SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ - ૬ : ઢાળ - ૧ ૩૮૧ પરોણા ! કંનકવાલુકા નદી જગતમાં પ્રખ્યાત છે. તે જાણો છોને ? તેનાં કાંઠે તમે શા માટે ગયા હતા ?” કુમાર બોલ્યો ઃ રે ! છેલછબીલી નારી ! મારી વાત સાંભળ. અમે ઘોડા ખેલાવતા હતા. એક દિન વક્રગતિવાળા ઘોડા ઉપર હું બેઠો. મને ખબર ન હતી કે ઘોડો વક્રગતિવાળો છે. તે અશ્વના હરણે અમે તે વનમાં પહોંચી ગયા. તૃષાતુર થયેલા અમે પાણીની શોધમાં તે નદીના કાંઠે પહોંચી ગયા. ॥૨॥ ઓહ ! રાજકુમાર ! પાણી માટે કાંઠે ગયા તે ભલે ગયા. મુક્તાફલ સરખાં નિર્મળ નીર પીધાં. તે પણ સારું કર્યું. તરસ છીપાવીને સ્વસ્થ થયા. આનંદની વાત. પણ ત્યાંથી સુંદર વનમાં ગયા. તે વનમાં વંશજાળ મધ્યે વિદ્યાધર વિદ્યાની સાધન કરતો હતો તે નિરપરાધીને તમે કેમ માર્યો ? III અરે ! ઓ બાળા ! મેં સાધકને હણ્યો. તેવી વાત તારે શું કામ પૂછવી પડી ? પારકાની વાત કરતાં તને શરમ ન આવી ? હું ! પારકાની પંચાત (વાત) કરતાં આ જીવને હંમેશાં આનંદ જ આપતો હોય છે. કુમારની વાત સાંભળી તે બાળા એકદમ બોલી ઊઠી. કોઈની વાત કરવામાં અમને આનંદ નથી ને નિંદા પણ કરતાં નથી. અમારાં માતપિતા પણ કોઈની નિંદા કરતાં નથી. અમારા કુળમાં નિંદાખોરની છાપ પણ નથી. પણ જ્યારે તમને સાચું પૂછીએ છીએ, તો તમને આટલો બધો ચટકો કેમ લાગ્યો ? હે બાળા ! તું સાચું પૂછે છે ? તો તે પુરુષ સાથે તમારે શું સગપણ રહેલું છે ? જેથી મર્મભરી વાત પૂછીને જાણે મોટાને ઉત્તર આપવાનો હોય તેવા જવાબ માંગે છે. નક્કી કંઈ સંબંધ હશે, નહિ તો કામ વિના પૂછવું ઘટે નહીં. ॥૬॥ અરે ! ઉત્તમ નરવર ! કામ વિના અમે કોઈના ઘરે જતાં નથી. જવું તે યોગ્ય નથી. સહેજ પણ મર્મની વાત કરીએ તો વિના કા૨ણે વેરઝેર પ્રગટ થાય અને સગપણ વિના આવી મર્મભરી વાત શું બોલી શકાય ખરી ? આટલું બોલતાં બાળા ગળગળી થઈ ગઈ. IIII રે ! કન્યા ! તારે એ પુરુષ સાથે શું સગપણ છે ? અમને તું કહી શકે ? તેના પ્રત્યે દિલમાં આટલું બધું તને દુઃખ લાગે છે ? અંતરમાં લાગેલા ઘાને અમે કેવી રીતે જાણી શકીએ ? તમે કંઈક વાત તેને વિશે કરો તો અમે જાણીએ. ॥૮॥ યુવરાજ ! તે સાધક મારો મોટો ભાઈ હતો. નિરપરાધી એવા સાધકને તમે તલવારના ઘા થકી હણી નાંખ્યો. આવું અકાર્ય ક૨વાથી ક્ષત્રિયની આ આબરૂ ? રે ! પરદેશી ! આવા કાર્યથી ક્ષત્રિયની આબરૂ વધતી નથી. Ill હે સુંદરી ! તું કહે છે તે સાચું છે ખરેખર, આવા કાર્યમાં ક્ષત્રિયની આબરૂ વધતી નથી. પણ આ જે કંઈ કામ મારાથી થઈ ગયું છે તે અજાણતાં થયું છે. વૃક્ષ ઉપર લટકતી એક તલવાર મારા જોવામાં આવી. મને કુતૂહલ થયું કે આ વનમાં તલવાર ક્યાંથી ? હાથમાં લઈને જોઈ. મને થયું કે કોઈ ભૂલી ગયું છે. મેં ચારે કોર તપાસ કરી. કોઈ જોવામાં આવ્યું નહીં. વળી મને થયું કે જોઉં તો ખરો આ તલવાર કેવી છે ? પરીક્ષા કરવા મેં વંશજાળમાં ઘા કર્યો. વંશજાળ તો કપાઈ ગયું. પણ અંદર રહેલા સાધકનું મસ્તક છેદાઈ ગયું. I॥૧૦॥ હાથમાં તલવાર લઈને ધારને બરાબર જોવા ગયો. તો તલવારની ધાર લોહીથી ખરડાયેલી જોઈ. તલવાર હાથમાં લઈને જોતાં, મને વિચાર ન આવ્યો કે “એકદમ શસ્રનો પ્રહાર કરવો ન જોઈએ.” કોઈ માણસ ખડ્ગરત્ન મૂકીને દૂર જાય નહીં. એવો વિચાર પણ ન કરી શક્યો. ||૧૧|| હે વનસુંદરી ! આ સર્વે વાતમાં અમારી ભૂલ થઈ છે. અસિનો ઘા કરીને અમે ભિલ્લથી પણ હલકું કામ કર્યું છે. જે કામથી અમને ઘણો પસ્તાવો થયો છે. અમારા હૈયાના બળાપાને તો એક કેવલી ભગવંત જાણે છે. એ વિના તો બીજો કોણ જાણે ? ।।૧૨।। યુવાન ! કેવલી ભગવંત તો સમય સમયના બદલાતા, સર્વજનોના સર્વ વિચારો જાણી શકે છે. પણ હે રાજકુમાર ! મારો બંધવ હવે નિશ્ચયથી પાછો
SR No.005785
Book TitleDhammilkumar Ras
Original Sutra AuthorN/A
AuthorJitkalpashreeji
PublisherDevi Kamal Swadhyay Mandir
Publication Year2009
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy