________________
ખંડ - ૬ઃ ઢાળ - ૯
૪૧૯
છેવટે શંકાથી મુનિભગવંતને પૂછે છે કે મુનિ ભગવંત ! હે ગુરુદેવ ! ગઈ કાલે પેલી બેનને ત્યાં મુનિ મહારાજ વહો૨વા આવ્યા હતા. તે સમયે સુવર્ણની વૃષ્ટિ થઈ. હમણાં હું પણ આજે તમને સરસ મજાનો આહાર આપી રહી છું. તો અહીં કેમ વૃષ્ટિ કશી ન થઈ ? ।।૩૨।। ત્યારે મુનિ બોલ્યા. “વો સાધુ વો શ્રાવિકા તું વેશ્યા હું ભાંડ, તારા મારા સંયોગથી, પથરા પડશે રાંડ.” આ ઉક્તિ અનુસારે અહીં થયું. તે મુનિવરા સરખો હું નથી. અને તે શ્રાવિકા જેવી તું નથી. માટે આશા ન રાખતી. નહીં તો પથરા પડશે. ॥૩॥
જો ચંદનબાળાએ ભાવપૂર્વક બાકુલાનું દાન આપ્યુ તો બેડી તૂટી. માથે સુંદર વાળ થયા. વૃષ્ટિ પણ થઈ અને એ જ ભવમાં કેવળજ્ઞાન મેળવ્યું. જે તીર્થંકર ભગવાનનો અને ગુરુનો વિનય કરે છે. વિનય યુક્ત તપ અને ક્રિયા તે વીર્યને વધારનારાં છે. ફળને પણ આપનાર છે. ।।૩૪।। જીવ જ્યારે અંતઃ કોડાકોડી સાગરોપમે ગ્રંથિભેદ કરે છે. સિત્તેર કોડાકોડી સાગરોપમ સ્થિતિ મોહનીયની છે. તેમાં માત્ર અંતઃકોડાકોડી સાગરોપમ બની રહે ત્યારે આ ક્રિયા થાય છે. પછી પ્રણિધાનની દિશા વિકસે છે. અર્થાત્ એકાગ્ર બને છે. અને ત્યારે જ્ઞાન તથા ક્રિયા ફળદાયી બને છે. ।૩૫।।
આ બધી સામગ્રી મેળવવામાં મુખ્ય હેતુ શ્રુતજ્ઞાન છે. તેનો આમ્નાય ગીતાર્થ ગુરુ ભગવંતો પાસે છે. શ્રુતજ્ઞાન બહુશ્રુતગુરુને આધીન છે. તેથી જે વિનયપૂર્વક ગુરુની સેવા કરે તે વિનયી શિષ્ય ગુણસંપત્તિને મેળવી શકે છે. II૩૬।। જેમ કોઈ નાહી ધોઈને નિર્મળ થઈને, અરીસા સામે ઊભો રહે, અને પોતાના રૂપને અરીસામાં જુવે છે. તેમ ભાવથી વિશુદ્ધ થયેલો જે જીવ (શિષ્ય) ગુરુ સન્મુખ ઊભો રહે છે. (ગુરુને આધીન રહે છે) તો તેને પોતાનું આત્માસ્વરૂપ પ્રગટ થાય છે. II૩૭ાા
ગુરુથી જ્ઞાનદશા પ્રાપ્ત થાય છે અને જ્ઞાનથી કર્મની સ્થિતિ નાશ પામે છે. કેવળી ભગવંતો પણ અંતે જ્ઞાનઉપયોગ થકી સકલ કર્મનો ઉચ્છેદ કરીને શિવપદને મેળવે છે. ।।૩૮। જ્ઞાન કેવું છે ? જ્ઞાન તો આ જગતમાં સૂર્ય-ચંદ્ર અને ચમકતા મણિ જેવું, વળી દીપક સરખું પણ છે તેના વિના તો માત્ર ક્રિયા અંધ છે. એટલે જ્ઞાન વિના ક્રિયા કરવી તે આંધળી ક્રિયા છે. જ્ઞાન વિનાનો (અનુભવ જ્ઞાન વિનાનો) ઉગ્નવિહાર કરે કે મોટાં મોટાં તપ કરે તે સઘળું નિષ્ફળ જાણવું અર્થાત્ ફલની પ્રાપ્તિ થતી નથી. ૩૯।
પ્રભુના હાથે દીક્ષા લેનારા દીક્ષિત ઘણા હતા. પરંતુ જે જ્ઞાની હતા કે જેણે સૂત્ર અને પયન્નાની રચના કરી હતી, તેવા પ્રભુના પરિવારમાં ચૌદ હજાર મુનિભગવંતની ગણતરી ગણી છે. ૫૪૦ના વળી જેણે શિવના સ્વાદને ચાખ્યો છે તેવા જ્ઞાનીઓ શિવસદનમાં રહીને આ જગતનાં નાટકો જોઈ રહ્યા છે અને અહીં રહેલા જે જ્ઞાનની મસ્તીમાં રમી રહ્યા છે તેને તો શિવરમણી પણ યાદ કરે છે. ૫૪૧૫॥
ગ્રહણ કરવા યોગ્ય તત્ત્વજ્ઞાન જેમાં રહેલું છે તેવી આ છઠ્ઠા ખંડની આઠમી ઢાળ પૂર્ણ થઈ. શી શુભવીરવિજયજીનાં વચન સાંભળી હે ભવ્યજનો ! તમે પણ ઇન્દ્રિયોનો જય કરીને (જીતીને) મુક્તિમંદિરમાં વાસ કરો. ॥૪૨॥
ખંડ - ૬ની ઢાળ : ૮ સમાપ્ત -: દોહા :એણી પ૨ે દેઈ દેશના, જામ રહ્યા મુનિરાય;
તવ ધમ્મિલ તે વિનવે, વિનયે પ્રણમી પાય. ॥૧॥