________________
ખંડ - ૫ : ઢાળ - ૦
૩૪૫
રયણસિહરી નિવ મંત્રી તે વન આવશે રે;
તુમ પુત્રી લક્ષ્મી ભરતાર જ હોય રે......પુણ્ય ૩૧ એમ સુણી ઘર જઈ આયુક્ષયે ઇહાં ઉપનાં રે,
ચૈત્ય કરાવી પુત્રી રાખી ત્યાંહી રે, જ્ઞાન વચન સહિત તુમચું મલવું થયું રે,
- કન્યા પરણો અંગ ધરી ઉત્સાહ રે.......પુણ્ય ૩રો. પાંચમે ખંડે ઢાલ કહી એ સાતમી રે;
એહમાં ગાયો વ્રત મહિમા મનોહાર રે; શ્રી શુભવીર સલૂણા વ્રત ને વિરાધશ્યો રે;
આરાધકતા એ સદ્ગતિ અવતાર રે.......પુણ્ય ૩૩ ગુરુદેવની દેશના:- દેશના આપતાં વિજયસેનસૂરિ ભગવંત તપ-વ્રત-પચ્ચકખાણનો અધિક મહિમા બતાવે છે. બીજા અંગમાં (સૂયગડાંગમાં) પુણ્યબંધ માટે ગૃહસ્થ અવસ્થામાં અશન-વશનાદિક નવ પ્રકારનાં સ્થાન બતાવ્યાં છે. તે ભાગ્યશાળીઓ ! તે પુણ્યબંધ શુભ પરિણામે (અધ્યવસાય-ભાવના) ઉપાર્જન થાય છે. વળી બહુશ્રુત (તાર્થ)ની નિશ્રાએ રહીને જે તપ કરે છે તે તપ ઘણો ફળદાયી બને છે. સેવા
આ વ્રત નિયમનો મહિમા :- મહાનિશીથ સૂત્રમાં ગણધર ભગવંતે કહ્યું છે કે વર્ષમાં છ અઠ્ઠાઈ હોય છે. તે અઠ્ઠાઈના દિવસોમાં સચિત્તનો ત્યાગ કરવો જોઈએ. વળી તે અઠ્ઠાઈપર્વમાં વિશેષ પ્રકારે ગુરુ ભગવંતને ઘેર પધરાવી (બોલાવીને) આહારાદિ પ્રતિલાભીને ભક્તિ કરવી જોઈએ. પાંચતિથિ અને પર્વના દિવસોમાં સામાયિક – પૌષધવ્રત – પચ્ચકખાણ કરવાં જોઈએ. વળી આરંભ-સમારંભ-ખાંડણપીસણ-કપડાં ધોવાં, મસ્તક ગૂંથણ, સ્નાન અબ્રહ્મનો ત્યાગ કરવો જોઈએ. દાન દેવું જોઈએ. પરમાત્માની પૂજા નિયમિત કરવી જોઈએ. શ્રાવક યોગ્ય ધર્મકરણી કરવી જોઈએ. હે ભવ્યો ! આ રીતે સુંદર આરાધના કરનારો આત્મા વૈમાનિકના આયુષનો બંધ કરે છે. આ ભવમાં કરેલો ધર્મ પરભવમાં સુખ આપનાર થાય છે. ||૨ + ૩ી
વ્રત ઉપર રત્નશેખર રાજાની કથા - આ ભરતક્ષેત્રમાં રત્નપુરી નામે નગરી છે. ગુણવંત અને ધર્મી એવો રત્નશેખર નામે આ નગરીનો રાજા છે. તેને ત્રીજા લોચન (ત્રીજી આંખ) સમાન, સમજુ અને વળી ચારેય પ્રકારની બુદ્ધિનો ભંડાર ચતુર એવો મહામંત્રી સુમતિ છે. ૪ll વસંત માસ આવતાં રાજા-મંત્રી વનમાં ફરવા ગયા છે. વૃક્ષની શીતળ છાયા દેખીને બને ત્યાં બેઠા. આ જ વૃક્ષ ઉપર કોઈ કિન્નર-કિન્નરી સુખ ભોગવતાં વાતો કરે છે. સ્નેહથી ભીંજાયેલું આ જોડલું વાતોમાં મશગૂલ છે. નીચે રહેલો રાજા રસપૂર્વક વાતો સાંભળે છે. પી.
કિન્નર કિન્નરીને કહે છે. “ઈન્દ્રાણી અને રંભાના રૂપને હરણ કરે કેવી રત્નાવતી નામે કન્યા છે. નજરે જોવા માત્રથી અમૃત સરખી મીઠી લાગે તેવી છે. હમણાં જ તે યુવાવસ્થાના આંગણે આવી ઊભી છે. પણ તેને તો કોઈ પુરુષનું મિલન રુચતું નથી. શી ખબર ! કોઈ પુરુષનું નામ લે, ને મુખ મચકોડી દે. ત્યારે કિન્નરી પૂછે છે કે “તો શું તે સદા કુંવારી રહેવાની છે!” કિન્નર કહે છે કે “ના રે ના ! કુંવારી તો રહેવાની નથી.