________________
ધર્મિલકુમાર રાસ
યોગિણીને હાર ભેટ ઃ- જોગણનાં મીઠાં મધ જેવાં વચનો સાંભળી રત્નવતી રાજકુંવરી ઘણી હરખાણી. ઘણી આનંદમાં આવેલ કુંવરીએ પોતાના ગળામાં રહેલો મુક્તાફળનો હાર કાઢીને જોગણના ગળામાં પહેરાવી દીધો અને કુંવરી જોગણને ભેટી પડી. ।।૫। આ રીતે યોગિણીના દિવસો લગભગ સાત માસ પૂરા થવા આવ્યા. સાત માસમાં માત્ર એક દિન બાકી રહ્યુ છતે યોગિણી વિચારે છે કે હવે મારે જલ્દી રત્નપુરી પહોંચી જવું તે જ યોગ્ય છે. તેથી જોગણ કુંવરીને કહે છે કે “રે કુંવરી ! રાગના અતિરેકથી પ્રેમપૂર્વક મને તે અહીં રોકી રાખી છે. IIFI
પણ બાળા ! મારે તો તીર્થભ્રમણ કરીને સુંદર ફળ (સિદ્ધ પદ) પ્રાપ્ત કરવું છે. વળી યોગી અવસ્થામાં એક સ્થાનમાં રહેવું તે ઠીક નથી. માટે હવે અમે અહીંથી જઈશું. હે બાળા ! તારું ક્રોડ કલ્યાણ થાઓ.’’ IIII કુંવરી તરત જ યોગિણીના ચરણે પડી. અને કહેવા લાગી. હે મૈયા ! મને મારા સ્વામીનો મેળાપ જલ્દી થાઓ. એવા આશિષ હંમેશાં આપતાં રહેજો. એમ કહીને કુંવરીએ જોગિણીને વિદાય આપી. ।।૮।। યોગિણી ત્યાંથી ચાલવા લાગી. જ્યારે કુંવરી દેખાતી બંધ થઈ. તે જ ક્ષણે સુમતિ પ્રધાને યક્ષરાજનું સ્મરણ કર્યું અને વિચાર્યું આ જ વેશમાં મને રત્નપુરીના ઉદ્યાનમાં પહોંચાડો. ને તરત જ · યોગિણી રત્નપુરીના ઉદ્યાનમાં પહોંચી ગયાં. IIલા
૩૫૮
ઢાળ નવમી
(નામે એલાચી રે જાણીયે, ધનદત્ત શેઠ પુત્ર,...એ દેશી) તે દિન વન અગ્નિ તણી, ચય બળતી તિહાં એક, ધૂમઘટા ગગને ચલી, મળીયા લોક અનેક, . મહીયલ મોહ મહાબળી, તોડે પંડિત ટેક, રાગે રંગિત રોલવ્યા, બોલે વિશ્વ વિવેક...મહી...૧ સાતે માસ પૂરણ થયા, પણ નાવ્યો પ્રધાન, રતનવતી પણ ના મળી. તેણે મુઝ મરવું નિદાન...મહી...॥૨॥ એમ નિશ્ચય કરી નીકળ્યો, રાજા શ્રીફળ હાથ, વાર્યું કોઈનું નિવ કરે, ઊભા પુરજન સાથ...મહી...III જોગણ દેખી તે તતક્ષણે, વેગે સન્મુખ જાય, મંત્રી પ્રમુખ કહે રાયને, જ્ઞાની જોગણ આય...મહી...II૪l ધીરજ દેતાં તે જોગણી, આવી રાયને પાસ, આશીષ દેઈ ઉભી રહી, પ્રણમે ભૂપ ઉલ્લાસ ...મહી...IIપા મંત્રી કહે સુણો જોગણી, કહીએ એક નિમિત્ત,
રાજા તુમને નિવાજસે, ભાંખો થિર કરી ચિત્ત....મહી...IIII અમસ્વામી મહામંત્રવી, અવિધ કરી સાત માસ, રતનવતીને ગવેષવા, ચાલ્યા ચિત્ત ઉલ્લાસ....મહી...IIII