________________
ખંડ - ૪ : ઢાળ - ૯
૨૦૫
યાદ કરતાં આનંદમાં દિવસો જાય છે. એકદા રતિસુખ ભોગવતાં બંને વચ્ચે પ્રેમ-કલહ થયો. મીઠી મધુરી, વાતો કરતાં કરતાં પ્રિયા પિયુથી રિસાઈ. ધમિલે ઘણી મનાવી. મીઠાં વચનોથી પણ ઘણી સમજાવી. છતાં મૌન રહેલી વિમળા બોલતી નથી. ધમિલે વિમળાને બાહુપાશમાં જકડવા ખેંચી, તો વિમળા તેનો હાથ તરછોડવા લાગી. ||all
તરછોડેલો હાથ પાછો લેતાં ધમ્મિલ હસતાં હસતાં કહે છે “પ્રિયા ! ઉત્તમ સ્ત્રીઓ પોતાના પતિ સાથે ક્યારેય રૂસણાં ન લે. હે પ્રિયે ! તું આ રીતે રીસાય, તે તને શોભતું નથી. કદાચ ઘડી બે ઘડી રુસણાં હોય. લાંબો વખત રીસાઈ ન જવાય. જે સ્ત્રીને સ્વામી પ્રત્યે સાચો સ્નેહ હોય તો તે કંતનાં કડવાં વચનોને પણ સ્નેહથી અમૃત માનીને પી જાય છે. //૪ll પ્રિયે ! પતિ-પત્નીના રમણતામાં, સુખ ભોગવવામાં ચતુર સ્ત્રી પતિ સાથે ક્યારેય રસ ન કરે. નિપુણ સ્ત્રી નમ્ર બનીને સર્વને સહન કરતી હોય છે. ગુણવાન સ્વામીના સુખને અનુસરતી સુખ આપે, સુખ પામે. પતિના સુખે જ પોતાનું સુખ માનતી હોય. //પી
હા ! ખરેખર ! વસંતતિલકા નારી, આ જગતમાં ગુણનો ભંડાર હતી. ભાગ્યે જ એના જેવી સ્ત્રી મળે. (ધમ્મિલ પોતાના નગરમાં જે વેશ્યાને ત્યાં રહ્યો હતો. તે વેશ્યા વસંતતિલકાની આ વાત છે.) પ્રેમકલહમાં ક્યારેય મેં તેને રીસાતી જોઈ નથી. કદીક હું રીસાયો હોઉં તો...તો...તે મારા ઉપર અધિક પ્યાર ધારણ કરી મને મનાવી લેતી. એ તેનામાં મોટો ગુણ હતો. I૬ll ધમિલના મુખેથી ક્યારેય પહેલાં નહીં સાંભળેલું વચન સાંભળી, અકસ્માત જાણે તણખા ઝરતું બાણ વાગ્યું હોય, ને જે પીડા થાય, તેવી વેદના વિમળાને થઈ. કહેવાય છે કે “સ્ત્રીઓ સર્વ દુઃખ સહન કરે, પણ શોક્યના વખાણને ક્યારેય સહન ન કરી શકે. //.
અને તરત વિમળા ક્રોધમાં આવી. હોઠ ભીંસીને, માથામાં નાંખેલી વેણી, જે ધમિલે ગૂંથીને બાંધી હતી, તેને ઉછાળી દૂર ફેંકી દીધી. કમ્મર ઉપર રહેલો કંદોરો, આંગળીઓમાં રહેલી હેમમુદ્રાઓ (વીંટીઓ) ફેંકી દીધી. હૈયે રહેલો હાર પણ તોડીને ફેંકી દીધો. ગુસ્સામાં શું ન કરે? Iટ અશોકના પાન સરખા રક્ત, અને કમળના દલ સરખા સુકુમાર ચરણો વડે વિમળાએ ધમ્મિલને લાત લગાવી. અને ઇર્ષાથી ભરેલાં વેણ બોલવા લાગી.
ધમ્મિલનો ગૃહત્યાગ - “વસંતતિલકાનાં વખાણ કરો છો તમે, તેથી મને લાગે છે તમારા હૃદયમાં તે વસી છે. તો જાઓ ! તેના ઘેર જઈને રહો. તે તમને સાચો સ્નેહ કરનારી સાચી વલ્લભા છે. તો ભલે રહી. આ રીતે વિમળા આવેશમાં આવીને બોલવા લાગી. ૧૦ના ઇર્ષામાં બોલાયેલાં વિમળાનાં વચનો ધમિલે સાંભળી લીધાં. પળ જવા દીધી. અપમાન સહન કરી લઈને, જાણે કંઈ જ બન્યું નથી તે રીતે વર્તવા લાગ્યો. મીઠાશથી તેની સાથે વાત કરતાં, પ્રફુલ્લિત વદને રાત વિતાવી. ને સૂર્યોદય થતાં પહેલાં ગુપ્તપણે, કોઈ ન જાણે તે રીતે ઘરની બહાર નીકળી ગયો. I/૧૧//
ઢાળ નવમી (અનિ હાં રે વાલ્હોજી વાએ છે વાંસળી રે...એ દેશી) અનિહાં રે સ્વારથ મીઠો સંસારમાં રે, સવિ સ્વાથિયો સંસાર, માતા વલ્લભ બાળને રે, જો વન વલ્લભ નર નાર, ..સ્વા...//