________________
૨૦૦
ધમિલકુમાર રાસ
મી
જેમ દેવનું દર્શન દિવસે, રાત્રિએ થયેલ મેઘગર્જના ક્યારેય નિષ્ફળ ન જાય, તેમ આ તપ નિશ્ચ ફળદાયી નિવડે છે. અર્થાત્ નિષ્ફળ જતો નથી ||૧૬૧૭
તે માટે તે ધમ્મિલ ! તમે પણ દ્રવ્યમુનિવેશ અને એને અનુરૂપ ઉપકરણોને ધારણ કરીને, મુનિરાજ જેવી રીતે કરે તે રીતે તમે સર્વ ક્રિયા શુદ્ધ કરો. f/૧૮ વિગઈનો ત્યાગ, અને નિર્દોષ એવી(આંબેલની) ગોચરી લાવવી. પ્રથમ ઉપવાસ અને પછી નિર્લેપ એવા આંબેલ (જે ગોચરીમાં લાવ્યા હોય તે) છ મહિના સુધી જે કરે છે ૧૯લા - તે ભાગ્યશાળી રમણી, ઋદ્ધિ મેળવે છે અને ઇચ્છિત ફળને પ્રાપ્ત કરે છે. આ ભવે સુખ ભોગવે. છે અને પરભવમાં પણ પુણ્યનો પ્રકાશપુંજ (અથાગ પુન્ય ઉપાર્જન કરે છે) પ્રાપ્ત કરે છે. રવા આ પ્રમાણે અગડદત્ત મુનિએ આ ત્રીજા ખંડને વિષે સુંદર એવા તપનો મહિમા ગાયો. તપનો વિધિ પણ દાખવ્યો. તપના મહિમાવાળી આ ઢાળ અગિયારમી (ત્રીજા ખંડને વિશે) પંડિતવર્ય વીરવિજયજી પૂર્ણ કરતાં કહે છે કે ગુરુના વચન થકી જે ચિત્તમાં ધરે છે તે હંમેશાં મંગળની દાળને પ્રાપ્ત કરે છે. ૨૧
-: ખંડ - ૩ : ઢાળ ૧૧ મી સમાપ્ત :
-: દોહા :ધમિલ ગુરૂ વયણાં સુખી, હરખ્યો હૃદય મોઝાર; માતાપિતા બંધવ થકી, અધિકો ગુરુ ઉપગાર. ૧II. ગુરૂ દીવો ગુરૂ દેવતા, ગુરૂથી લહીએ નાણ; આ ભવ સુખસંપદ દીયે; પરભવ કોડિ કલ્યાણ નારા કરજો ડી ગુરૂને કહે, મુજ આપો મુનિવેશ; આચારશું શુદ્ધિ ક્રિયા, સફળો તુમ આદેશ. all તવ ગુરૂ મુનિવેશ જ દીયે, મંત્ર તથા આશિષ;
કરી ઉપવાસ ગુરૂ મુખે, મંત્ર જપે અહોનિશ. Iકા ગુરુ મહારાજનાં વચનો (ઉપદેશરૂપ) સાંભળીને ઘણો હર્ષિત થયો. હૃદય પ્રફુલ્લિત થયું. રોમાંચ ખડા થઈ ગયા. મનમાં વિચારે છે અહો ! આ સંસારમાં માતા-પિતાનો ઉપકાર છે. બંધવનો પણ ઉપકાર છે. પણ છતાં એ સૌના ઉપકાર કરતાં નિઃસ્પૃહી નિસ્વાર્થી એવા પરમ તારક પરમ ગુરુદેવનો ઉપકાર અતિ ઘણો છે. [૧] આ જગતમાં ગુરુ દીવા-દીપક સરખા છે. દેવ સરખા છે. જ્ઞાનની પ્રાપ્તિ પણ ગુર થકી થાય છે, કે જે જ્ઞાન આ ભવમાં સુખ-સંપત્તિ આપનારું થાય છે. વળી તે જ જ્ઞાન પરભવમાં ક્રોડ કલ્યાણ કરનારુ થાય છે. રા.
ધમ્મિલ સાધુવેશે સાધના-આમ વિચારતો ધમ્પિલકુમાર હવે ગુરુ મહારાજને હાથ જોડીને વિનવે છે. મસ્તક નમાવીને કહે છે હે ગુરુદેવ ! આપ મને હવે નિવેશ આપો. જે કારણે હું શુદ્ધક્રિયાને વિધિપૂર્વક આદરીશ. આપના આદેશને હું સફળ કરીશ. //૩ી અગડદત્તમુનિ ભગવંતે ધમ્મિલની માંગણી સ્વીકારીને મુનિવેશ આપ્યો. સાથે સાથે શુદ્ધ ઉચ્ચાર પૂર્વક મંત્ર અને હૈયાના આશિષ આપ્યા. તે મંત્ર, આશીર્વાદ તથા મુનિવેશને ધમિલે નમ્રભાવે ગ્રહણ કર્યા. ગુરુ પાસે જ ઉપવાસનાં પચ્ચકખાણ લીધાં. અને તે જ વનમાં એકાંતમાં જઈને હંમેશાં મંત્રનો જાપ કરવા લાગ્યો. //૪ો.