપિતા સુત દોયણું, વાત એકાંત બનાવી રે, સહુ સાથે વહાણે ચઢ્યા, ઘર પરિકરને ભળાવી રે...પા./૧૫l. જલધિવર્ચે જાતાં થકાં, લાગ્યો પવન પ્રચંડ રે; પ્રભુ પ્રભુ કરતાં પ્રલય થયો; વહાણ થયું શતખંડ રે...પા./૧૬ll માતપિતા વધૂ સુત જલે, ડૂળ્યાં દૈવ ઉપરાંઠે રે; સુંદરશેઠ ફલક ગ્રહી, આવ્યો જલનિધિ કાંઠે રે...પા./૧૭ ભમતો અનુક્રમે આવીયો, ઠાણાપુર નિજ ગેહે રે; મૃતકારજ સહુના કરી, પરણ્યો નવી સ્ત્રી નેહે રે...પા./૧૮ાા. પુત્રવધૂ સુત સંતતી, પૂર્વ તણી પરે થાતી રે; પણ એક માત પિતા ગયાં, ભવ લગે બલતી છાતી રે...પા./૧લા એમ સુણી પાઠક પાય નમી, કુંવર કહે ગુરૂરાજ રે; આજ તુમે પ્રતિબોધિયો, સિધ્ધાં વાંછિત કાજ રે...પા. તાત મેં શિક્ષા શિર ધરી, મુજ મન શાસ્ત્ર કલાશું રે; , ભણી ગણી પિતૃપદાર્ચને, તુમ આણા લેઈ જાશું રે...પા..ર૧/ ધમ્પિલકુંવરના રાસની, એ કહી નવમી ઢાલ રે, શિક્ષા શ્રી શુભવીરની, વિનયી સુણો ઉજમાલ રે...પા.//રરા સમય થતાં છાત્રો(વિદ્યાર્થીઓ)ને વિદાય આપીને પંડિતે અગડદત્તને પ્રેમપૂર્વક પૂછયું કે હે પરદેશી ! ક્યાંથી આવ્યા ? ક્યાં જવાના ભાવ ? કયા દેશના વાસી? આપનું શુભ નામ? ITI વળી અહીં આવવાનું આપનું પ્રયોજન શું ? આપનો વંશ કયો ? તે પ્રેમથી પ્રકાશો. (કહો) જે સાંભળતાં અમારો આતમહંસ આનંદિત થાય. //રા.
અગડદત્તકુમાર પંડિતજીને ત્યાં - કુમારે પોતાનો સંપૂર્ણ પરિચય આપ્યો. છેલ્લે રાજસભામાં જે બન્યું હતું. તે પણ સઘળી વાત પંડિતની આગળ કહી. તે સાંભળી પંડિતજી બોલ્યા કે “હે વત્સ !” એક વાત સાંભળ. | જો તું માત-પિતાને છોડીને આવ્યો છે. તે સારું કર્યું નથી.