________________
ખંડ - ૬ : ઢાળ - ૨
૩૮૫
સોલ સખી સાથે મુઝ ભગિની, દુઃખ ધરતી હશે ગેહ, મોહન. તુમ આણા લહી દેશું વધામણી, હર્ષિત થાશે તેહ. મોહન./૧ell. કુંવર કહે તમે તેડી લાવો, સઘળી આ વન માંહી, મોહન. વિદ્યુલ્લત્તા તતક્ષણ તિહાં પોહોતી દેતીવધાઈ ઉચ્છોડી. મોહન. ૧ણા. તે સહુને કહી વાત તે સઘળી, તે સુણી કરત સજાઈ, મોહન. માતપિતાદિક ખેટ સુતાનાં, આવ્યાં પરિજન ધાઈ. મોહન. /૧૮ સુંદર રત્નવિમાન રચીને, ચંપાપુરી ઉદ્યાન, મોહન. કનકમથી એક મેહેલ બનાવી, ઉતરીયા એક તાન. મોહન../૧લા રાજા રહીયત દર્શન આવે, જાણી સુર સાક્ષાત. મોહન. દેવનઈજલ ખાને આવ્યા, કરવા પાતિક ઘાત. મોહન. ૨૦. ધમ્મિલ કુંવર ચઢી વરઘોડે, ચોરી બાંધી વિશાલ, મોહન. ઉતરીયા સવિ સજ્જન સાખું, પરણી કન્યા અઢાર. મોહન. ૨૧|| ખેચરે કન્યા સાથે વોલાવી, વરને કરે સત્કાર, મોહન. કનક રતન આજે બહુ દેઈ, રાત્રિ વસ્યા પુર બહાર. મોહન. ૨૨ા. રવિ ઉદયે વૈતાઢ્ય સધાવ્યા, આવ્યા કુંવર નિજ ગેહ, મોહન. રમણી તીસ રમે રસ ભેલી, ધરતી પરસ્પર નેહ. મોહન. l/૨all. ભાગ્યદશા ભરપૂર વહે જસ, નહિ તસ ઘરમાં કલેશ, મોહન. જશ ઘર પુણ્ય દશા પરવડે, તસ ઘર કલેશ પ્રવેશ. મોહન. ૨૪ll રસભર રમણી રહે આણંદ, બાલક ઈચ્છા પુર, મોહન. લઘુગુરૂ વિનય વડે તસ ઘરમાં, લક્ષ્મી વસે ભરપૂર. મોહન. ૨પા એક એકથી ઘર નજરો ચોરે, વ્યભિચારી નર નાર, મોહન. તે દેખી લક્ષ્મી લજવાણી, જાય રૂઠી ઘર બાર. મોહન. ll૨૬ll રાતદિવસ નર રોષ ભરાણો, રમણી ઉપર જેહ, મોહન. તસ મુખ સુખ લક્ષ્મી નવિ જુવે, સોવે દાધી દેહ. મોહન. //રશી વિકસિત નયન વદન હરખંતી, દેખી પતિ ઉજમાલા, મોહન. લચ્છી પ્રિયા ઘર ભેળાં મળીને, રમતી કરતી ચાલા, મોહન. ૨૮ ધમિલ મંદિર સ્ત્રી સવિરમતી. એક એકને દઈ તાળી, મોહન. તીસ અકર્મભૂમિને નિહાળી, લલના હરી લટકાળી, મોહન. ૨૯ છ ખંડે પુણ્ય અખંડે, ધમિલરાસ રસાલે, મોહન. શ્રી શુભવીરે વિવેકની વાતો, બોલી બીજી ઢાળે. મોહન. ૩૦