________________
૨૦૦
ખંડ - ૩: ઢાળ - ૧૩
તૃપ્તિ નહી ખારે જલે રે, તેમ જૂઠાની વાત; જૂઠ સમો નહી પાડીયો રે, એક દિન કરે વિઘાત રે બેટી. ll૧૮ વિદ્યામંત્ર ફળે નહી રે, કૂડકપટનું ધામ, જૂઠથી સુર રહે વેગળા રે, અવિશ્વાસનું ઠામ રે બેટી. ૧૯લા શ્યો ઘરવાસ જ તેહશું રે, બોલે જ નહીં બંધ; સોળ શણગાર સતી તણા રે, નિફલ લહી પતિ અંધ રે બેટી./૨૦ના રૂડું થયું રે નાવિયો રે, દેવે મેલ્યો અન્ય; સોનું કશે માણસ વસે રે, જાણીયે ધન્ય અધન્ય રે બેટી. ૨૧ રૂપ દેખી રાચી રહે રે, ન કરે પરીક્ષા સાર; જાય જન્મારો ઝુરતાં રે, ભુચ્છ મળે ભરતાર રે બેટી. ૨૨ા. આચારે કુળ જાણીયે રે, સંભ્રમ સ્નેહ જણાય; ભોજનવાત વપુ કહે રે, વાતથી સર્વ કળાય રે બેટી ૨૩ ગેહ ભણી જાતાં થકાં રે, હોંશે હાંસી હાણ; માતાપિતાદિ પરાભવે રે જીવિત દુઃખની ખાણ રે બેટી ૨૪ો. બોલાવે માલમ પડે રે, જુઓ બોલે શ્યા બોલ; દેશ કલા કુલ જાણીને રે, આપણ કરશું તોલ રે બેટી ૨પા ત્રીજે ખંડે એ કહી રે, તેરમી ઢાળ રસાલ;
શ્રી શુભવીર કુંવર તણો રે, પુણ્ય ઉદય ઉજમાળ રે બેટી ૨૬ll - રાજકુંવરી ભ્રમમાં - કુંવરી ધાવમાતાને કહે છે.. “મા” ! આ કોણ છે? મૂઢ, ગમાર ? મા ! આ . • યમરાજના ભાઈ સરખો કાળો ડિબાંગ ભૂત જેવો લાગતો ધમિલ, એને જોતાં જ કહેવા લાગી. “ડાંગે અંધારુ
કૂટાય !” તેમ હું ભરબજારમાં લૂંટાઈ. રે એવો મારો ઘાટ થયો. “મા” ! આ તો આપણને મોટી બલા વળગી રે ! આને જોતાં જ મારું શરીર બળે છે એટલે હું મોટી ચિંતામાં ડૂબી. કેમ કે મેં જોયો જે ધમ્મિલ તે ક્યાં? ને આ નર કોણ? આવા નબળાની સાથે સ્નેહ કેવો? ખરેખર મા, આ તો મોટી બલા છે. //ના. જેને જોતાં દેહ બળે, વળી ભૂખ ઘણી લાગી હોય અને ખાવા ન મળતું હોય તે વેળાએ શરીર બળતું હોય તેવું શરીર આનું છે. કરોળિયાની સૂકી જાળ સરખી આના દેહમાં રહેલી બધી નસો દેખાય છે. ભૂખનો માર્યો એનો દેહ બળીને ખાખ થઈ ગયો છે. આવી વિકરાળ કાયા તો જો કેવી બિહામણી છે ? //રા
રે મા ! એના શરીર ઉપર વસ્ત્ર કેટલાં મેલાં છે. એનો દેહ પણ એટલો જ મલિન દેખાય છે. દરિદ્રી સરખું આનું રૂપ પણ જોવું ન ગમે તેવું છે અને મૂંગા પ્રાણીની જેમ “હું હું કરે છે. મા! આવો જોઈને જાણીને, કૂવામાં કોણ પડે? Hall મા! જેને સંકેત કરીને બોલાવ્યો હતો તે તો કેવો કામદેવના અવતાર
સરખો હતો. જેને મેં હૃદયમાં ધારણ કર્યો હતો તે પુરુષ તો કોણ જાણે ક્યાં ગયો? મુક્તાફલનો હાર હૃદય ' ઉપર ધારણ કરાય તેમ તે (સંત કરેલ) ધમિલને મેં મારા મનવલ્લભ તરીકે હૃદયમાં ધારણ કર્યો છે. //૪