________________
ખંડ - ૫ : ઢળ - ૯
૩૫૦
- દોહા :જો ગણ કહે તેમ કારણે, ધ્યાન ધરુ એકાંત, ધારણ ધ્યેય સમાધિએ, પ્રગટ કરૂ તુજ કંત ૧il એમ કહી ધ્યાનદિશા વરી, સાસ ઉચ્છવાસનો રોધ, પાંચ ઇન્દ્રિ સંવરી, જગવ્યો કૃત પ્રતિબોધ. રો ભણે જોગણ મતખેદ કર, શબ્દ હુઓ સુખકાર, ઈચ્છાયત થોડે દિને, મળશે તે ભરતાર. Hall કામાદેવને દેહ રે, જુવટુ રમતો જેહ, પેસતાં તઝ વારશે, પુરવભવ વર તેહ. Iકા રતનવતી હરખી સુણી, જોગણ વયણ રસેશ, મુક્તાફળનો હાર તસ, દેખી પ્રેમવશેણ. //પા સાત માસ વીત્યા તિહાં ઓછો છે દિન એક પ્રેમ ભરે જો ગણ કહે, તું રાગી અતિરેક દા તીર્થભ્રમણ ફળ જોગીને, નવિ રહેવું એક ઠાણ તે કારણ અમે જાઈશું, તુઝને ક્રોડ કલ્યાણ Iણા કુંવરી કહે પાયે પડી, જેમ વરમેળો થાય, દેજો આશીષ નિત્ય પ્રતે, એમ કહી કરતા વિદાય. દા. જક્ષ તણું સમરણ કરી, તતક્ષણ સુમતિ પ્રધાન,
જો ગણ વેશે જઈ રહ્યો, રતનપુરી ઉદ્યાન. Tલા જોગણ બોલી. “ઓહ ! બાળા જો તું કહે છે તેમ જ હોય તો, તું હવે ચિંતા છોડી દે. તુ તો મારી નાની બેન કે નાની સખી છે. તારા માટે હું એકાંતમાં નિશે ધ્યાન ધરીશ. ધારણા કરી, ધ્યાન લગાવીને ધ્યેયને સિદ્ધ કરીશ. અને સમાધિ દ્વારા છેવટે તારા પતિને હું પ્રગટ કરીશ.” [૧] તે પ્રમાણે કહીને યોગિણી એકાંતમાં (મહેલના ખૂણામાં) ધ્યાન લગાવીને બેસી ગઈ. ધ્યાન દશાને પ્રાપ્ત કરી હોય
તે રીતે પોતાના શ્વાસોચ્છવાસ રૂંધન શરૂ કર્યું. (રેચક-પૂરક-કુંભક વગેરે અનુક્રમે ધ્યાન શરૂ કર્યા.) પાંચે . ઇન્દ્રિયોનો સંવર (નિરોધ) ર્યો. અને જાણે દેવશક્તિ સાથે વાત કરતી હોય તે રીતે ગણગણાત કરતી મસ્તકને ધુણાવવા લાગી. પછી ધીમે ધીમે આંખ ખોલી. //રા
જોગણ બોલી. “હે બાળા ! હવે તું જરાયે ખેદ કરતી નહીં. મને તો કાનને પ્રિય સુખકરનારાં એવા શબ્દો સંભળાય છે. જે તું ઇચ્છે છે તે જ કંત (તારો સ્વામી) થોડા દિનમાં મળશે. /al અને તેનો સંકેત તે પ્રમાણે હશે. તે તું સાંભળ. કામદેવના મંદિરમાં જુગારીઓ જુગાર રમતા હશે. ત્યારે તું પૂજાપો લઈને તે મંદિરમાં પૂજા કરવા જતી હશે. ત્યાં તને પૂજા કરવા જતાં જે નર તને અટકાવશે. - તે તારો પૂર્વભવનો સ્વામી હશે અને તે જ આ ભવનો સ્વામી થશે. જો