________________
ખંડ - ૧ : ઢાળ - ૫
આભૂષણો પહેરતી હતી. તે મોકલી આપ્યાં. ત્યારે વસંતસેના અક્કાયે તે આભૂષણો પાછાં મોકલ્યાં. કેમ ? તે અલંકારો ઉપર નામ અંકિત હતાં. તેથી પાછાં મોકલ્યાં. સાથે કહેવરાવે છે કે અમને તો દ્રવ્ય (ધન) જોઈએ, દાગીનાની જરૂર નથી. યશોમતીએ દાગીના પાછા લીધા, II૨૩।।
૧૯
ઘર-હાટ (દુકાન) જે કંઈ બાકી હતાં તે સઘળુંયે વેચીને અક્કાને મોકલી આપ્યું. અને તેણે તે દ્રવ્ય બધું જ રાખી લીધું. આ રીતે ઘરબાર વિનાની (એકલી) યશોમતીએ પિયર જવા માટે વિચાર્યું. ॥૨૪॥
યશોમતી પિયેરની વાટે :
આ રીતે દુ:ખી થયેલી યશોમતી પિયર પહોંચી. માતાને મળી. જ્યારે માતાએ આ વાત જાણી ત્યારે દીકરીને ભેટીને આંસુથી નવડાવી. (ઘણું રોઈ). પિતાએ પણ હૈયાની અંદર ઘણું વ્હાલ લાવીને પોતાના ઘેર બોલાવી લીધી. ॥૨૫॥ હવે એકવાર મુનિશ્રી ધર્મરૂચિ મ. વિહાર કરતાં તેના ગામમાં પધાર્યા. તે જ્ઞાની ભગવંત પાસેથી પોતાનાં સર્વ દુઃખોને ભૂલી સખીઓ સહિત યશોમતી જ્ઞાનને મેળવવા લાગી. અને સુંદર એવા સદાચારને ધારણ કરે છે. ૨૬॥
કહેવાય છે કે પતિની નજરે સતી સ્ત્રીઓ સોળ શણગાર સજે પણ પિતાના ઘરે તો શીલરૂપી અલંકારથી જ શોભે છે. ।૨૭।। સ્ત્રી માટે શિયળ એ દેવતાઈ મંત્ર કહેલો છે જે કારણે દેવો પણ તેના ઇચ્છિતને પૂર્ણ કરે છે. આ ભવમાં કષ્ટનો નાશ કરે છે અને જગમાં શોભા વધે છે. II૨૮૫
જેમ અરિકેસરી રાજાની રાણી ચંપકમાલાએ શિયળરૂપી અમૃતનું સિંચન કરતાં પાપરૂપી અગ્નિજવાળા શમી ગયેલી. ।।૨૯।। (શીલોપદેશમાળા ગ્રંથમાં આનું કથાનક મળે છે.)
ધમ્મિલકુમાર...રાસની ચોથી ઢાળ અહીંયાં કહી. શ્રી વીરવિજય મહારાજ કહે છે હવે વેશ્યાનાં ઘરે શું બને છે તે જુઓ.
પ્રથમ ખંડની ઢાળ – ૪ પૂર્ણ. - દોહા ઃ
અક્કા ભૂષણ દેખીને, ચિત્ત ચિંતે તેશિવાર; । મ્મિલ ઘર નિર્ધન થયું, હવે કાઢું ઘરબાર. ॥૧॥ વસંતતિલકા તેડીને, સમજાવે સા એમ; I તુજ સ્વામી નિર્ધન થયો, તેણે હવે ઠંડો પ્રેમ. ॥૨॥ ઈક્ષુખંડ જે રસ ભર્યા, તે ચૂસે નરનાર; I રસ રહિત અંતે જીકે, તસ પશુ કૃત આહાર. III ધનપતિ સાથે પ્રીતડી, કરવી કુલવટ રીત; I નિર્ધન નરને પરિહરી, અવશું કીજે પ્રીત. ॥૪॥ વલતું પુત્રી એમ કહે, માત સુણો એક વાત, 1 પ્રીત કરી નવિ પરિહરે, નારી ઉત્તમ જાત. પી