SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ - ૪ : ઢાળ - ૧૨ ઢાળ બારમી (ભરતને પાઢે ભૂપતિ રે...એ દેશી) દૂત ઠવી ગૃપ તેડિયા રે, આવ્યા ક્ષત્રીકુમાર, સલૂણા, ઉતરીયા ચંપાવને રે, સૈન્ય સુભટ વિસ્તાર સલૂણા...॥૧॥ પુણ્ય ઉદય પ્રાણી લહે રે, વંછિત સકલ સમૃધ્ધ, પુણ્ય વિષુણા ઝૂરતા રે, દેખી પરની ઋધ્ધિ...સ.પુ.॥૨॥ મંત્રી શેઠ સાર્થવાહના રે, મળીયા પુત્ર અનેક; અશન વશન નૃપ તૃણ જલે રે, સાચવે સકલ વિવેક...સ. પુ. III નયરે પડહ વજડાવતા રે, ઇભ્ય શેઠ સાર્થેશ; નંદન સાથ સ્વયંવરે રે, આવજો ધરી શુભ વેશ...સ.પુ. II૪lI મંડપે મળીયા તે સવે રે, બેઠા બેસણ ઠાય, નંદન વનમેં દેવતા રે, મળીયા મોજ સવાય....સ.પુ.પી મ્મિલ પણ આવી તિહાં રે, રાજકુંવરની પાસ; માન લહી જુવરાજનું રે, બેઠા મન ઉલ્લાસ...સ. પુ. IIII રાય કપિલની આગળે રે, ગાયન ગાવે ગીત; વારવધૂને નાટકે રે, રાગ રંગ રસ રીત....સ. પુ. IIના એણે અવસ૨ નૃપ નંદની રે, ચંદન સહિ પરિવાર, બેસી સુખાસન પાલખી રે, સોળ ધ૨ી શણગાર...સ. પુ.॥૮॥ ઉતરી અભ્રથી ઉજળી રે, વિજળી જ્યું ઝલકાર; વરમાળા કરમાં ધરી રૈ, પંખા સખી કર ધાર....સ.પુ.IIll સમકાળે કુમરી મુખે રે, નયણે જુએ નરદક્ષ; ધનુર્વેદ બાણાવલી રે, સાંધે જેમ દંગલક્ષ...સ.પુ. ૧૦ની પણ કુંવરી ચિત્ત વેધીયું રે, નાગદત્તા ભરતાર; વસ્તુ જગત મધુ૨ી ઘણી રે, પણ ચિત્તરૂચિએ પ્યાર...સ. પુ. II૧૧॥ નયન કટાક્ષે બેહુ જણા રે, વેધાણાં તેણે ઠાય, વેધકતા લહે વેધકી રે, ઘાયલ જાણે થાય...સ.પુ./૧૨/ હવે પ્રતિહારી વર્ણવે રે, સાંભળ રાજકુમાર; પૂરવ દેશનો રાજિયો રે, નયી વાણારસી સાર....સ.પુ.॥૧૩॥ નામે મૃગધ્વજ એહ છે રે, સૈન્ય ઋદ્ધિ બહુ ગેહ; પરણી પ્રિયા છે પાંચશે રે, સુંદર લક્ષણ દેહ....સ. પુ. ॥૧૪॥ ૨૯૦
SR No.005785
Book TitleDhammilkumar Ras
Original Sutra AuthorN/A
AuthorJitkalpashreeji
PublisherDevi Kamal Swadhyay Mandir
Publication Year2009
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy