________________
ખંડ -૫ : ઢાળ - છ
બીજે અંગે અશનાદિક નવવિધિ કહ્યાં રે,
બહુશ્રુત ચરણે તપ કીધો ફલવંત રે............પુણ્ય ॥૧॥ ખટ્ અઠ્ઠાઇ ત્યાગ સચિતનો કીજીએ રે,
ગુરૂ પધરાવી ઘર કરો ભક્તિ મહંત રે, પંચ પર્વી સામાયિક પોસહ વ્રત ધરો રે,
ભાંખે ગણધર મહાનિશીથ સિદ્ધાંત રે.. ખંડણ પીશણ પીલણ ચીવર ધોવણે રે,
પુણ્ય ॥૨॥
મસ્તક ગુંથણ સ્નાન અબંભનો ત્યાગ રે; કરતાં દાન દીયતા જિનપૂજા થકી રે,
વૈમાનિક આયુ બાંધે મહાભાગ રે;..પુણ્ય ॥૩॥ ભરતે રત્નપુરી નગરીનો રાજીયો રે,
રતનશેખર નામે ધરમી ગુણવંત રે; તસ લોચન ત્રીજું ચઉબુદ્ધિ તણો નિધિ રે;
નામે સુમતિ મંત્રીમાંહે મહંત રે......પુણ્ય ॥૪॥ માસ વસંતે નૃપમંત્રી સહ વન ગયા રે;
બેઠા તરૂતલ દેખી શીતલ છાંય રે; કિન્નર મિથુન સનેહરસે વાતો કરે રે,
તરૂ ઉપર સાંભળતો રસભર રાય રે............પુણ્ય ॥૫॥ રતનવતી કન્યા શચિ રંભા રૂપ હરે રે,
નજરે દીઠી મીઠી અમિય સમાણ રે, જોવન વેળા નરના મેળા નવિ રૂચે રે,
રતન શેખર દેખંતો વરે સા જાણ રે. અદૃશ્યપણે સુણી વાણી નૃપચિત્ત ચિંતવે રે,
કોણ મુઝ નામે સરખી નારી એહ રે, જનમ સફળ તો માનું જો મુઝ એ મળે રે,
નહિ તો ભાર ભૂત શી ધરવી દેહ રે.. ચિંતાયે ઘર જઈને નિદ્રાશન તજી રે,
રાગે જડિયો પડીયો તૂટી ખાટ રે, મંત્રી નિબંધે પૂછતાં તેણે સવિ કહ્યો રે,
પુણ્ય દા
.you 11011
મંત્રી કહે વિણ દીઠે કેમ હોય ઘાટ રે............પુણ્ય ॥૮॥
૩૪૧