________________
ગુરુગુણ સ્તવના
(રાગ : યે મેરે પ્યારે વતન....)
ઓ મારા પ્યારા ગુરુ, સંઘની છો આબરૂ,
અમને છોડીને ક્યાં ગયા ? સમુદાયના કોહીનુર ગુરુ, ક્ષણવિરહો દુઃખ આકરું,
અમને છોડીને ક્યાં ગયાં ? ના. (ગઈ) કાલ સુધી તો સહુની સંગે, ધર્મની વાતો કરતા'તા. દેહથી ભિન્ન આત્મદશામાં, સમતારંગે રમતા'તા આજ ઓચિંતા કાળ ઝપાટે, માગસર વદ તેરસ સવારે,
ચિરવિદાય લીધી તમે, અમને છોડીને ક્યાં ગયાં ? /રા. નવવર્ષની વયે માતા-ગુરુની, આંગળીએ સંયમી થયા, સૂર્યપ્રભાશ્રી-તિલકપ્રભાશ્રીની જોડી, સૌના હિતકર બની રહ્યા,
જ્ઞાન-વૈયાવચ્ચમાં પૂરા, હસતા-રમતા લાગે પ્યારા,
- આજ વિરહો કેમ સહેવાય?... અમને છોડીને ક્યાં ગયાં? ૩ બુદ્ધિબળે સમુદાયનાં કાર્યો, આપ નિશ્રાએ થતાં હતાં, દેવીકમલ-આંબેલભુવન, વિહાર-ધામ કરાવતાં, નાજુક દેહે પ્રેરણા મોટી, ઉત્સાહ અનન્ય ધરાવતાં,
સ્મૃતિ કાયમ રહી જાય રે, અમને છોડીને ક્યાં ગયાં ? //૪ll ત્રેસઠ વર્ષે સંયમજીવનમાં, વ્યાધિ સામે ઝઝૂમતા, જન્મભૂમિ સ્વર્ગભૂમિ બનાવી, પામ્યા અમર નામના,
દર્શન દેજો સૌમ્યને, દર્શન દેજો કમલ પરિવારને
અમને છોડીને ક્યાં ગયાં ? //પા
- રચયિતા પૂ.સા. શ્રી સૌમ્યપ્રભાશ્રીજી મ.સા.
(સૂર્યરેણુ)