________________
૨૪૨
ધમ્મિલકુમાર રાસ
વેશ્યા દ્વિજ કોટવાલ ભટ્ટ, નાપિત ને દ્યૂતકાર; શસ્ત્રી સંગ ન કીજીએ; આઠમો મૂર્ખ ગમાર ॥૩॥ મોકલું ભાડું પરઠયો, સુંદર લેજો મહેલ; જેમ વિમલા સુપ્રસન્ન હવે, રહે વળી ઘોડા વહેલ ૪ કમલસેના ઉપદેશથી ઉઠે ધમ્મિલ જામ; શબ્દ શકુન હોવે ભલા, રીઝે વાંછિત કામ. ॥૫॥ -: ઉમાંંચ :અષ્ટૌ પાદા બુધે સ્યુ, નૈવ ધરણિસુતે સપ્તજીવે પદાનિ, શેયાન્વેકાદશોર્ટે શશિશનિ ભૃગુજે સાર્ધ ચત્વારિ પાદાઃ ॥ તસ્મિન્ કાલે મુહૂર્તઃ સકલ બુધજનઃ સર્વકાર્યાર્થસિદ્ધિઃ નાસ્મિન્ પંચાંગશુદ્ધિર્ન ચ ખચરબલં ભાષિતં ગર્ગ મુખ્યઃ ॥૬॥
ધમ્મિલની વાત સાંભળી, કમળા હસવા લાગી. હસતાં હસતાં કહે છે કે “હે વત્સ ! તારી તીક્ષ્ણ બુદ્ધિનું તેજ તો કંઈ ઓર જ છે. ભલે વત્સ ! જલ્દી જાવ. અને કાર્ય પતાવીને જલ્દી અમારી પાસે આવી જા. ।।૧।। વળી કહેવાય છે કે...રાજા, સર્પ, વણિક, ઠગ, ઠક્કર અને સોની તેમજ માંકડું (વાંદરું) અને બિલાડો...આટલાના વિશ્વાસે ક્યારેય રહેવું નહીં.
વળી કહેવાય છે કે વેશ્યા, વિપ્ર(બ્રાહ્મણ), કોટવાળ, ભટ્ટ, નાપિત (હજામ), જુગારી, શસ્ત્રી(હિંસક) અને મૂર્ખ ગમાર આ આઠેનો સંગ પણ ક્યારેય કરવો નહીં. III ઉપર મેં જે વાત કહી તેને ધ્યાનમાં રાખજે અને હે કુમાર સાંભળો ! સુંદર મજાનો આંગણામાં બગીચો હોય તેવો મહેલ રહેવા માટે પસંદ કરજો. જે સ્થાન જોઈને વિમળા વધારે આનંદમાં રહે. વળી મહેલની આગળ જ આપણો રથ, ઘોડા વગેરે પણ સારી રીતે રાખી શકાય. ભલે ભાડું ગમે તે થાય પણ મોકળા મનથી નક્કી કરજો.’ ॥૪॥
કમલસેનાની વાતો સાંભળીને ધમ્મિલ હવે નગરમાં જવા તૈયાર થયો. કમળાની સૂચનાઓને પણ ધમ્મિલે ધ્યાનમાં લીધી છે. પરમાત્માનું સ્મરણ કરીને જ્યાં જવા માટે પગ ઉપાડે છે ત્યાં શુભ શુકનને જણાવતા શબ્દો થયા. શુકનને સ્વીકારતો ધમ્મિલ ચાલતાં વિચારે છે કે મારું કાર્ય જરૂ૨ સિદ્ધ થશે. IIપી ઉક્લંચ ઃ- કહ્યું છે કે બુધના આઠ પાદ, મંગળના નવ, ગુરુ ના સાત, સૂર્યના ૧૧ પાદ, ચંદ્ર, શનિ, શુક્રના સાડાચાર પાદ તે સમયે તે કાળે જે મુહૂર્ત સર્વ કાર્યની સિદ્ધિ કરાવે છે તે સર્વ પંડિતોને માન્ય છે. બીજું વિચારવાનું રહેતું નથી. તે પ્રમાણે મુખ્ય પંડિતપણે જ્યોતિષને જોનારા ગર્ગઋષિ વડે આ કહેવાયું છે. આ મુહૂર્તમાં પંચાંગની શુદ્ધિ જોવાની જરૂર રહેતી નથી. કે નથી ગ્રહબળ જોવાની જરૂર. ।।૧।।
ઢાળ ચોથી
(સ્વામી સીમંધર વિનતિ...એ દેશી)
ચતુર ચિત્તચાહક ચંદ્રમા, ચાલિયો મ્મિલકુમાર રે; ચંપાની પાસે ચંદ્રાવતી, નદીજલ ચંચળ સાર રે,...ચતુર...llll