________________
ખંડ - ૨ : ઢાળ - ૫
૯૩
કાકા બોલવા લાગ્યાં. અને ભયપ્રાપ્ત થતાં કાગડાઓ નાસી જાય, તેમ શબર (ભીલ્લો) નાસી ગયા. ll૧૪ો રણથી નિવૃત્ત થતાં કુંવરે રણભૂમિમાં નજર કરી તો પોતાનું સૈન્ય જોવામાં ન આવ્યું. કેટલાક મત્યુ પામ્યા. કેટલાક કષ્ટથી મત્યુ પામ્યા હતા. કેટલાક જીવતા હતા. તેને સાથે લઈને કુમારે જે મરેલા હતા તેમના શરીરનો અગ્નિદાહ કર્યો. ૧પા
સરોવરના જલથી સ્નાન કરી, દંતધાવન કર્યું. વૃક્ષ નીચે દંપતી આરામ કરવા બેઠાં. આ પ્રમાણે બીજા ખંડની ચોથી ઢાળ સમાપ્ત કરતાં શ્રી વીરવિજયજી મહારાજ કહે છે કે ધર્મથી જ જીવો સુખને પ્રાપ્ત કરે છે. ll૧૬ll કમલસેના જે રથમાં હતી તે રથને લઈને પોતાના રક્ષણાર્થી ચુનંદા સૈનિક લઈને આગળ નીકળી ગઈ હતી. જે આગળ જતાં એ ભેગાં થશે. ( દ્વિતીય ખંડની ઢાળઃ ૪ સમાપ્ત
- દોહા :બાણ લૂણીર પૂંઠે ધરી, કામુક હાથ ધરંત; એક રÈ કરી નારણું, અલ્પ સુભટશું ચલત. અરધે પંથે આવીયા, પુરુષ મલ્યા તવ દોય; કુંવર પૂછે પંથનો; વ્યતિકર ભાંખે સોય. રા. મોટો વહેતો માર્ગ એ, શંખપુરી શિર જાય; બીજો પંથ એ ટૂકડો; છે પણ વિષમ કહાય. Ian. ધન લૂટે પ્રાણી હણી, દુષ્ટગતિ પરિણામ; ચોર ફરે બહુ રૂપશું, દુર્યોધન તસ નામ. I૪ વળી વનહસ્તી એક ફરે, કાલ સમો વિકરાલ;
મત્ત મૃગેન્દ્ર રણે ફરે, દીએ ઉછલતી ફાલ. પા. - ' રણ અરધું કાપ્યું તમે, આગે અર્ધપ્રયાણ;
પંથ યશારૂચિએ ચલો, તમને કોડ કલ્યાણ. IIll આગળ પ્રયાણ આદર્યું. કુમારે બાણનું ભાથું પીઠ ઉપર મૂક્યું અને હાથમાં ધનુષને ધારણ કર્યું. રથમાં નારીને બેસાડી, થોડા સુભટો રહ્યા હતા તે સાથે ચાલતો કુમાર શંખપુરીના માર્ગે ચાલવા લાગ્યો. ||૧|| - માર્ગની પૃચ્છા - અનુક્રમે અર્ધપંથ કાપતાં, માર્ગમાં તેઓને બે પુરુષો સામેથી આવતા મળ્યા. કુમારે તેઓને હાથ જોડી પ્રણામ કર્યા. પૂછ્યું. “ભાઈઓ ! આ આગળ જતા માર્ગ ક્યાં જાય છે?” ત્યારે તે ભાઈઓ પણ માર્ગ સંબંધી વૃત્તાંત કહેવા લાગ્યા. /રા રે પરદેશી ! અહીંથી આગળ જતાં તમને બે રસ્તા મળશે. જે મોટો માર્ગ જાય છે તે લાંબો છે. પણ તે નિર્વિને શંખપુરી નગરીમાં લઈ જશે. બીજો રસ્તો ઘણો નજીકનો છે. પણ તે વિષમ અને ભય ભરેલો છે. ૩ll , ' ટુંકડા રસ્તે જતાં માર્ગમાં દુર્યોધન નામે જબ્બર મોટો ચોર છે સઘળું બહુરૂપીની માફક રૂપ બદલી