________________
ખંડ - ૫ : ઢાળ - ૫
૨૩
૩૨૯
હેમનું કંકણ હર્ષશું, સા. દેઈ વિસર્જે તાસ હો,
શબ્દ શુકન ગ્રહી આવીયા, સા. ધમ્મિલ ચહુટા પાસ હો...અલબેલા..પા ઇભ્ય કુમર એક તેણે સમે, સા. મેલવી કન્યા આઠ હો,
ન્હવણ મહોત્સવ કારણે, સા. જાય તિહાં બહુ ઠાઠ હો. ..અલબેલા..॥૬॥ મ્મિલ દેખી પૂછતો, સા. તવ એક બોલ્યો ત્યાંહી હો,
ઈંદ્રદત્ત સથવાહનો, સા. પુત્ર સાગરદત્ત આંહી. ..અલબેલા..ગા પિતરે મનોરથે મેળવી, સા. સુંદર કન્યા આઠ ;
તે પણ મોટા શેઠની, સા. સાંભળો નામનો પાઠ..અલબેલા..॥૮॥ દેવકી આદે ધસિરી, સા. કુમુદાનંદ નામ, પદ્મસિરીને કમલસિરી, સા. ચંદ્રસિ૨ી ગુણધામ ..અલબેલા..III વિમળા વસુમતી આઠમી, સા. બેઠી ૨થ વર સાથ
કન્યારતન લક્ષણ ભરી, સા. આવી રાંકને હાથ..અલબેલા..॥૧૦॥ ચંદ્રકલંકી વેતર્યો, સા. દુર્ભાગ રૂપે નિહાલ, દંપત્તી રાગે વિજોગડા, સા. કંટક કમળની નાલ..અલબેલા..૧૧/ જલનિધિ જલખારાં કીયાં, સા. પંડિત નિર્ધન કીધ હો;
ધનપતિ કૃપણતા ચમુખે, સા. રતનને દૂષણ દીધહો..અલબેલા..।।૧૨। વાત કરતાં આવીયો, સા. હસ્તિ જિસો જમરાય કોલાહલ થયો કારિમો, સા. કૌસિક મૌકુલી ન્યાય..અલબેલા..॥૧૩॥ વણિક તે નાઠા વેગળા, સા. નાઠો સુભટનો સાથ
સાગર તરછોડી નાશી ગયો, સા. વળગી ચીવકની હાથ ..અલબેલા..॥૧૪॥ થઈય નિરાશા જીવિતે, સા. હરણી પ૨ે ભયભીત
દદિશિ જોતી રોવતી, સા. ધ્રુજતી મુંઝતી ચિત્ત..અલબેલા..॥૧૫॥ સુંઢ ઉછાળતો આવીયો, સા. હસ્તી તેહેની પાસ
કુંવર દયાળુ જઈ કહે, સા. મ ધરો મહિલા ત્રાસ હો...અલબેલા..।।૧૬। ૨૫ બેસારી આઠને, સા. દેઈ ગયો ઉપકંઠ
તસ જનકાદિક રોવતાં, સા. વળગાડી તસ કંઠ હો...અલબેલા..।।૧૭। પાછો વળીયો વેગશું, સા. ગજશતબલ જડી લીધ,
બાંધી ભુજા ગજ સંમુખે, સા. કુંવરે હાકોટો કીધ...અલબેલા..॥૧૮॥ સાહમો સામજ ધાવતો, સા. આવતો રોષ ૨સેણ;
કુંવર ગ્રહી દંતોશલા, સા. શિર ચઢો પ્રબલ લહેણ..અલબેલા..॥૧૯॥