________________
(૧૯) સંઘમાં પૂજય આચાર્ય શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી અને પૂજય આચાર્ય શ્રી પ્રદ્યુમ્નસૂરીશ્વરજીની ચાતુર્માસ સ્થિરતા દરમ્યાન આ બન્ને આચાર્યવરોની પાવનનિશ્રામાં “ચંદ્રશેખર રાસ”નો વિમોચનવિધિ થયેલો. તે પ્રસંગે મેં મારા ટૂંકા વક્તવ્યમાં મારી શુભકામના સહિત એવું સૂચન કરેલું કે પૂજય સાધ્વીજી શ્રી જિતકલ્પાશ્રીજીએ કર્તાના ત્રણ પૈકીના બે રાસ જો લોકાર્પિત કર્યા જ છે, તો ત્રીજો “ધમ્પિલકુમાર રાસ” પણ શા માટે બાકી રાખે ?
પછી તો કેટલોક સમય વહી ગયો. વચગાળે ક્યારેક મળવાનું પણ બન્યું નહોતું.. અને એક દિવસ એમનો પત્ર આવી પડ્યો. જેમાં જણાવેલ કે “ધમ્મિલકુમાર રાસ” પુસ્તક તપાસ કરતાં મળી ગયું છે અને તેના અનુવાદનું કામ હાથ ઉપર લીધું છે. પૂર્વે સહજ ભાવે કરેલું સૂચન લાંબા સમયે આકારિત થતું જોઈ આનંદ થયો. પં. કવિશ્રીની આ ત્રણેય રાસકૃતિઓને પ્રગટ કરવાનું લક્ષ્ય સિદ્ધ કરી શક્યાં છે, એની પાછળ પૂજ્યશ્રી જિતકલ્પાશ્રીજીનો તીવ્ર સાહિત્યરસ પણ એક મહત્ત્વનું બળ રહ્યું છે. - તેઓશ્રીએ તેમનાં પરમ ઉપકારી ગુરુવર્યોની સ્મૃતિમાં, અંશતઃ ઋણ અદા કરવાની ભાવનાએ આ ભગીરથ પ્રયત્ન કર્યો છે. તેઓશ્રીએ આ કામમાં અન્ય સાધ્વીજી મહારાજોનો સહયોગ લીધો છે અને સૌના સહકારથી, સહિયારા શ્રમથી આ પ્રકાશનકાર્ય થઈ શક્યું છે.
આમાં એમના પૂજ્ય ગુરુણીજીના આશીર્વાદ, પૂજય આચાર્યવરોની અસીમ કૃપા તથા ઘણાનું માર્ગદર્શન પણ પ્રેરક નીવડ્યાં છે. આપ સૌ ગુરુભગવંતો-સાધ્વીજી ભગવંતોને શત શત વંદના.
. ૭, કૃષ્ણ પાર્ક, ખાનપુર,
- અમદાવાદ-૧
ડૉ. કાન્તિભાઈ બી. શાહ