________________
ધમ્મિલકુમાર રાસ
એવો ધણી પોતાની સ્ત્રીને ભલી ભોળી માને છે. I॥૨॥ પાંચ ચોરમાં જે નાનો ભાઈ છે તે હાથમાં તરવાર લઈને દ્વાર આગળ સંતાઇને ઊભો રહેલો છે. ચારે ભાઈ અંદર છે. તે વિચારે છે કે આ કુંવર સ્ત્રીની સાથે બળી મરવા તૈયાર થયો હતો, તો તે સ્ત્રી કેવી રૂપાળી છે ? જોઈએ તો ખરા ! ॥૩॥
આ પ્રમાણે વિચારી ચારેય ભાઈઓમાંથી એક પાસે ડાબલો હતો. જેમાં દીપક હતો. તેણે ડાબલો ખોલ્યો, દીપક બહાર કાઢ્યો અને તે (મંજરી)નું રૂપ ઊંચા થઈને જોવા લાગ્યા. II૪।। કુંવરે કરેલી પથારી જોઈ તો, તેની સ્ત્રી (મંજરી) બેઠી હતી અને ઠંડીથી ધ્રૂજતી હતી. તે સ્ત્રીનું મુખ દરવાજા તરફ હતું. દીપકના અજવાળે, દ્વાર પાસે ઊભેલો લઘુ ચોરને તેણીએ જોયો અને તે (મંજરી) ચોર ઉપર મોહિત થઈ. ॥૫॥
૧૩૬
--
મદનમંજરી ચોરમાં લુબ્ધ :- કહ્યું છે કે - નારીનો રાગ નદીના પૂર જેવો છે. વાદળની છાયાની જેમ ક્ષણિક રહેનારો છે. મેઘની પ્રિયા જે વીજળી તે પૃથ્વીલોક રૂપી પુરુષને સ્પર્શી, ક્ષણમાત્રમાં વિલીન થઈ જાય છે.સ્ત્રીનો રાગ પણ તેવા જ પ્રકારનો હોય છે. IIFII ચોર રૂપી લવણસમુદ્રમાં, (ચોર એટલો રૂપાળો હતો કે) જેનું તન-મનરૂપી જહાજ ડૂબી ગયું છે, તેવી મંજરી, પોતાના ખાનદાન પતિની લાજશરમ-મર્યાદા મૂકીને, ઊભી થઈને ચોરની (લઘુ ચોરની) છાતીએ અને ગળે વળગી પડી. IIII
પછી કહેવા લાગી. “આજથી તું જ મારો સ્વામી છે. તારા સૌન્દર્યમાં હું દિવાની બની છું. રાજકુંવરની સાથે વિલાસ કરતાં મારો જન્મ અફળ થયો છે.” ॥૮॥ હે સ્વામી ! મારી પ્રાર્થનાનો ભંગ કરીશ નહિ. હું તારી ઘરવાળી (ગૃહિણી) થઈને રહીશ. હમણાં હું વિષયરૂપી નદીના પૂરમાં પડેલી છું. માટે હે પ્રિય, તું મને પાર ઉતાર ! ।।૯।
“જો તું મને સ્વીકારીશ નહિં તો હું આત્મહત્યા કરીશ. હું મરી જઈશ.” આ પ્રમાણે તે સ્ત્રીનાં વચનો સાંભળીને, વિચાર કરીને કહેવા લાગ્યો. હે પ્રિયે ! મારી વાત અગત્યની છે તે તું સાંભળ. પછી તારી વાત હું અંગીકાર કરીશ. II૧૦ના એક તો તારા પતિ સાથે અમારે વૈર છે. કેમ કે તારા પતિએ અમારા ભાઈને માર્યો છે. અને બીજું તારું અપહરણ કરીએ એટલે બીજું વૈર બંધાય. વળી પાછો તારી વાત સાંભળી વિચાર આવે છે કે રત્ન જેવી આ નારી સ્વર્ગમાં પણ ન મળે. ।।૧૧।।
કાસળ કાઢવાનો વિચાર ઃ- હે સુંદરી ! તારો કંત જીવતો હોય, ત્યાં સુધી તને સાથે લઈને કેવી રીતે જઈ શકીએ ? ત્યારે મંજરી બોલી ! રે ! ભય ન રાખીશ. તેનો તો કંઈક ઉપાય કરશું. ૧૨॥ વળી મંજરી વિચારીને બોલી કે રાજકુંવરને આજ રાત્રે (હમણાં) હું મારા હાથે જ મારીશ. તમારી સાથેનાં બંને વૈર દૂર (વેગળાં) કરીશ. પછી તમારી સાથે ચાલીશ. ।।૧૩।। આવા પ્રકારની વાત મંજરીને લઘુચોર કરી રહ્યા છે તેવામાં અગ્નિને ગ્રહણ કરીને પોતાના પતિને (કુંવરને) આવતો જોઈને, મંજરીએ ઈશારો કર્યો અને દીપક બુઝાવી દીધો. ।।૧૪।।
કુંવર જેવો આવ્યો કે તરત મંજરી ને ચૂછવા લાગ્યો. (કેમ કે દૂરથી તેણે યક્ષના મંદિરમાં પ્રકાશ જોયો હતો.) “અહીં પ્રકાશ ક્યાંથી ? ત્યારે તેણી કહેવા લાગી. “તમારા હાથમાં આ અગ્નિ છે. તેનો પ્રકાશ તેથી ઝળક્યો હશે. તમને ભ્રમ થયો લાગે છે. I॥૧૫॥ સ્નેહમાં લુબ્ધ, સરલ સ્વભાવી કુંવરે પ્રિયાની વાત સાચી માની લીધી અને ખડ્ગ પ્રિયાના હાથમાં આપીને પોતાના હાથમાં જે સળગતો અગ્નિ હતો, તેને વધારે પ્રજ્વલિત કરવા માટે નીચો નમ્યો. ।૧૬। હવે આ બાજુ ઘોર અંધારી રાતમાં કુંવરને ઉગારવા (બચાવવા) માટે ચારેય ચોરો સજ્જ થયા છે. અને લઘુચોર આ નારી વળી આગળ કેવું ચરિત્ર ભજવે છે તે જોવા માટે સ્ત્રીની પાછળ પોતે ઊભો રહ્યો. ૧૭ના