________________
ખંડ - ૧: ઢાળ - ૩
૧૩
દુર્જનની સોબતે -સુરેન્દ્રદત્ત આ દષ્ટાંત કહીને કહેવા લાગ્યા કે વળી એક પોપટનો અધિકાર કહું છું તે સાંભળ! કોઈ એક નગરીનો રાજા, વિપરીત વિદ્યા પામેલા વક્ર ઘોડા ઉપર બેસીને જંગલમાં ફરવા નીકળ્યો. રાજાને ખબર ન હતી કે વિપરીત ગતિનો છે. લગામ ખેંચે રાખે, તો ઘોડો વધુ ને વધુ ગતિએ દોડવા લાગ્યો. ઘોર વનમાં પહોંચ્યો. થાકેલો રાજા હવે લગામ પણ ખેંચવા અસમર્થ નીવડ્યો. લગામ ઢીલી પડતાં જ ઘોડો ત્યાં જ ઊભો રહી ગયો. ઘોડા ઉપરથી ઊતરીને એક વૃક્ષ નીચે શીતલ છાયામાં રાજા ઊભો છે. નજીકમાં ભીલની પલ્લી હતી. નજીકના વૃક્ષ ઉપર પાંજરામાં પોપટ રહેલો હતો. રાજાને જોતાં જ પોપટ મોટેથી બોલવા લાગ્યો ત્યારે રાજાનું ધ્યાન ગયું. પોપટ બોલ્યો કે “હે ભીલો ! જલ્દી દોડો, જલ્દી દોડીને આવો. આપણા આ રણની (વનમાં) અંદર આભુષણ અલંકાર સહિત રાજા એકલો ઊભો છે. તેને અત્યારે પકડી લ્યો. જેથી તમે લક્ષ્મીવાળા થશો, સુખી થશો..૩+૪+પા
પોપટનું બોલેલું સાંભળીને ભયભીત થયેલો રાજા ત્યાંથી નાઠો. જાય ભાગ્યો. ઘોડો લેવા પણ ન રહ્યો. આગળ જતાં તાપસીનો આશ્રમ આવ્યો. આશ્રમ જોતાં હાશ અનુભવતો રાજા તાપસના કુલપતિની કુટિર પાસે આવીને ઊભો. ૬lી કુટિર પાસે વૃક્ષ ઉપર પાંજરામાં પોપટ હતો. રાજાને જોતાં જ પોપટ બોલવા લાગ્યો. તે તાપસો ! ઊઠો ! જલ્દી આવો ! આપણા પુણે રાજા એકલો કુલપતિનાં દ્વારે આવીને ઊભા છે. Iળા
ભક્તિનો અવસર છે. બહુમાન સહિત આદરથી બોલાવો. બેસવા માટે આસન આપો. થાકેલા છે. વીંઝણો આપો. જલપાન કરાવો. કદાચ મૃત્યુ થઈ જાય તો પણ ભવાંતરમાં આવો (સાધર્મિક). ભક્તિનો અવસર ફરી મળતો નથી IIટા આ પ્રમાણે પોપટનું બોલેલું સાંભળી તાપસો દોડી આવ્યા. બહુમાનપૂર્વક રાજાને તેડી આવીને આસન ઉપર બેસવા કહ્યું. રાજા બેઠો. થોડીવારમાં જળપાત્ર આવ્યું. સાથે સાથે વનફળ આરોગવા માટે આપ્યાં. આ પ્રમાણે ભક્તિ કરવા લાગ્યાં. સર્વ તાપસ સ્ત્રીઓ ગીતો ગાવા લાગી. તેથી
જયારે બીજી બાજુ રાજાને શોધવા સૈન્ય આશ્રમમાં આવી ગયું. હવે રાજા કુલપતિને પૂછે છે કે ભીલની પલ્લી પાસે મેં પોપટ જોયો અને અહીં પણ જોયો. બંનેના વચનમાં આટલો બધો અંતર કેમ? I૧૦ના ત્યારે પાંજરામાં રહેલ પોપટ બોલ્યો. હે રાજા સાંભળો ! એક વનમાં વૃક્ષ ઉપર પોપટ અને મેના રહેતાં હતાં. માળો સુંદર બાંધ્યો હતો. સુખપૂર્વક દંપતી રહેતાં તેનાં જ સંતાન અમે બંને બાંધવ (સગાભાઈ) છીએ. ||૧૧||
હવે આ રીતે અમે બંને, માતપિતાની સાથે વૃક્ષ ઉપર અને સરોવરની પાળે રમતા હતા. તેમાં એકવાર પાપી એવા પારધિએ અમને પકડ્યા અને એક ભીલની પલ્લીમાં જઈ વેચ્યો. ૧રો.
(મને અહીં તાપસના આશ્રમમાં વેચ્યો.) ભીલની સોબતથી તે પોપટ ચોરી કરતાં શીખ્યો અને અહીં કુલપતિએ મને ખરીદ્યો. અને સાધુઓના સંગથી વિનયાદિ, નીતિશાસ્ત્રના પાઠ વગેરે ઉત્સાહપૂર્વક હું અહીં શીખ્યો. ||૧૩.
ચોક્ત - રાજન્ ! મારાં અને તે પોપટનાં માતા એક છે અને પિતા પણ એક છે. મને તાપસો અહીં લાવ્યા. અને તેને ભીલો લઈ ગયા. હે રાજ! તેણે ભીલોની વાણી સાંભળી અને મેં તો આ મુનિઓની વાણી સાંભળી. જેવો સંસર્ગ હોય તેવો દોષ કે ગુણ થાય છે તે તમારા વડે નજરે જોવાયું. //રા