________________
ખંડ - ૪ : ઢાળ -
૨૬૫
વેપાર કરવા માટે પિતાની રજા મેળવી આશીર્વાદ લીધા. અને યવનદ્વીપ જવા વહાણો સજ્જ કર્યાં. પોતાના ઘરે રહેતો કોકાસ ધનવસુનો ૫૨મમિત્ર થઈ ચૂક્યો હતો. કોકાસને પણ પોતાની સાથે આવવા શ્રેષ્ઠીપુત્રે આગ્રહ કર્યો. કોકાસ જવા તૈયાર થયો. II૪
શુભદિન શુભ ચોઘડિયે પિતાની રજા લઈ ધનવસુ સમુદ્ર માર્ગે વહાણ લઈને નીકળ્યો. વાયુ અનુકૂળ હતો. થોડા દિવસમાં માલ ભરેલાં વહાણો સાથે શ્રેષ્ઠીપુત્ર યવનદ્વીપના બારામાં પહોંચ્યા. વહાણો થંભ્યાં. સૌ નીચે ઊતર્યા. યવનદ્વીપની પાદરે તંબુ નાંખી પડાવ નાંખ્યો. વહાણોમાંથી માલ સઘળો તંબુમાં લાવીને ભર્યો અને ધનવસુ વેપાર કરવા લાગ્યો. માલ લે-વેચ કરતાં ઘણા દિવસો ગયા. ॥૫॥ ધનવસુ વેપારમાં ઘણું દ્રવ્ય કમાવા લાગ્યો. કોકાસ નગરીમાં ફરવા લાગ્યો. તો તે નગરમાં કળાઓનો જાણકાર રથકાર હતો. તેની આગળ નગરના અને બહારગામના છાત્રો વિવિધ પ્રકારની કળાઓનો અભ્યાસ કરતા હતા. કોકાસ પણ સુથાર હતો. તેને પણ આ કળાઓ શીખવાનો ઉલ્લાસ થયો. મિત્રની રજા મેળવી કોકાસે સૂત્રધાર (સુતાર) કલાનિધિ ૨થકાર પાસે જઈને વિનયયુક્ત વાણીથી પોતાની ભાવના દર્શાવી. કલાકાર તેને પણ અભ્યાસ કરાવવા લાગ્યા. કાષ્ટકર્મની (લાકડાની કોતરણી વગેરે) કળા વિનયપૂર્વક શીખવા લાગ્યો. III
કળાચાર્ય કલામાં કુશળ હતા. તો કોકાસ વિનયમાં પૂરેપૂરો હતો. ગુરુ પાસે વિનયથી કળા શીખતાં ગુરુનું મન જીતી લીધું. ગુરુની કૃપાદૃષ્ટિ પ્રાપ્ત થતાં કોકાસ અલ્પ દિવસમાં સર્વકળામાં કુશળ થયો. સર્વકળામાં એક કળા અજબગજબની હતી કે જેમાં લાકડાનાં હાથી, ઘોડા, વિમાન, માછલી જે કોઈ પણ વસ્તુ બનાવે (મોટી કે નાની) તેની મધ્યમાં કળ અને સંચ એવી રીતે ગોઠવવામાં આવે કે લાકડું હોવા છતાં આકાશમાં ચાલવા લાગે. એવો તે કલાવિશારદ થયો. ગુરુની કૃપા, વળી પોતાની તીક્ષ્ણ અને તીવ્ર બુદ્ધિ, અને પોતાનો પુરુષાર્થ. આ ત્રણ જ્યાં ભેગાં થાય તેને કોઈ પણ કળા શીખતાં વાર લાગતી નથી. ગુરુ માત્ર સાક્ષીપાઠ રૂપે જ હોય છે. સહજ રીતે કળાઓમાં પ્રવીણ બને છે. IIII
ધનવસુ મિત્રની પાસે નિત્ય રહેતો કોકાસ ગુરુની પાસેથી સર્વ કળા શીખ્યો. જ્યારે ધનવસુ વેપારીએ માલનું ક્રયવિક્રય કરતાં અઢળક ધન ઉપાર્જન કર્યું. ધનવસુ વતનમાં જવાની તૈયારી કરવા લાગ્યો. કોકાસ ગુરુની આજ્ઞા લઈ, ધનવસુની સાથે દેશમાં પાછો ફર્યો. ત્રંબાવતી નગરીએ હેમખેમ સૌ આવી ગયા. કોકાસ પણ પરદેશમાં થોડુંઘણું ધન મેળવીને આવ્યો હતો. શ્રેષ્ઠી ધનવસુએ પાછા ધનની સહાયતા કરી હતી. તે કારણે કોકાસ ત્રંબાવતી નગરીમાં પોતાને યોગ્ય ઘર લઈને જુદો રહેવા લાગ્યો. સુતાર - મિસ્ત્રી છે. એટલે ધંધો તો કરવો પડે. આજીવિકા માટે ચિંતા કરતો કોકાસ વિચાર કરે છે. ૮II
-
કોકાસે વિચાર્યું લાકડાની વસ્તુ બનાવી રાજાને ચમત્કાર પણ બતાવું. તે કારણે રાજાની મહેરબાની મેળવું. અને તેણે કાષ્ઠનાં બે કબૂતર બનાવ્યાં. કળ સંચના ઉપયોગે કબૂતર ગગનમંડળમાં ઊડવા લાગ્યાં. જાણે જીવતાં જ સાચાં કબૂતર હોય તેવાં લાગતાં તે બંને કબૂતર ઊડીને જાય છે. રાજાના મહેલની અગાસીમાં ચોખા સુકવવા મૂક્યા હતા. તો આ બંને કબૂતર કોઈ ન જાણે તેમ તેની અગાશી ઉપર પહોંચી જતાં. સૂકવેલા ચોખા ચણી ચણીને તે કબૂતર લઈ જવા લાગ્યાં. ॥૯॥ પછી તો ધીમે ધીમે બીજાનાં ખળાં ખેતરમાં રહેતા ધાન્યનું પણ આ કબૂતર હરણ કરી જવા લાગ્યાં. હવે તે ખેતરો-ખળામાંથી ધાન્ય ઘણું ઓછું થવાથી તેના ૨ખેવાળો, ખેડૂતો વગેરે બૂમાબૂમ કરવા લાગ્યા. રાજાને ફરિયાદ ગઈ. રાજા મંત્રીને બોલાવીને કહેવા લાગ્યો કે કોટવાળ હોવા છતાં ધાન્યની ચોરી શી રીતે થાય છે ? જવાબ આપો મંત્રીશ્વર ! ।।૧૦।
૧૯