________________
ધમિલકુમાર રાસ
-: ચોક્ત :માતાÀકા પિતાપેકો, મમ તસ્ય ચ પક્ષિણઃ | અહં મુનિભિરાનીતઃ, સ ચ નીતો ગવાશનૈઃ III ગવાશિનાનાં સ ગિરઃ શુણોતિ, અહં ચ રાજનું મુનિપુંગવાનાં / પ્રત્યક્ષમતભવતાપિ દષ્ટાં, સંસર્ગજા દોષગુણાઃ ભવંતિ ll રા.
-: પૂર્વઢાલ - દુર્જન પણ સજ્જન હોવે, નિત્ય રહેતાં રે, સાધુની પાસ કે; / લિંબાદિક ચંદન હોવે, મલયાગિર રે, સુગંધિત વાસ કે. ૧૪ો. શેઠનાં વચન સુણી ઈસ્યાં, સુભદ્રા રે, દિલમાંહિ ધ્યાય કે; / પુત્ર પિતાએ બગાડીયો, પણ દુનિયા રે, જીતી નવિ જાય છે. ૧પો . માએ પુત્ર ભલાવીયો, જુગટીઆને રે, ટોળે ધરી પ્રીત કે; .. ખાય પીએ ખેલે તિહાં, વીસરી રે, ભણવાની રીત કે. I૧૬l. હસન રૂદન ને ખેલવું, કામક્રીડા રે, ગતિ લક્ષણ સિદ્ધ કે; / ઈક્ષણ શયન નિદ્રાશને, અણશીખી રે, આવે પર સિદ્ધ કે; I/૧ણી , કોઈ દિન વનક્રીડા કરે, તરૂ ઉપર રે, હિંચોલા ખાટ કે, . જલક્રીડા જુવટે રમે, વેશ્યાઘર રે, વલી ગીત ને નાટ કે. JI૧૮ રાસ રસિક ધમ્મિલ તણો, તિહાં ત્રીજી રે, એ સુંદર ઢાલ કે; I.
શ્રી શુભવીર કહે સદા, શ્રોતા ઘર રે, હોજો મંગલમાલ કે. ૧૯લા
ભાવાર્થ-મારા મનને અનુસરનારી હે મનોહારિણી ! હે મૃગનયની ! સંસારમાં નીચની સંગતથી દૂર રહેવું જોઈએ. દુર્જનને દૂરથી નમસ્કાર. ઊંચનીચના સંગથી જે ફળ પ્રાપ્ત થાય છે તે દષ્ટાંત તું જો. ઊંચની સોબત કરનારો હંમેશાં સુખી થાય છે. જયારે નીચનો સંગ દુઃખદાયી છે. (નીચા-ઊંચાની સોબત ઉપર બે દાંત કહે છે.) III
નીચના સંગે..માઠાં પરિણામ - જેમ કે જંગલમાં એક વૃક્ષ ઉપર હંસ અને કાગડો બેઠા છે. તે વૃક્ષ નીચે ક્યાંકથી ફરતા ફરતા રાજા આરામ કરવાની અપેક્ષાએ આવીને બેઠા. હજુ ઘડી બે ઘડી થઈ ન થઈ ત્યાં તો ઉપરથી કાગડાએ વિષ્ટા કરી. તે વિષ્ટા રાજાની ઉપર પડી. વિષ્ટા કરી કાગડો તો ઊડી ગયો. હવે તે વખતે રાજાએ ઉંચે જોયું અને તીર ચઢાવ્યું. મારી ઉપર વિષ્ટા કરનારને સજા થવી જોઈએ. કાગડાનું ઊડી જવું ને રાજાને બાણ છોડવું. “રે ઉજવલ કાગડા ! તું આવું કાળું કામ કરે છે?” બાણ છૂટ્યું. લુચ્ચા કાગડાભાઈ બચી ગયા. હંસને તીર વાગ્યું. હંસ ડાળી ઉપરથી નીચે રાજાની નજીક પડ્યો. રાજાની સામે જોઈ રહ્યો. ને કહેવા લાગ્યો “હે રાજન્ ! તો હંસ છું પણ લુચ્ચા એવા નીચ કાગડાની સોબતથી મારે આ પાપફળ ભોગવવું પડ્યું. //રા.