________________
૩૮૦
ભડકણ બીકણ અમને જાણ્યા કેમ જો, નવનવી વાત વદંતાં વિષટે પ્રેમ જો,
સાચાં બોલાં માણસને પરતીજીએ જો. રા
જુઠા બોલ્યાનો અમને છે નેમ જો, મિત્રસેનાશું વચને દાખી પ્રેમ જો,
પૂંઠેથી ભડકીને નાઠા કેમ ગયા જો. ॥૨૧॥
મિત્રસેના ગઈ અમને કરી સંકેત જો,
નાઠા અમે દેખી વિપરીત વદેત જો,
નારી શું ઝઘડો નર ઉત્તમ નવી કરે જો. ૨૨/
પ્રેમ બન્યો તિહાં ઝઘડાનું શું હેત જો, મિત્રસેનાએ કીધો શો સંકેત જો,
સાચ કહો તો આગળ વાત પ્રકાશીએ જો. I॥૨૩॥
ખેટસુતા આશક્ત રાતી કેત જો,
હલવી સહુ રહેજો નહિ, તો ધજ શ્વેત જો,
ઉજ્વલ ધજ દેખીને દેશાવર ગયા જો. ॥૨૪॥
મિત્રસેના મુખ સાંભળી બાંધવ વાત જો,
અમે બેહું બેહને નવિ ચિંત્યો ઉપઘાત જો,
ધમ્મિલકુમાર રાસ
જ્ઞાનીને વયણે રે ચિત્ત ઉપશામીયું જો. I॥૨૫॥
અમે જાણું જે નહી અમતુમ મેલાપ જો,
બાંધવ ઘાતે બેહુને થયો સંતાપ જો,
મિત્રસેનાએ ઉજ્જલ ધજ હલાવ્યો સહી જો. ।।૨૬।
ભાઈ મુઓ પણ વંછિત મેળો મેલી જો.
સંપે હરખી સોળ જણીની ટોળી જો,
હર્ખમદે મિત્રાએ ધજપતિ હાલવ્યો જો. ા૨ા
એક એક વચને સાચી વાત રસાલ જો,
છઠ્ઠ ખંડે ભાખી પહેલી ઢાળ જો,
૨૮
શ્રી શુભવીર વખૂટો મેળો સહુ મળ્યો જો. આકાશમંડળમાંથી ઊતરી આવેલી વિદ્યાધર કન્યાના રૂપને કુમાર નિરખી રહ્યો છે. વિવેક જાળવીને કન્યા થોડીવાર પછી બોલી. “ઓ છેલછબીલા ! સુંદર સોહામણા રાજકુમાર ! મારી વાત સાંભળો.” કુમાર તેના રૂપને જોતો હવે તેની વાત સાંભળવા ઉત્સુક બન્યો. કન્યા કહે છે “હે