________________
૩૮૬
ધર્મિલકુમાર રાસ
હે સુંદરી ! હું ચાલ્યો ગયો છું. તે તમો અઢારે કઈ રીતે જાણ્યું? જયારે કુમારે પૂછ્યું ત્યારે વિદ્યુતતા કહે છે - હે આર્યકુમાર ! વીતેલી વાતો સાંભળવી છે. તો કહું તે તમે સાંભળો અને મનથી આનંદ પામો. હે મનમોહન ! હમણાં તો અઢારે કન્યા મારી વાટ જોતી હશે. છતાં ટૂંકમાં તમને કહું છું. વિદ્યુત્પતિ આદિ અમે સહિયરો આનંદિત થઈને બેઠી હતી. ૧મિત્રસેનાને અમારા ભાઈની ખબર લેવા મોકલી હતી. મિત્રસેના પાછી આવી. અને બધી વાત કરી. બંધુ હણાયો જાણી અમને ઘણું દુઃખ થયું. મિત્રસેનાએ કહ્યું કે હણનાર પુરુષને વૃક્ષ નીચે ઊભા રહેવાનું કહીને હું આવી છું. હવે શું કરવું છે ! અમે તો વિચારવા લાગ્યાં. જ્ઞાની ભગવંતે કહ્યું હતું તે વચન આજે સિદ્ધ ને સાચું થયું છે. ભાઈ તો ગયો. પણ હવે તે જ આપણો કંતસ્વામી છે. તેને મેળવીને હવે આ અવતારને સફળ કરીએ. //રા.
અમે ખેદને દૂર કર્યો. અમે બધી એકમના એક વિચારવાળી સંમત થઈ. તરત જ મિત્રસેનાને તમારી પાસે મોકલી. અને કહ્યું કે ઝટ જા ! હવે આપણા ભાવિ પતિને જલ્દી લઈ આવ. તમને કરેલ સંકેત અનુસાર તે ત્યાં ન આવતાં મહેલની અગાશીયે પહોંચી. હર્ષમાં દીવાની થયેલી મિત્રસેના ભાન ભૂલી. રક્તવર્ણની ધજા ન હલાવતાં શ્વેતવર્ણની ધજા ફરકાવી દીધી. ૩તે પછી ઘણો વખત થઈ ગયો. પણ તમે ન આવ્યા. તેથી તે મિત્રસેના નદીના કાંઠે વૃક્ષની હરોળમાં જ્યાં તમે ઊભા હતા ત્યાં પહોંચી. પછી તમે ન મળ્યા. વનમાં, વનની લત્તાકુંજમાં, નદી નાળામાં, તે બધી જગ્યાએ ફરી ફરી જોઈ વળી. પણ તમે ક્યાંય ન મળ્યા. વૃક્ષ વૃક્ષે ફરી ફરીને જોયું. પણ પ્રિયતમ મનમોહન ક્યાંયે જોયા નહીં. બિચારી થાકીને પાછી આવી. મંદિરમાં આવીને મોટે મોટેથી રોવા લાગી. //૪
અમે સૌએ ભેગાં થઈને પૂછ્યું. “શું થયું?” તેણે કહ્યું, “રે ! બેન ! મારી મોટી ભૂલ થઈ ગઈ. છે. સંકેત પ્રમાણે લાલ ધજાને બદલે સફેદ ધજા ફરકાવી. આપણા પ્રિયતમ મને જંગલમાં ક્યાંયે ન મળ્યા. દૂર દૂર દેશાવર ચાલ્યા ગયા. એટલામાં ક્યાં ચાલ્યા ગયા હશે. મેં ઘણું ઘણું બધે જોયું. પણ ન મળ્યા. બધાની બાજી મેં બગાડી છે.” //પા મારી બેનના હુકમથી હું તમને શોધવા નીકળી. તમને જોવા માટે દેશ-પરદેશ ચાલી નીકળી. જતાં રસ્તામાં એક નિમિત્તિયો મળ્યો. તમારે વિષે મેં પૃચ્છા કરી. અમારા મનનો માનીતો તે નરવર હમણાં ક્યાં છે? ત્યારે નિમિત્તિકે કહ્યું. હે “આગળ તમે જાવ છો તો મોટું વન આવશે. એ વનમાં ચાર યોગી વસે છે. તે ચારે યોગી તારા પતિ પ્રત્યે ઘણો સ્નેહ દાખવે છે. તે જોગી પાસે તારો સ્વામી હાલમાં છે.” તેથી ત્યાંથી હું ઉતાવળી વનમાં ગઈ. પણ માત્ર ચાર યોગી જોયા. તમને ન જોયા. તેથી સહજ ચિંતા થઈ. હવે તે ક્યાં ગયા હશે ? ||૬+છી
પછી હસતી હસતી ધમિલને વિદ્યુતતા કહે છે કે તે વખતે મને વિચાર આવ્યો કે આ જોગીઓની સંગતે શું જોગી થઈ ગયા હશે ? બાવા જ બની ગયા હશે? પણ બાવાના રૂપે પાંચ જણા હોવા જોઈએને ! જોગી માત્ર ચાર હતા. તેથી વળી ત્યાંથી નીકળી ગઈ. ગામ-નગર-એટ-પર્વત-વનનદીનાળાં વગેરે જુદા જુદા સ્થાને જોવા લાગી. જાણે કે ભૂત વળગ્યું ન હોય તેવી દશામાં હું બધે જોતી હતી. I૮ ભૂમિ ઉપર ઘણું ભટકી. પછી તમને ક્યાંયે ન ભાળ્યા. પછી તો હું ગગનમંડળમાં ફરવા લાગી. તમને શોધવા લાગી. ગિરિ-કંદરા અને શિખરો ઉપર ચડીને ચારે બાજુ જોવા લાગી. ત્યારે દૂર દૂર એક સિદ્ધપુરુષ જોવામાં આવ્યો. અષ્ટાંગયોગને ધારણ કરતો તે વનમાં રહ્યો હતો. મેં તે સિદ્ધપુરુષને પણ તમારા માટે પ્રશ્ન પૂછ્યો. ત્યારે તે કહે હું સમાધિ લગાવીને પછી કહું. હું ત્યાં સુધી ત્યાં બેઠી. યોગી સમાધિયુક્ત ધ્યાનમાં બેઠા. થોડીવાર પછી મને કહ્યું. બેટી ! તું જેને શોધે છે તે હાલ કર્બટરાજાની કુંવરીને