________________
too
ધમ્મિલકુમાર રાસ
રડતી હતી. અને આંખે આંજેલું અંજન તે આંસુ સહિત નીકળતાં હાથ ઉપર જે બિંદુઓ પડ્યાં હતાં, તે જ આ છે. માટે આ હાથ મારા સ્વામીનો છે નાણા
હજી આવી વાતો કરે છે ત્યાં તો બીજો હાથ આવીને પડ્યો. તેની ઉપર હિંગૂલ (લાલ) કલરની રેખાઓ ચીતરેલી હતી. તે જોઈને તે સ્ત્રી બોલી. “આ બીજો હાથ પણ મારા પતિનો છે.” કારણ કે યુદ્ધપ્રયાણ વખતે મેં હિંગુલની રેખા કરીને તેમને વી૨વલયો પહેરાવ્યાં હતાં.” હજી આટલી વાત કરે છે. ત્યાં તો આકાશમાંથી મસ્તક અને ધડ પણ આવીને પડ્યું. તે જોઈને સ્ત્રી હૈયાફાટ રડવા લાગી. છાતી ફૂટવા લાગી. માથાં પછાડવા લાગી. ચારે બાજુ હાહાકાર થઈ ગયો. આ સ્ત્રીનું રુદન જોઈને ત્યાં ઉપસ્થિત બધા લોકો પણ રડવા લાગ્યા. ।।૮।। વળી તે સ્ત્રી રડતી રડતી કહેવા લાગી. “હવે હું મારા પતિની પાછળ સતી થઈશ. સ્વામી વિનાનું જીવિત નકામું છે. નક્કી મારે મરી જવું છે.” રાજા વગેરેએ ઘણી સમજાવી છતાં પણ તે માની નહીં. છેવટે સુભટના અંગો અને મસ્તક ખોળામાં લઈને અગ્નિમાં પડીને તે બળી મરી. ।।૯।
ભાનુમતીએ કરેલ અગ્નિસ્નાન થકી રાજા-રાણી ચિંતાથી વ્યાકુળ થયેલાં બેઠાં હતાં. ત્યાં તો સુભટ શત્રુને હરાવી ગગનમાર્ગેથી રાજા પાસે આવ્યો. નમસ્કાર કરીને પોતાની સ્ત્રીની માંગણી કરી. “રાજન્ ! તમે મારી સ્ત્રીનું રક્ષણ કર્યું. તેથી તમારો ઘણા ઉપકાર માનું છું. હવે મને મારી સ્ત્રી આપો.” ।।૧૦।। સુભટની માંગણી સાંભળી રાજા-રાણી ઘણા ક્ષોભ પામ્યાં. તેના ગયા પછી પાછળથી જે બન્યું તે સઘળું સુભટને કહી સંભળાવ્યું. ત્યારે તે સુભટ રાજાની વાત માનવા તૈયાર નથી. રાજન્ ! વ્રત ધરીને ખોટી વાત ન કરો. જો તમે આવી વાત કરશો તો ભૂમિ રસાતળ થશે. હાલમાં હું બીજી વાત માનવા તૈયાર નથી. મેં સોંપેલી મારી સ્ત્રી મને પાછી આપો. ।।૧૧।।
સંસારમાં નારી વિનાનું જીવન નિષ્ફળ કહેવાય છે. જે તમે વાત કરી. અને તે પ્રમાણે જ બધી વાત હોય તો હું પણ આજરોજ અગ્નિપ્રવેશ કરીશ. રાજા કહે “હે ભાઈ ! જે બન્યું તે સઘળું તને સત્ય કહ્યું છે. પણ તેમાં તારું જીવન શા માટે ગુમાવે છે ?” સુભટ બોલ્યો - હે રાજન્ ! જો તમે મારા જીવિતને ઈચ્છતા હો તો તમે તમારા એક પૌષધવ્રતના ફળને મને આપો. ।।૧૨।। રાજા કહે - રે ! ભાઈ ! એ વાત બની શકે તેમ નથી. ધર્મનાં ફળ તો કોઈને અપાય નહીં. પણ વિવેકી, મારું સઘળું રાજ્ય તને આપી દઉં છું અને તે ઉપર વળી એકસો કન્યા પણ તને આપું છું. ॥૧૩॥
હે સુભટ ! અજાણતાં હું છેતરાઈ ગયો છું. મારો ગુનો થઈ ગયો છે. તે સ્ત્રીને ઘણું સમજાવતાં પણ તે સ્ત્રી ન માની. તો હવે મારા એ ગુનાને તું માફ કર. રાજ્ય અને સો કન્યાનો તું સ્વીકાર કર. રાજાની એક પણ વાત ન માનતાં ચિતા જલાવીને, સુભટ તેમાં બળી મર્યો. તે જોઈને રાજાને ઘણું દુઃખ થયું. રાજા તો કિંકર્તવ્યમૂઢ થયો. ॥૧૪॥ સ્વજનવર્ગ સાથે રાજા વળી ગુરુ મહારાજ પાસે જઈને બેઠો. તે જ ક્ષણે ત્યાં આગળ ધરણેન્દ્ર - પદ્માવતી. બંને દેવ-દેવી હાજર થયાં. અને રાજાને ઉદ્દેશીને કહે છે. હૈ પુત્ર ! “લાંબાકાળ સુધી જીવો. વ્રતને ધારણ કરતો તું હંમેશાં પરમ આનંદને પામ.” ।।૧૫।। દેવનું વચન સાંભળીને રત્નશેખર રાજા ગુરુદેવને પૂછે છે. “હે ગુરુદેવ !” આ મોટા દેવ કોણ છે ? વળી આ સાથે દેવી પણ કોણ છે ? ગુરુ કહે - “હે,વત્સ !” આ તારાં પૂર્વમાં માત-પિતા છેં. “રાજા કહે – શું મારાં માત-પિતા ?” “હે ! રાજન્ ! તારાં જ પિતા ને માતા છે. સાંભળ. આ નગરમાં પુરંદર નામે રાજા હતા. તેમને સતીઓમાં શિરોમણી એવી સુંદરી નામે પ્રિયરાણી હતી. ૧૬॥