________________
ધમ્મિલકુમાર રાસ
આ પાંચેય ભાઈઓ (પાંચેય ચોર) પણ ત્યાં જઈને ઊભા અને ઉત્સાહપૂર્વક ચાલી રહેલી લોકોની વાતો સાંભળવા લાગ્યા. તે જ વખતે એક સ્ત્રી (માથે બેડું હતું) પાણી ભરીને ચૌટામાંથી પસાર થઈ. III
૧૪૦
જુદાં જુદાં આશ્ચર્યો વચ્ચે :- માથે પાણી ભરેલું બેડુ લઈને જઈ રહેલી સ્ત્રીનું કારણસ૨ માથેથી બેડુ પડી ગયું. બેડું ફૂટી ગયું. પાણી ઢોળાઈ ગયું. તેથી તે સ્ત્રી મોટા સાદે રડવા લાગી. તે જોઈને ચૌટામાં રહેલા લોકો પૂછવા લાગ્યા, કેમ રડે છે બેન ? ત્યારે તે સ્ત્રી કહેવા લાગી. મારા ઘરે ઉલ્લંઠ વઢકણી સાસુ છે. હવે હું શું કરીશ ! વળી રડવા લાગી. II૪॥ કહેવા લાગી કે હું ઘેર કેવી રીતે જઈશ ! મારી સાસુ મને ઘરમાં પેસવા પણ દેશે નહિ. રે ! હું શું કરું ! લોકોને તેના તરફ દયા આવી ને માટીનું બીજું બેડું લાવીને આપી દીધું. તે સ્ત્રી ફરીથી પાણી ભરીને ઘેર ચાલી ગઈ. II૫
તેવામાં તે બજારમાં એક મહિયારી મસ્તક ઉપર મહીં (દહીં) ભરેલી મટકી મૂકીને બજા૨માં થઈ . ચાલી જતી હતી. બજારમાં માણસોની ઘણી ભીડ હોવાને કારણે તે મહિયારીની મટકી પડી ગઈ. ફૂટી ગઈ. ને જોરજોરથી હસવા લાગી. ॥૬॥ તે ખડખડ હસી રહી છે તેને જોઈને ત્યાં ફરતાં ફરતાં આવેલા રાજકુમારે પૂછ્યું કે “રે બાઈ ! દહીંનું ભાજન ફૂટ્યું. દહીં ઢોળાઇ ગયું. તોયે તને જરાયે શોક નથી. ને તેના બદલે તું તો હસે છે ? ।।ા
મહિયારણની કથા (કામલત્તાની કથા) :- ત્યારે તે જવાબ આપતી કહેવા લાગી કે...રે ! આ મારો આખો અવતા૨ જ ધૂળમાં ગયો. તો હે રાજકુમાર ! હું શેનો શેનો શોક કરું ? ।।૮। આ સાંભળી રાજકુમાર પૂછવા લાગ્યો. તમારે વળી એવી શી વાત છે કે કોનો શોક કરવો ? જરા વિસ્તારથી વાત કરો. કંઈ ખબર પડે. પેલા પાંચેય બંધવ પણ આ ભરવાડણની વાત સાંભળવા ઉત્સુક બન્યા અને ભરવાડણે પણ રાજકુમારને વાત કહેવા માંડી. પેલા પાંચેય ભાઈ સાંભળે તે રીતે વાત કરવા લાગી. IIII
:
સવૈયા ઃ રાજાને મારીને, મારા પતિની આગળ હું ગઈ. તો પતિને હાથ ઉપર સર્પ ડંશવાથી તે પતિ મૃત્યુ પામ્યો. હવે તેને છોડીને હું વનમાં ગઈ. ચોરે પકડી અને પૈસા માટે ચોરે ગણિકાને ત્યાં વેચી. ત્યાં સુખે રહી. ત્યાં પુત્રની સાથે સંગ થતાં, બળી મરવા જંગલમાં ગઈ. તો ત્યાં નજીકમાં નદીના પૂરમાં તણાઇ. હે રાજકુમાર ! આવી બધી વીતક માથે વીતી, ત્યાં છાશ-દહીંનો શોક શું કરું ? ।।૧૦। હે (આ ગાથાનો વિસ્તારથી અર્થ હવે ઢાળમાં કહેશે.)
ઢાળ ત્રીજી
(કેસર વરણો હો કે કાઢ કસુંબો મારા લાલ. એ દેશી) શિવપુર નગરે હોકે શોભા સારી; માહરા લાલ માધવ નામ હોકે દ્વિજ આચારી; માહરા લાલ કામલતાભિધ હોકે તેહને નારી; માહરા લાલ રંભારૂપે હોકે અપછર હારી. માહરા લાલ ||૧|| પ્રીતિ વિશાલી હોકે છે ઘરબારી; માહરા લાલ બેહુને લાગી હોકે પ્રેમકટારી; માહરા લાલ