SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ - ૪ : ઢાળ - ૫ ૨૪o કમળાની વાત સાંભળી ધમિલ મનમાં વિચારે છે. નસીબયોગે, દેવના વચનથી સ્ત્રીનો યોગ થયો. . પણ હજુ મારે વશ ન થઈ. રે ! ભાગ્યમાં શું હશે? તે કારણે હવે મારે શ્યો ઉપાય કરવો ! ખેર ! ચિંતાથી સર્યું! Il૨૪ ધમિલને દેવ ગુરુ ઉપર અતૂટ શ્રદ્ધા છે. તે રાત્રિને વિશે એકાંતમાં ધ્યાન ધરવા લાગ્યો. વળી બીજે દિવસે મિત્રની સાથે ભોજન કરીને તે યુવરાજની સાથે ક્રીડા કરવા લાગ્યો. Ifપી ધમ્મિલ કુમાર હવે સગવડભર્યા સંસારમાં મઝથી રહેવા લાગ્યા. મનગમતાં ભોજન આરોગે છે. શરીરની માવજત કરે છે. શરીરે તેલાદિ વગેરે મજ્જન કરે છે. પૌષ્ટિક આહાર લે છે અને રાજકુમાર સાથે ક્રીડા કરે છે. આ રીતે સુખભર રહેતાં કૃશ થયેલું શરીર હવે બરાબર કાંતિયુક્ત સુડોળ થવા લાગ્યું. મૂળભૂત શરીરનું રૂપ હવે પ્રગટ થવા લાગ્યું. જોતજોતામાં દેહ સુંદર, રૂપવાન થતાં. કામદેવને હરાવે તેવું રૂપ ખીલી ઊઠ્યું. રદી સુખભર દિવસો જતાં વાર લાગે ? જોતજોતામાં ચંપાનગરીમાં આવ્યા ને ૪૨ દિવસ થઈ ગયા. ૪૨ મી રાત્રિએ સુખભર નિંદ લેતા કુમાર ધમ્મિલને સ્વપ્નામાં દેવ કહે છે કે હે કુમાર ! હવે ચિંતા ન કરીશ. વિમલસેના તને વશ થશે. તારી થઈને રહેશે. તેને તારા ઉપર અપાર પ્રેમ પ્રગટશે. ૨૭ ચોથા ખંડને વિશે આ ચોથી ઢાળ સુખરૂપ અને સારભૂત કહી. વીરવિજયજી મહારાજ કહે છે કે આમાં સાર એ છે કે અસાર સંસારમાં ધર્મથી જયજયકાર મળે છે. માટે સૌ ધર્મને માટે ઉદ્યમ કરો. ૨૮ ખંડ - ૪ઃ ઢાળ - ૪ સમાપ્ત -- દોહા :એક દિને રાજકુંવર મળી, ગોષ્ટિકશું કરે વાત; વિમળા ધમ્મિલની નથી, નારી અવરશું જાત III બોલ ચાલ નવિ દેખીએ; નહીં એહને વશ નાર; કાલ્ય ભેલા વન જઈ, લીજે એહનો પાર. મેરા સમ સંપી સહુને કહે, જલક્રીડાને હેત; જમવું રમવું વાડીએ; આવજો નારી સમેત. ધમ્મિલ કમલાને કહે, ગઈ ચંપામાં લાજ, ગોષ્ટિલ હસશે વનજલે, દેખતાં યુવરાજ ૪ll સુણી કમલા વિમલા પ્રત્યે; જંપે તે ઉપરાંઠ; અતિ તાંડ્યું તૂટી જશે, સાંધતાં પડશે ગાંઠ //પણી સુંદર રૂપે ન રાચીએ, માચીએ ગુણીને સંગ, પંડિત પ્રીતિ નિરવહે, મૂરખ રંગ પતંગ llll હવે એક દિવસ નિયમિત મળતા મિત્રોની સાથે ગોષ્ઠી કરતા રાજકુમારને એકાએક એક મિત્રએ કહ્યું. તે યુવરાજ ! જે પરદેશી ધમિલ પોતાના પરિવાર સાથે આવ્યો છે. તેની સાથે જે સ્ત્રી વિમળા છે. તે સ્ત્રી ધમિલની હોય તેમ મને લાગતું નથી. માન ન માન મિત્ર ! આ જે વિમળા છે તે અન્યની સ્ત્રી છે. તેના
SR No.005785
Book TitleDhammilkumar Ras
Original Sutra AuthorN/A
AuthorJitkalpashreeji
PublisherDevi Kamal Swadhyay Mandir
Publication Year2009
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy