________________
૩૪૨
ધમ્મિલકુમાર રાસ
રાય કહે મરવું સહી રતનવતી વિના રે,
ચિતે મંત્રી દુર્જય કામ વિકાર રે; સમરણે મરણ વિષયથી વિષ ખાધે મરે રે,
તેણે ઈહાં કરવો કાળ વિલંબ વિચાર રે.......પુણ્ય લા.' સાત માસમાં શુદ્ધિ કરી અમે લાવશું રે,
ચિંતા તજી કરો રાજ્ય તમે મહારાય રે; મંત્રી વયણ સુણી હરખ્યો નૃપ તસ મોકલે રે,
મંત્રી ચાલ્યા શુભ શુકને નમી પાય રે....... પુણ્ય /૧ના ચલ દિશિ જોતાં શુકન હુઆ દક્ષિણ દિશે રે,
તે દિશિ ચલિયાં મંત્રી ગણી નવકાર રે, ગામ દેશ વન ગિરિ સરિતાને ઉલ્લંઘતા રે,
પામ્યું એક વન નંદનવન અનુહાર રે......પુણ્ય |૧૧|| ગિરિકૈલાશ સમાન રતનમય ભૂતલા રે,
સોવનથંભા ભીતિ રતન શિખરેણ રે; દેખે ચૈત્યપવન ચલ ધ્વજ બોલાવતો રે,
ફરતી ફલ ભર તરૂવર સુંદર શ્રેણ રે....... પુણ્ય ૧૨ સ્નાન નદી જળ ફળ ઉજળ કુસુમાંજલી રે,
વિધિય વિવેકે જિન ઘર મંત્રી જાત રે; મણિમય મૂરતિ મુનિસુવ્રત જિન પૂજીને રે,
નીકળીયો ભાવસ્તવ કરી પ્રણિપાત રે.......પુણ્યl/૧૩ દિવ્યરૂપ તવ કન્યા એક જિન પૂજવા રે;
આવી પૂજાપો લેઈ ધરી શણગાર રે; ચંદ્રવદની દેખી મંત્રી ચિત્ત ચિંતવે રે,
એણે વન ખેચરી અમરી વા કુણ નાર રે....... પુણ્ય ૧૪ો. જઈ જિન પૂજી મધુર સ્વરે સ્તવના કરી રે,
બાહર પૂછે કોણ તું કેણે નિમિત્તે રે, ભીષણવને એકાકી ચૈત્ય કેણે કર્યું રે;
સા કહે આ વનપતિ સુરપુત્રી વદિત રે......પુણ્ય ૧પો. તે જશે કિયો ચૈત્ય પૂજાએ મુઝ ઠવી રે,
રતનદેવ સુર નામ ગયો નિજ ઠામ રે;