________________
ખંડ - ૬: ઢાળ - ૯
૪૨૧
જી રે વાર્યો સુનંદે નવિ રહ્યો, જી રે ગયા માછીને ધામ, જી રે પાંચ મીન લીયાં જીવતાં, જી રે આપી પરઠવ્યા દામ...જી.લી. જી રે નદીકિનારે આવતાં, જી રે મત્સ્ય સુનંદને દેઈ, જી રે દેહ શૌચ કરી આવશું, જી રે ઘર જજો એ લેઈ.....જી./૧ના જી રે અતિથિ કહી શૌચે ગયો, જી રે તરફડતા તે દેખ, જી રે કુંવરે જલે વેહેવરાવીયાં, જી રે કરૂણા સુનંદ વિશેષ...જી.../૧૧il જી રે પૂછે પંથી અતિથિ મળીયો, જી રે તે કહે જલ મેહેલાત; જી રે ખેદ ભર્યો ઘર આવીને, જી રે શેઠને કહી સવિ વાત. જી.૧રી જી રે શેઠ પૂછતાં સુત કહે, જી રે કૂપ પાઠવ્યા જલ મધ્ય જી રે ક્રોધે ભર્યો શ્રેષ્ઠી કહે, જી રે તેણે ઠામે તુઝ વધ્ય...જી....ll૧all જી રે વાર્યો સજને પણ નવિ રહ્યો, જી રે મિથ્યાત્વી વિકરાલ, જી રે ડંડ કપાલે આહયો, જી રે મરણ લહ્યો તતકાલ....જી....૧૪ જી રે મધ્યમ ભાવે તે મરી, જી રે વિષમ વલયગિરિ માંહી, જી રે વિષમ કંદરા પલ્લીનો, જી રે મંદરરાજા ત્યાંહી..જી../૧૫ જી રે તસ વનમાલા વલ્લભા, જી રે દંપતી પ્રીતિ અતીવ, જી રે નામે સરલ તસ સુત થયો, જી રે તેહ સુનંદનો જીવ....જી....!/૧ell જી રે વન વેળા જાગતો, જી રે મરણ ગયો તસ તાત; જી રે પલ્લીપતિ પદ થાપીયો, જી રે મળી તસ્કર સંઘાત...જી../૧ણી જી રે એક દિન શસ્ત્ર ધરી ગયો, જી રે પાલ્ય થકી દૂર, જી રે મારગથી ભૂલા નરા, જી રે કૃશતનું તેજ પ્રચૂર.જી/૧૮ જી રે જિહાં તિહાં ફરત નિરાયુધા, જી રે દેખી ગયો તસ પાસ, જી રે સરલ કુંવર સરલે નમે, જી રે ધર્મલાભ દીએ તાસ........./૧લા જી રે સરલ કહે તમે કોણ છો, જી રે રહેવું જવું કીએ દેશ, જી રે તે કહે અમે અણગાર છું, જી રે થાનક ધર્મ વિશેષ..જી.../૨વા જી રે જાવું સોરઠ તીરથે, જી રે ભૂલા પડ્યા અમે આજ, જી રે સરલ કહે એણે મારગે, જી રે જાઓ સુખે મહારાજ....જી..રવા જીરે પણ કહો ધર્મ તણો વિધિ, જી રે મુનિ કહે સુણીએ કુમાર, જી રે ધર્મ તે પરને ન દુ:ખ હુએ, જી રે એમ કહી કરત વિહાર....જી...રરા જી રે પલ્લીપતિ પાલ્ય ગયો, જી રે એક દિન ગામને ઘાત, જી વાડ સહિત તે નીકળ્યો, જી રે ગામ વને રહ્યા રાત જી...ર૩ll