________________
ધર્મિલકુમાર રાસ
અંધકારમાં ઘુવડો ઘૂ ઘૂ ક૨વા લાગ્યાં. તેવા સમયે શબર (ભિલ્લ) લોકોએ સંકેત કર્યો. અર્થાત્ રણશિંગું ફૂંક્યું. (સંકેત અનુસારે સર્વ ભિલ્લોને જાણ થઈ જાય.) II૩॥
૯૨
ભિલ્લોનું આક્રમણ :- મધ્યરાત્રિએ સુભટો નિર્ભય થઈને થાક ઉતારવા નિદ્રા લઈ રહ્યા હતા. સૈન્યની અંદર કોઈ ભટ (સુભટ) જલ્દી જાગે તેમ નથી. તેમ સમજી, તે સમયે ભિલ્લો ચકળવકળ આંખોવાળા એકસરખા લક્ષવાળા, અંધારિયા પક્ષમાંથી આવેલા કાળા-વિકરાળ શરીરવાળા, જમરાજે સંકેત કરીને મોકલ્યા ન હોય તેવા. II૪।। વળી કેવા ! કોઈના માથે ટોપી ન હોવાથી વિકરાળ વાળવાળા, હાથમાં તરવા૨ હોવાથી, પ્રેત સમાન, દારૂ પીધેલ વાંદરાની જેમ દાંત કચકચાવતા અને હીક હીક અવાજ કરતાં, હાથમાં ધનુષ્ય લઈને બાણ ચડાવીને, સૂતેલા સુભટો ઉપર ગુપ્તરીતે ધાડુ તૂટી પડ્યું. IIul
તે સમયે ગર્વથી ભરેલા યોદ્ધાઓ એકદમ ક્રોધિત થયા. હાથમાં તલવાર-ઢાલને ગ્રહણ કરીને ભિલ્લોની સામે દોડ્યા. તંબુમાં સૂતેલો કુમાર કોલાહલથી જાગી ગયો. હાથમાં સળગતી મશાલ લઈને તંબુ બહાર નીકળ્યો. મામલો જાણી લીધો. પોતાના રથ ઉપર સળગતી મશાલ ભરાવીને રથ ઉપર શૂરવીર યોદ્ધો થઈને ચડ્યો. અસીમ શૂરાતનથી આક્રાંત થયેલા ભિલ્લો સામે આવી ગયો. IFF
પલ્લીપતિ ભીમ પણ ઘણા ક્રોધમાં આવી ગયો. પોતાના ઘોડા ઉપર બેસીને કુમાર સામે આવી ગયો. જંગલમાં ઘો ઉ૫૨ જેમ વીજળી પડે, તેમ પલ્લીપતિ સૈન્યના સુભટો ઉપર તૂટી પડ્યો. IIII વાયુવડે જેમ વાદળ, સિંહ થકી હરણીયાંની જેમ ભીમરાજાના આવવા વડે કરીને કુમારના સૈન્યના સુભટો ભાગવા લાગ્યા. કુમારે જોયું. તરત જ કુમાર ઊઠ્યો. પ્રતાપી સૂર્યની જેમ રથને ભીમ સામે લાવી દીધો. અંધકાર નાશ પામે તેમ ભીમના સઘળાયે ભિલ્લો ત્રાસ પામીને નાશી ગયા. ।।૮।। પોતાનું સૈન્ય ભાગતું જોઈને ભીમરાજા મેઘની જેમ ગાજતો કુમારની સામે ધાયો. તીક્ષ્ણ બાણોને, પૃથ્વી ઉપર પાણીની જેમ વરસાવવા લાગ્યો. ભીમ પળનો વિસામો લેતો નથી. IIII જ્યારે કુમાર પણ કેસરી સિંહની જેમ ઉદ્ધત થઈને ભીમની સામે યુદ્ધ કરવા લાગ્યો. કુમા૨ પણ થાકતો નથી. એ વેળાએ જયલક્ષ્મી નામની દેવી હાથમાં વરમાળા લઈને આવી. જોવા લાગી. કોને વરમાળા પહેરાવું ? બંનેમાંથી એક પણ પાછા પડતા નથી. તે જોઈને સતીયપણું ધારણ કરીને સ્વર્ગમાં આવી ગઈ. ।।૧૦।
કુમાર વિચારે છે કે આ ભીમ બળ દાખવે જીતાય તેમ નથી. દુર્જય છે કોઈક છળ કરવું પડશે. તો જય મળશે. આવું વિચારતી મદનમંજરી પણ કુંવરને કહેવા લાગી. “હે સ્વામી ! આપ આજ્ઞા આપો. હું સારથી થઉં તો ક્ષણવારમાં દુર્જય ભીમને આપ જીતી જશો.” ।।૧૧।।
ભીમ હણાયો :- કુમારે અનુમતી આપી.મંજરીએ સારથીપણું સંભાળીને ઘોડાનું સંચાલન કરવા લાગી. તેનું રૂપ જોઈને ભીમ ચોંક્યો. કુમારના બાણથી ન વિંધાયો, પણ કામદેવનાં બાણથી, ભીષ્મપ્રતિજ્ઞા કર્યા વિના જ ભીમરાજા ભોંયતળિયે પડ્યો. ત્યારે કુમાર વિચાર્યું. ૧૨॥ પલ્લીનો અધિપતિ ભિલ્લ બોલ્યો કે હે રાજકુમાર ! મેં મારાં હાથે પલ્લીરાજને હણ્યો છે તેવો અહંકાર તું છોડી દેજે. કારણ કે ઇન્દ્રના અહંકારનો નાશ કરનાર એવા કામદેવનાં બાણથી, આ મારું શરીર હણાયું છે. તેથી “મરેલાને મારવો” એ રણનીતિ નથી. ।।૧૩।
કુમારનો વિજય :- હજારો કિરણવાળો, પોતાનાં કિરણોથી અંધકારના સમૂહને ભાંજતો, એવો સૂર્ય જયારે ઉદય પામ્યો, જગત પ્રકાશવાન થયું. ત્યારે અંધકાર સરખા કાળા શરીરને જોઈને કાગડા