________________
૨૪
મિલકુમાર રાસ રાયરાણી તેડાવી તે નપે, નૃપ બંધિખાને કીધ હો, રાણી અંતેઉરમાં ધરી, કહે કોકાસને ગુણ લીધ હો...આપ.રરા અમ સુતને શીખાવો તુમ કળા, વિણ રહસ્ય શીખાવે તેહ હો, ઘોડા દોય યંત્રે સજજ કરી, સુતને જણાવી ધરી નેહ હો...આપ.lal કોકાસ સૂતો નિદ્રા ભરે, નપસંદન ઉઠી દોય હો, ચઢી અધે ગગન ચાલ્યા તિસે, કોકાસ પૂછે કિહાં સોય હો.....આપ.રજા. સુત અવર કહે દોય ઉડિયા, કોકાસ કહે થયું શૂલ હો; મરશે દોય બાંધવ તુમ તણા, નવિ જાણે કલનું મૂલ હો....આપ.l/રપી. સુણી નૃપ રૂઠો દીએ કુમરને, વધ કરવાને કોકાસ હો; એક કુંવર વચનથી સાંભળી, કોકાસે રચીઓ પાસ હો....આપ..૨૬ll ચક્રમંત્ર ઉપર ચૂલા કરી, બેસાડ્યા કુંઅર વચગાલ હો; કહે શંખનાદ કરું હું યદા, તવ ઠોકયો ખીલી વિચાલ હો.... આપ..ર૭થી કહી શંખ પૂરયો સુણી કુંવર તે, ખીલી ઠોકી વચમેં જામ હો, તવ ગગને સવે શૂલા પ્રતે, ભેદાણા મરણ લહે તામ હો....આપ..૨૮, સુભટે કોકાસને મારીયો, રાયે જાણી સવિ તે વાત હો; હા હા કરતો ધરણી ઢલ્યો, કાકજંઘ મુઓ આપઘાત હો...આપ.l/રલી કારાગારે અરિદમણ તે, આપઈદે મરણ લહે તામ હો; ' કમલા કહે બેટી સાંભળો, હિત શીખ ન માની જામ હો....આપ.૩ના ખંડ ચોથે આપ મતિ તજી, સુણતાં એ સાતમી ઢાળ હો, શુભવીર કહે શ્રોતા ઘરે, નિત્ય હોજો મંગળમાળ હો..આપ.//૩૧
અરિદમન રાજાની કથા - સ્વચ્છંદ મતિવાળા (આપમતિવાળા) રાજા મહારાજા પણ જો છેતરાય, તો ગરીબ રાંકડા બિચારાની વાત શી કરવી? બેટી ! તારે કથા સાંભળવી છે તો હું કહું સાંભળ. ત્રંબાવતી નામે નગરી છે. તે નગરીનો અરિદમન નામે રાજા હતો. રાજા પોતાના ગુણોને લઈને લોકમાં સારી ખ્યાતિ પામ્યો હતો. //// આ રાજાને શીલવાન ગુણવાન સતી પ્રીતિમતી નામે રાણી હતી. રાજા પ્રજાવત્સલ હતો, સાથે પ્રિયાનો પણ અતિચાહક હતો. અર્થાતુ પોતાની રાણી પ્રત્યે અપાર પ્રેમ હતો. વળી બાળપણમાં સાથે ધૂળમાં રમેલ એવો બાલગોઠિયો ધનપતિ નામે સાર્થવાહ આ રાજાને પરમમિત્ર હતો. રા.
તે ધનપતિનાં ઘરે જેનાં માતાપિતા બચપણમાં મૃત્યુ પામ્યાં હતાં તેવો સુથારનો એક નાનો છોકરો રહેતો હતો. તે ચોખા ખાંડવાની શાળામાં (ચોખાની મીલ) મોટે ભાગે રહેતો. ગરીબાઈને કારણે ત્યાં રહેલા ચોખાના કુકસા. (ખાંડતા જે છેલ્લે ઝીણી ઝીણી કણકી જેવું રહે તે) ખાતો હતો. અને આ રીતે મોટો થવા લાગ્યો. ચોખાના કુકસ ખાતો હોવાથી લોકો કોકાસ” નામથી બોલાવતા હતા. //all ધનપતિ શ્રેષ્ઠીનો પુત્ર ધનવસુ નામે હતો. સાર્થવાહ વેપારી દેશ-પરદેશ વ્યાપારાર્થે જતા હતા. એકવાર શ્રેષ્ઠીપુત્રે