SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ ધાર્મિલકુમાર રાસ વસુદેવહીંડેએ કહ્યાં, સુંદર દો દૃષ્ટાંત; સમજુને સમજાવવાં, એ છે મંત્ર મહંત; ll૪ll વળતું તવ વિમળા વદે, કરશું સર્વ પ્રકાર તવ કમલા અરિદમણનો કહે હર્ષે અધિકાર આપી નમ્ર બનેલી વિમળા ધાવમાતાને કહે છે મા ! તેં વાત કહી તે બધી બરાબર છે. ઘણું કહેવાથી મારું મન તારી વાત માનવા તૈયાર થયું છે. પણ મા ! હિતકારી એવા તારા વચનનો તિરસ્કાર કોણ કરે? વસુદત્તાનું ચરિત્ર તો મેં સાંભળ્યું. પણ તમે રાજા શત્રુદમન (જ અરિદમન) રાજાની વાત કરતાં હતાં. તો તે રાજાની વાર્તા મને કહો. IIT કમળા કહે છે કે મને કહેવાની ટેવ છે અને તારે સાંભળવાની ટેવ છે. હું મારી ટેવ ન છોડું, તું તારી ટેવ ન છોડે. હું જે કહું તે બધું નકામું. નિરર્થક બનીને રહે છે. તને કંઈ અસર થતી નથી. માત્ર સાંભળવાથી શું? કંઈક સુધારો થાય તો કામનો ! //રા પણ જો તું પ્રભાતે ધર્મિલની સાથે વનક્રીડા કરવા જાય તો આ વાર્તા કથા તને કહું તો મારું બોલ્યું ને તારું . સાંભળ્યું એમ બંનેનું સર્વકાર્ય સિદ્ધ થાય છે મારી વાત મંજૂર? Imall વસુદેવહિંડી નામના ગ્રંથમાં સુંદર મજાનાં બે દષ્ટાંત આવે છે. સમજુને સમજાવવા માટે મોટા મંત્ર સરખા છે. તું સમજે તો કામના છે. જો વળતું વિમળા બોલી. “મા ! તમે જે પ્રકારે કહેશો, તે સઘળું હું કરવા તૈયાર છું. પણ મને તે કથા કહો. ત્યારે કમળાને લાગ્યું કે હવે આ કંઈક રીઝી છે. મારી વાત માનવા તૈયાર થઈ છે. લાગ્યું કે ધમ્મિલની સાથે જવા તૈયાર છે. તેથી તરત જ દીકરીનું મન જીતવા “અરિદમન રાજા”ની કથાને આનંદમાં આવીને કહેવા લાગી. /પા ઢાળ સાતમી (જુઓ જુઓ અચરિજ અતિ ભલું...એ દેશી) આપ દે છબીલા છલવરે, તો રાંક તણી શી વાત હો, ત્રંબાવતી નગરીનો ધણી, અરિદમન નામ વિખ્યાત હો....આપ.IIII તસ રાણી સતી પ્રીતિમતી, પ્રિયા સાથે પ્રેમ અથાહ હો, સહ પંકિલિય તસ મિત્ત છે, ધણવઈ નામા સથવાહ હો...આપ.l/રા એક બાળક ધનપતિને ઘરે, મૃત માતપિતાદિક તાસ હો; ખાઈ કુકરા કંડનશાળમાં, વયે નામ ઠવ્યું કોકાસ હો....આપ.llal સજી ઝાઝ જવનદ્વીપ વાણી, ધણવઈ સથ્થવાહનો પુત્ત હો; ધન વસુનામા જલધિ ચડ્યો, કોકાસ સખા સંજુત હો...આપ..જા જઈ જવનદ્વીપ તટે નાંગયાં, દિન થોડે સુંદર વાય હો; ભરી વસ્તુ તંબી તાંણીયા, ક્રય વિજય બહુલ થાય હો....આપ../પી. રથકાર કલાનિધિ તે પુરે, ભણે છાત્ર ઘણા તસ પાસ હો, કઠ કર્મવિનય કરી શીખતો, તમ પાસ જઈ કોકાસ હો...આપ..લા.
SR No.005785
Book TitleDhammilkumar Ras
Original Sutra AuthorN/A
AuthorJitkalpashreeji
PublisherDevi Kamal Swadhyay Mandir
Publication Year2009
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy