________________
ખંડ - ૩ : ઢાળ - ૧૨
"
ઢાળ બારમી
(હાં રે હું તો જળ ભરવાને ગઈતી જમુના તીર જો...એ દેશી) હાં રે હવે ધમ્મિલ મુનિવર વેશ ધરી તામ જો;
ઉપગરણાં દશ ચાર મુનિકેરાં ધરે રે લો; હાં રે ષટ્ આવશ્યક પડિલેહણ શુભ પરિણામ જો,
હાં રે મન શુદ્ધિ ત્રિકરણ યોગે તપ જપ પોષ જો.
હાં રે તજી આધાકર્માદિક વળી કેતા દોષ જો; હાં રે હાં રે ત્યજી ધૂમ્રદોષ તપ સઘળો ચઉવિહાર જો;
પદ વૃત્તિ કરી નિર્લેપક લીએ આહાર જો;
હાં રે તપ ચરણે શોષિત માંસ રુધિર નિજ કાય જો,
વિધિયે મંત્ર જયંતા ષોડશ અક્ષરે રે લો. ॥૧॥
હાં રે તિહાં સાધુવેશ તજી
હાં રે પરિભ્રમણ કરતાં
પ્રત્યાહારને ધારણ ધ્યેય દિશા વરી રે લો;
સામુદાણી કરતા ફરતા ગોચરી રે લો. ॥૨॥
ઉપવાસાંતર આંબિલ કરતા નિત્ય પ્રત્યે રે લો;
એમ કરતાં ષમાસ ગયા તપ વાધતે રે લો. IIઝા
પુણ્યે પોષિત હિતકર ગુરુ પાસે ગયો રે લો. પ્રણમી ગુરૂ પાય જો;
ગુરુ આશિષે ચાલ્યો વન હસ્તી થઓ રે લો ॥૪ના ભૂતનું મંદિર દીઠ જો;
તપ શ્રમ તાપ સમાવા, તાપન આથમ્યો રે લો;
હાં રે રયણી સુખહેતે ભૂત ધરે સપવિઠ્ઠ જો;
સૂતો ભરનિદ્રાએ ચિંતાયે વમ્યો રે લો ॥૫॥
હાં રે તવ સુપને બોલે દેવ થઈ પરસન્ન જો;
સુગુરૂ વચન પસાયે રહો સુખમાં સદા રે લો,
હાં રે સુણ ધમ્મિલ, પરણીશ તું સુખમાંહી મગન્ન જો,
બત્રીશ કન્યા ખેચર ભૂપ તણી મુદા રે લો II॥
હાં રે એમ અમીય સમાણી વાણી સુણીય કુમાર જો,
જાગ્યા રે મુહ માગ્યા મુઝ પાસા ઢલ્યા રે લો;
હાં રે ચિંતે સુર તૂઠા વૂઠા અમિજલ ધાર જો;
નાઠા રે દિન માઠા શુભ દહાડા વલ્યા રે લો લા
૨૦૧