________________
૪૨૦
ધર્મિલકુમાર રાસ
ભવગન્ કહો કોણ કર્મથી, માતપિતાદિક વિજોગ, બાલપણે મુઝ કેમ થયો, વળી પામ્યો સુખ ભોગ॥૨॥ ઠામ ઠામ ઋદ્ધિ મળી, રાજ્ય થયું શ્રીકાર, ખેચર ભૂચર કન્યકા, એમ સુખ દુઃખ પ્રકાર. IIII ધર્મચિ અણગાર દેશના આપીને અટક્યા. દેશના પૂર્ણ થયે બેઠેલી પર્ષદા તે સાંભળીને ઘણી હરખિત થઈ. સાંભળવાને કા૨ણે સૌ પોતપોતાને ધન્ય માનવા લાગ્યા. હવે અવસર ઉચિત ધમ્મિલકુમારે વિનયે કરીને નમસ્કાર કર્યા અને પૂછ્યું. ॥૧॥ હે ભગવંત ! આપ મને કહો. એવું મેં શું કર્મ કર્યું કે જે કા૨ણે બાળપણમાં મારે માતપિતાનો વિયોગ થયો ? કયા કર્મો કરીને હું ઘણો દુઃખી થયો ? વળી હમણાં ભોગસુખની પ્રાપ્તિ પણ થઈ. ૨
હે ગુરુભગવંત ! સ્થાને સ્થાને પગલે પગલે ઘણી ઋદ્ધિ પામ્યો. રાજ્ય મળ્યું. વિદ્યાધર કન્યાઓ તથા ભૂમિ ઉપર રાજાઓની કન્યાઓ મને પ્રાપ્ત થઈ. આમ સુખ અને વળી પાછું દુઃખ અને વળી હમણાં આટલાં બધાં સુખોની પ્રાપ્તિ થઈ ? આપ કૃપા કરીને મને કહો. III
ઢાળ નવમી
(જી રે દેશના સુણી રઢ લાગશે...એ દેશી)
જી રે સૂરિ કહે સાંભળ ! રાજવી, જી રે પૂર્વભવ તણી વાત, જી રે આ ભવથી ત્રીજે ભવે, જી રે અનુભવિયાં અવદાત જી રે સૂરિ કહે સાંભળ રાજવી....ll જી રે અજ્ઞાની પશુ આતમા, જી રે ન લહે પુણ્ય ને પાપ, જી રે સ્રોતાવર્ત ભવોધિ, જી રે ડૂબ્યો લહે સંતાપ.........IIII જી રે જંબુદ્વિપ ભરતે પુરા, જી રે ભરૂઅચ સેહેર મઝાર, જી રે શત્રુદમન રાજા તિહાં, જી રે ધારણીનો ભરતાર....જી....lણા જી રે તિહાં મહાધન ગાથાપતિ, જી રે નારી સુનંદા તાસ; જી રે સુનંદ નામે સુત થયો, જી રે ઘર મિથ્યાત નિવાસ....જી....III જી રે આઠ વરસનો જબ હુઓ, જી રે મૂક્યો ભણવા તેહ, જી રે નિજકુલ ઉચિત કલા ભણ્યો, જી રે ભદ્રક સરલ સનેહ....જી....l પા જી રે કાલાંતરે પરૂણાગતે, જી રે આવ્યા પ્રાચીન મિત્ર, જી રે તસ પરૂણાગત કારણે, જી રે ભોજન કરત વિચિત્ર....જી....IIની જી રે શેઠ સુનંદને એમ કહે, જી રે જઈ શૌનિકને ગેહ, જી રે લાવો પરૂણા કારણે, જી રે સુંદર મંસ સનેહ....જી....I
જી રે અતિથિ સહિત સુત નીકળ્યો, જી રે સાથે લીધા દામ,
જી રે મંસ ન મળીયું તસ ઘરે, જી રે ન મળ્યુ બીજે ઠામ.....જી....II)